મળીશું ક્યારેક….

આજની મારી પ્રાર્થના..

જે સતત અનુભવાય છે છતાં દેખાતો નથી એવા પરમતત્ત્વને..થોડી મગરૂરીથી,ખુમારીથી..

‘વાઈબ્રેશન મોડ’ પરના મનને ‘રીંગ’સંભળાય નહિ તોય વિશ્વની સુંદરતા જોઈ અનુભવાય તો ખરી ને?

***************************************************************************************************

ફોનની ઘંટડી વાગી હશે કદાચ.

કોણ જાણે ન સંભળાઈ.

ઓહ, ક્યાંથી સંભળાય? ‘વાઈબ્રેશન’ અવસ્થામાં!!

પણ એક સંદેશ  જરૂર મળી ગયો.

વિચાર્યુઃ

આમે મારે એને ક્યાં મળવું છે?

નથી મળવું, અરે, જોવો પણ નથી.

જરૂર જ ક્યાં છે?

હું ખૂબ જ વ્યસ્ત છું.

ચાલવા જાઉં ત્યારે નદીના પાણીનો,

અને ક્યાંકથી ઝરણાંઓનો કલકલ નિનાદ,

પંખીઓનો કલરવ, પવનનો સૂસવાટ,

પાંદડાઓનો મર્મર ધ્વનિ,

ક્યારેક વીજળીનો ચમકાર,

તો કદીક વરસાદની આછી ઝરમર.

બધું જ લયબધ્ધ. સંગીતના સાત સૂરોની જેમ જ.

કેટલાં બધાને સાંભળવાના છે?! જોવાના છે, મળવાનું છે!

ફૂલોની સુગંધનેય માણવાની છે અને

વસંતની જેમ,

પાનખરના રંગોને પણ જોવાના છે,

યોગ્ય નજરથી ઝીલવાના છે.

એ અનોખા રંગોને ઝીલી,ઝુલી,

એને ઝેલીને પછી ઝુકવાનું છે!

ખરેખર, તને જોવા, મળવાનો ક્યાં સમય છે?

પંચેન્દ્રિયોથી અનુભવું છું એ જ પૂરતું છે.

તારું જ છે ને બધું?

મળીશું ક્યારેક…..

અનાયાસે નિશ્ચિત સ્થાને અને સમયે.

 

 

 

Advertisements

7 thoughts on “મળીશું ક્યારેક….

 1. Email responses:
  Mukund Gandhi
  To:Devika Dhruva
  Jan 25 at 9:09 AM

  Hi Devikaben,

  તારું જ છે ને બધું?
  મળીશું ક્યારેક…..
  અનાયાસે નિશ્ચિત સ્થાને અને સમયે.
  Well expressed devotional presentation. Thanks for sharing.

  • Kalpana Raghu
  To:Devika Dhruva
  Jan 25 at 10:09 AM
  અતિ સુંદર! ..directly from heart to heart.
  Nayna Patel
  To:Devika Dhruva
  Jan 25 at 9:04 AM
  Really nice poem Devika

  Manoj Mehta
  To:Devika Dhruva
  Jan 25 at 9:52 AM
  Beautiful!
  Manoj

  Like

 2. ફૂલોની સુગંધને માણવાની છે અને વસંતની જેમ પાનખરના રંગ પણ માણવાના છે !!!
  જીવનમાં ભલે બધું સહજ કે અસહજ બને પણ પંચેન્દ્રિયથી જેને અનુભવીએ છીએ એને માટે સમય કાઢવાની જરુર જ નથી. અનાયાસે પણ નિશ્ચિત સમયે એ મળવાનો જ છે આપણી ખુમારી અને મગરુબીને બાજુ પર રાખીને!!”

  Liked by 1 person

 3. કવિયત્રીની કલ્પનાને ભઈ કહેવું પડે! શું ઉંધ છોડી આ બધું જોયું,અનુભવ્યું ને મગજે એ બધુ લઈ વલોવ્યું કે શું? ક્યાં ગયા બધા કવિઓ કે મને આવું ક્યારેક એમની પાસેથી કેમ જાણવાનું/વાંચવાનું ન મળ્યું!! આ સમયે શું એઓ ઊંઘતા હશે કે શું? દેવિકાબેનની આ કુદરત સાથેની કરામત કેમ ભુલાશે? મને આ મોકલવા માટે ટોપલો ભરીને આભાર
  .

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s