રવિવારની સવાર..
‘પત્રાવળી’માં એક નોખું છોગું..
એક કવિનો પત્ર.. શ્રી મુકેશ જોશીનું અનોખું કલ્પન..
પત્રોના વિશ્વાકાશમાં એક મનગમતું ઉડ્ડયન.
પારેવાની પાંખ-શો પત્ર!
************** ************** ****************
વ્હાલા કબૂતર,
સૂર્યોદય સમયે તું રોજ મારા ઘરની બારીમાં બેસી જાય છે એની મને અને તને બંનેને ખબર છે. તું કદીક મારી સામે તો સ્હેજ સૂરજ સામે જોઈ લે છે ને પાછું ઘૂ ઘૂ ઘૂ કરે છે. એકલતા દૂર કરવાનો આટલો રઘવાટ? થોડા દિવસ પહેલા તારી સંગીની તને છોડીને કાયમ માટે ચાલી ગઈ એનો વસવસો મારી આંખમાં છે અને મારા ખાલી ઘરનો સન્નાટો તને પણ ખબર છે. આપણે બંને આમ એકલા છીએ પણ તને બોલાવવા તો કેટલા બધા કબૂતરો ઘૂ ઘૂ ઘૂ કરે છે અમારે માણસોમાં એવું નહિ.
આ પત્ર લખવાનું કારણ એ છે કે છેલ્લા પાંચ દિવસથી મારી બારીએ કે વીજળીના તાર ઉપર કે છજા ઉપર કે કશેય તારા દર્શન થયા નથી. તું બધાંથી જુદું પડી જાય છે એવો શુભ્ર સફેદ રંગ તને ઈશ્વરે આપ્યો છે કદાચ એટલે મને ડર લાગે છે કે શાંતિના રંગ તરીકે અમારી માણસ જાતે ક્યાંક તને ફસાવી દીધું ન હોય. તારા પૂર્વજોએ તો કેટલા બધા પત્રો પહોંચાડીને અમારી માણસ જાત ઉપર ઉપકાર કર્યા છે. એટલે જ આ પત્ર તારે નામ લખું છું. આ પત્ર તને કેવી રીતે પહોંચાડીશ એની ખબર નથી પણ મારી લાગણી તો તારા સુધી આ હવાય લઈ આવશે એટલી ખાતરી છે. તને માણસની ભાષા વાંચતા આવડે છે કે નહી, એ નથી ખબર પણ મારા હાથની ધ્રુજારી તને ખબર છે. તેં કેટલી બધી વાર મારી હથેળીમાંથી દાણા ખાધા છે. બે વર્ષ પહેલાની ઉતરાણે તને માંજો (દોરી) વાગેલો અને તને જેણે મલમ લગાડેલો એ કોમળ હાથ હવે મારા ઘરમાં નથી. તારી જેમ મને પણ અદૃશ્ય થઇ જવાના વિચાર આવે છે પણ મારે પાંખો નથી માત્ર પગ છે.
તું દોસ્ત છે એટલે એક કામ ચીંધુ છું, કરીશ? તને સરસ ઉડતા આવડે છે. એકવાર તારી ઉડાન એટલી ઊંચી કરીને પેલા આકાશમાં રહેવાવાળાને આટલો સંદેશો આપીશ કે પૃથ્વીને નંદનવન બનાવવા પાછા ક્યારે પધારો છો? તારીખ ન કહો તો કઈ નહીં, કમસેકમ સાલ તો જણાવો. જો જવાબ મળે તો પ્લીઝ મને જણાવજે.
તારા માટે દાણા તૈયાર રાખ્યા છે. પણ મારા હાથની ધ્રુજારીના કારણે સરકી જાય એ પહેલા આવી જજે. રાહ જોઉં છું. તને જોવા આકાશમાં નજર કરું છું એટલે ભેગાભેગી બેય કામ થઈ જાય છે. પાંખો સાચવીને આવજે. કેમકે છેલ્લા થોડા દિવસથી અહીં કાતરના ગુણગાન બહુ ગવાય છે!
તારો દોસ્ત,
મુકેશ જોશી
Email: mdj029@gmail.com
ઘરઆંગણાનું પક્ષી કપોત,શાંતિદૂત,પારેવું કહો કે કબૂતર બાળપણથી ‘પાંદડાની હોડી, કીડી અને કબૂતર’-‘કબૂતર અને કીડી’ ની વાર્તાઓ અને કબૂતર જા જા જા…જેવા ગીતોથી ચિતમા મઢાઇ ગયેલુ ! તેને વ્યકિતઓને બનાવટી પાસપોર્ટ, વિઝા અથવા હમશકલ આધારે ‘કબુતર બાજી’ સ્વરૂપે વિદેશમાં મોકલી શકાય નામે , જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે-‘ કબુતરના માળાને હોય ત્યાં ખૂબ જ દુર્ભાગ્ય આવે છે’ અને સાંપ્રત સમયે-‘ કબુતરમાં છુપાવાયેલો કેમેરો, ચશ્મામાં. હથિયાર કે ડ્રગથી સાવધાન કરતા જમાનામા બદનામ કરવામા આવે છે ત્યારે આજે સવારે કવિ શ્રી મુકેશ જોશીનું પારેવાની પાંખ-શો પત્ર માણી આનંદ થયો. ‘કેટલા બધા કબૂતરો ઘૂ ઘૂ ઘૂ કરે છે અમારે માણસોમાં એવું નહિ.’
મનમા ગુંજન શરુ થયું-
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
પરમેશ્વર તો પહેલું પૂછશે
કોઈનું સુખદુ:ખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઈને
કોઈનું આંસુ લૂછ્યું’તું?
શાંતિ દૂત કબુતર પ્રાચીન કાળથી, તેઓ શાંતિ, સંવાદિતા, શાંતિ જાળવવાનું પ્રતીક માનવામાં આવે છે. કબૂતર આ છબી ૧૯૪૯ માં યોજાયેલી પ્રથમ વિશ્વ શાંતિ કોંગ્રેસ પોસ્ટર માટે પાબ્લો પિકાસો ઓફ સ્ટુડિયોમાં લુઇસ એરેગોન દ્વારા કરવામાં આવી હતી, અને વ્યાપક રીતે “શાંતિ ડોવ” તરીકે જાણીતો બન્યો. માળામાં પાછા આવતા કબૂતરોની એક અનન્ય સંપત્તિની નોંધ લીધી. તેથી, પ્રવાસીઓએ કબૂતરના પંજાને પત્ર લખ્યો, જો પક્ષી સાથેના રસ્તા પર કંઈ જ થયું નથી, તો તે હંમેશા સરનામાને પત્ર મોકલે છે.કબૂતર શબ્દના સંપૂર્ણ અર્થમાં દૈવી પક્ષી છે. , તેના ચાંચમાં ઓલિવ શાખા સાથે પાછો ફર્યો, જેનો અર્થ – ભગવાન લોકો માફ કર્યા.’એકવાર તારી ઉડાન એટલી ઊંચી કરીને પેલા આકાશમાં રહેવાવાળાને આટલો સંદેશો આપીશ કે પૃથ્વીને નંદનવન બનાવવા પાછા ક્યારે પધારો છો? ‘
મા કવિ શ્રી મુકેશ જોશીનું અનોખું કલ્પન આનંદની અનુભૂતિ કરે છે ત્યારે ‘કાતરના ગુણગાન’ દહેશત…
LikeLiked by 4 people
મુકેશ જોષીની કબુતરની વાતમાંની ગહેરાઈ મારા જેવા ન સમજી શકનારને જ્યારે પ્રગ્નાજીની સવિસ્તાર સંદશનો મસાલો મળે ત્યારે આ પત્રશ્રેણીપર પ્રતિભાવોનો વરસાદ વરસવો જોઈએ કે નહિ? શું રાજકિય રમતોની અવળી અસર સાહિત્યપર પણ આવા લાગી? શ્રી રામ!
LikeLiked by 2 people
કવિ -લેખકનો સંદેશ વાહક કબુતર સાથે થયેલી એમની દોસ્તીનું કારણ
એમની આશા કે પેલા આકાશમાં રહેવાવાળાને એ સંદેશો પહોંચાડશે.
કાવ્યમય ગદ્યનો એક સુંદર નમુનો . કવિ ગદ્ય લખે એમાં ય પદ્ય તો ડોકાઈ જ જાય,સ્વાભાવિક રીતે જ !
LikeLiked by 2 people
આકાશમાં રહેવાવાળા તો ભૂલા પડ્યા લાગે છે.
LikeLiked by 1 person
પૃથ્વીને નંદનવન બનાવવI NI UTKANTHNA.EJ KAFI CHHE.NICELY WORDED MESSAGE. DHANYAVAD MUKESH JOSHI & DEVIKABEN.
LikeLiked by 2 people
મુકેશભાઈનો ગદ્ય-પદ્ય પત્ર ખૂબ ગમ્યો,આપનો સંદેશ કબૂતર જરૂર ઉપરવાળાને પહોંચાડે એ આશા…
LikeLiked by 2 people