હિમવર્ષા..

રાતની કાતિલ ઠંડીનું એક તીવ્ર મોજું

ને બધા યે પાન સાવ કાળા,

સવારે ઊઠીને ‘બેકયાર્ડ’માં જોયું તો

માત્ર એક જ રાતમાં

એ ચમકતાં, ડોલતાં પીળાં ફૂલો,

 ને લીલાંછમ લહેરાતાં પાંદડા..

વીંઝાઈ ગયાં;

ગરદન ઝુકાવી નમી પડ્યાં.

કશાયે વાંક વગર!

સંવેદનાનું આ મૂંગું ક્રંદન.

કેટકેટલું ધારદાર પૂછતું હતું?

ઘણું ઘણું કહેતું હતું.

 કુદરતનો જોરદાર ચાબખો?!!.

હિમનું માવઠું..પાકનો વિનાશ,

કિસાનની કંગાલિયત.

શ્રધ્ધાનું શ્રાધ્ધ.

જાણે કળી પર કાળભૈરવનું તાંડવ?!

3 thoughts on “હિમવર્ષા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s