પત્રાવળી ૫૩..

રવિવારની સવાર….
શબ્દપંથી મિત્રો
,
કેમ છો?
આજે એમ કહેવું છે, કે લેખન અને વાણી-વિનિમયથી પણ વધારે, જે બે પ્રવૃત્તિઓ મને બહુ અગત્યની બુદ્ધિગમ્ય પ્રક્રિયા લાગે છે તે છે વાંચન અને વિચાર. શું એ સાચું નથી, કે વાંચન દ્વારા અનેકવિધ જાણકારી પ્રાપ્ત થાય છે, અને વિચાર દ્વારા એ જાણકારી વિષેની સમજણ વિકસે છે

  જોકે આ જાણકારીશબ્દ મને ક્યારેય પૂરતો નથી લાગતો. પણ એ સિવાય આપણી પાસે ક્યાંતો માહિતીશબ્દ છે, ક્યાંતો જ્ઞાનશબ્દ છે. એક રોજિંદા જીવન અંગેની બાબતોમાં વધારે વપરાતો લાગે છે, ને બીજાનો સંદર્ભ એવો ઉપદેશપ્રદ હોય છે, કે સ્વાભાવિક વાતચીતમાં એ જાણે અજુગતો બને છે. અંગ્રેજી ભાષામાં Knowledge શબ્દ બહુ સરસ છે. એ સીધાસાદા અને રોજિંદા વહેવાર માટે યોગ્ય છે, તેમજ બુદ્ધિને વધારે તેવા અર્થપૂર્ણ કર્મ માટે પણ ઉપયુક્ત છે. નથી લાગતું એવું?   

મને નાનપણથી જ ભાષાઓમાં રસ રહ્યો છે. ભારતમાં રહ્યે રહ્યે આપણને હાથવગી ભાષાઓ તે માતૃભાષા ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી, મરાઠી. ત્યારથી જ મને લિપિના દેખાવ ગમે, ને શબ્દોના ધ્વનિ પણ ગમે. આવડતી ના હોય, ને હલક સાચી ના હોય, તોયે ઘણી વાર હું એ શબ્દો ઉચ્ચારું. 

દરિયાપાર આવ્યા પછી અમેરિકન અંગ્રેજી કેટલી ને કઈ રીતે જુદી છે, તે ખ્યાલ પણ ઊઘડતો ગયો. કેવી નવાઈ, કે છે અંગ્રેજી ભાષા, પણ આ દેશની આગવી. બરાબર ને? એ જ રીતે, જુદા જુદા સ્પૅનિશભાષી દેશોમાંની સ્પૅનિશ ભાષા પણ પોતપોતાની રીતે જુદી હોય છે, તેની સમજણ મળી. એક દાખલો આપું, કે જે શબ્દ અંગ્રેજી લિપિમાં પોલોવંચાય , તેનો ઉચ્ચાર અમુક સ્પૅનિશભાષી દેશોના સ્પૅનિશમાં પોયોથાય, અને બીજા અમુકમાં પોશોથાય.   

જુદી જુદી ભાષાઓના સૂક્ષ્મ સ્તરો મને ગમતા રહ્યા છે. તેથી, જ્યારે જાણવામાં આવ્યું, કે જાપાનમાં પણ ટોકિયો, ઓસાકા, ક્યોતો જેવાં શહેરોની, અને દેશના તે તે વિભાગોની વાક્છટા ભિન્ન હોય છે, ત્યારે વિસ્મિત થઈ જવાયું હતું. આનંદિત પણ, કારણકે મારા અતિપ્રિય દેશની અંતરંગ જીવન-શૈલી વિષે નૉલૅજમળ્યું હતું.  

આ રીતે, જ્યાં જઈએ ત્યાંની બોલીની લઢણ, એની હલક તરફ પણ ધ્યાન જાય. આ બે જે ભાષાઓનો ઉલ્લેખ કર્યો તેમની જ વાત આગળ કરું, તો સામાન્યતયા, સ્પૅનિશ ભાષા, એ પ્રજાની લૅટિન’ – કૈંક રંગીલી કહીએ એવી – પ્રકૃતિનો પડઘો પાડતી હોય તેમ, બહુ જ ઝડપથી બોલાતી હોય છે. જાપાની ભાષા જાણે ત્યાંના સમાજ અને સંસ્કૃતિને અનુરૂપ છે. સ્ત્રીઓની અને પુરુષોની બોલવાની રીતમાં ફેર ખરો, હોં. સ્ત્રીઓના મોઢે એ બહુ મૃદુ અને મિષ્ટ લાગે, જ્યારે પુરુષના બોલવામાં, અવાજમાં, એ ભાષા પણ થોડું પૌરુષ દર્શાવે.

 કોઈ પણ સ્થળે જવાથી જ કેટલું બધું પામી શકાતું હોય છે, નહીં? પ્રયાણ મારા જીવનમાંની અવિરત એવી પ્રવૃત્તિ રહી છે. આ પત્રાવળીમાં, હજી સુધી મેં ભાગ્યે જ મારા પ્રવાસીપણાનો ઉલ્લેખ કર્યો છે, પણ આ અનોખી નિબંધાવલિ તો સમાપ્ત થવા આવી. છેલ્લે ત્યારે, એનો સહેજ સંદર્ભ પણ અહીં ભલે આવતો.  

તો હું એમ કહીશ, કે વાંચન અને વિચારની પ્રક્રિયા પછીની અગત્યની પ્રવૃત્તિ તે પ્રવાસની કહી શકાય. પહેલી બે તો, સરખામણીમાં ઘણી સહેલી ગણાય, ને ક્યાંય પણ ચાલુ રાખી શકાય, પણ પ્રવાસની પ્રવૃત્તિ ઘણી અઘરી, ઘણી કઠિન છે, કારણકે એ દ્વારા જે પ્રાપ્ત થઈ શકે છે તે માટે ઘણું છોડવું પણ પડે છે – ઘર, ખર્ચા માટેના પૈસા, કુટુંબ સાથેનો સમય.  

આમ તો આ શારીરિક રીતે વ્યક્તિને ઘરની બહાર લઈ જતી પ્રવૃત્તિ થઈ, પણ તાત્ત્વિક રીતે એમ જરૂર કહી શકાય, કે પ્રવાસ મનથી પણ થઈ શકે છે. લો, તો પછી વાંચન અને વિચાર દ્વારા પણ વ્યક્તિ દુનિયાનું દર્શન કરી જ શકે છે. અરે, આ તો બહુ સરસ અને તર્કનિપુણ તારતમ્ય આવી ગયું. ખરું કે નહીં 

હું માનું છું, કે જીવનમાં વિકસતાં જવાનું ધ્યેય પરમ અગત્યનું છે. એને માટે આ ત્રણેય પ્રક્રિયાઓ ઉપયોગી છે. વાંચન અને વિચારને શેનો આધાર છે? શબ્દોનો, બરાબર? અને પ્રવાસ દરમ્યાન વિભિન્ન ભાષાઓનો પરિચય થતો રહે છે, એ પણ બરાબર. તો અંતે તો, જીવનમાં જે સૌથી આવશ્યક છે તે શબ્દ અને ભાષા જ છે. આ બંને ઘટક જ તો આપણને હંમેશાં વિકસિત કરતા રહે છે.  

આવજો.
——  પ્રીતિ  સેનગુપ્તા 

3 thoughts on “પત્રાવળી ૫૩..

  1. સુ શ્રી પ્રીતિ ગુપ્તાએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, બંગાળી, મરાઠી ભાષાઓના લિપિના દેખાવ શબ્દોના ધ્વનિ અને હલક ની વાતો કહી તે અમે પણ બાળપણથી અનુભવેલી ત્યાર બાદ બ્રીટીશરોના અંગ્રેજી પ્રમાણે વ્યવહાર ચાલતો બાદમા અમેરિકન અંગ્રેજીમા સમજાવવા પ્રયત્ન કરતા કેટલીક વાર બે વખત બોલતા ગાડુ ગબડે પણ સ્પૅનિશ ,જાપાનમાં ભિન્ન વાક્છટા અને અંતરંગ જીવન-શૈલી વિષે આજે જાણી આનંદ થયો.જ્યાં જઈએ ત્યાંની બોલીની લઢણ, એની હલક ની પ્રીતિબેનનો વીડીયો હોય તો લેખ સાથે મૂકવાથી આ વાતો સમજવાની માણવાની વધુ મઝા આવે.જેવીકે…
    Interview with Vishwparavasi Preeti Sengupta | VTV Gujarati – YouTube

    Interview with Vishwparavasi Preeti Sengupta- VTV Gujarati.
    Priti Sengupta @ GLA of NA – YouTube

    Video for youtube priti sengupta▶ 7:20
    Jul 14, 2009 – Uploaded by Chirag Patel
    July 11 2009 TV Asia program.
    Music video # Priti Sengupta. – YouTube

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s