પત્રાવળી ૪૪..

 રવિવારની સવાર
સૌ ટપાલરાહી મિત્રો !
અમદાવાદથી જુગલભાઈનાં સંભારણાં.
આપણે સૌએ પત્રાવળીને બહાને પત્રો વહેંચ્યા. પત્રથાળીમાં કાંઈ કેટલીય વાનગીઓ પીરસી. આપણે અંદરોઅંદર તો જમ્યાં ખરાં જ પણ આ પંગતમાં તો અનેકોનેય જમાડયાં !

આ જમણવાર, જમનારાં અને વાનગીઓ તો ઠીક મારા ભૈ, પણ થાળી અને પંગતની રીતભાતોય હવે બદલી ગઈ છે. પત્રાવળી હવે કાગળરૂપી પાંદડેથી (નેટના) પડદે આવી ગઈ ! બેસવાના પાટલાની જગ્યાએ ઉભડક ને હરતીફરતી વ્યવસ્થા થઈ ગઈ ! શાહી સુકાઈ ગઈ ને સુકાયેલી જ રહેનારી સ્યાહી મઢાઈ રહી. કક્કો હવે ઘૂંટવાને બદલે ટપકાવવાનો થયો. છેકાછેકી જે દૃષ્યમાન રહેતી તે હવે ડિલીટાઇ જઈને અદૃષ્ય થવાથી લખનારાંના મનમાંની અવઢવ હવે વંચાઈ જતી નથી. મનમાં ભરેલું જેને બહાર નહોતું આવવા દેવાનું તેમાંનું કેટલુંક છેકાછેક થકી જાદુગરની મુઠ્ઠીની જેમ છે છે, નથી નથી રહેતું ’તું તેય ગયું !

મિત્રો, ટપાલ હંમેશાં રાહની વેદના અને આવે તો ઉત્સવની બાબત બની રહી છે.

છેક ૧૯૬૪ની કાચી આછી જુવાનીના સમયે જોડકણારૂપ રચના થયેલી તે આજના આ પત્રસંદર્ભે રજૂ કરું છું.

અવ આવ, આવ ! (ઉપજાતિ)

આજેય ના ’વી…

                  અવ કાલ આવશે,

આશાભર્યો એમ જ કૈં દિનોથી

ઝૂરી રહ્યો દર્શન કાજ તાહરાં.

 

તું આવશે તો…(ફટ રે ભૂંડા ‘તો’ !)

સત્કારવા આંગણિયે ઉતાવળો

આવીશ ને બેઉ કરો થકી તને

ચાંપીશ હૈયે.

ભીંજાવીને સ્નેહ થકી હું માહરા

ખોલીશ તારું દિલ મુગ્ધ હૈયે;

જાણીશ તારા ઉરની કથા સૌ

મારો અજંપો ઉરનો શમાવવા.

સંદેશ કોઈ મમ કાજ લાવ,

ટપાલ દેવી ઝટ આવ,આવ આવ!!

(ટપાલી,ભાઈ ! ટપ્-આલ આલ !! )  

– જુગલકિશોર.

રાહ જોવાની વાત આવે ત્યારે પિયુ અને પત્ર બન્નેને એક સાથે સંભારવાં પડે. મહેમાનો પણ એક જમાનામાં રાહ જોવાનો વિષય હતા, પરંતુ મહેમાનોની રાહ જોવાની તક આપનાર પણ ટપાલ જ હતી ને ! ટપાલથી જાણ થાય કે મહેમાન આવવાના છે ત્યારે જ તેમની રાહ જોવાનો અવસર સાંપડતો.

હવે તો ટપાલની જેમ જ મહેમાનો પણ રાહ જોવાનો વિષય રહ્યાં જ નથી !

મહેમાનો રાહ જોવડાવ્યા પછી સદેહે હાજર થઈને ધરપત આપે છે. સાથે કેટલીય વાતો, વ્યવહારો, જાણકારી, નિર્ણયો વગેરે લઈને આવે છે ત્યારે ટપાલ તો આવ્યા પછીય એક નવી જ ઝણઝણાટી, ઇન્તેજારી, ક્યારેક અકળામણો, તો ક્યારેક આંખોને નિતારી દેનારા સમાચારો આપી જાય છે.

આપણે, કે આપણા વાચકો શું કહી શકે કે ટપાલના કેટલા પ્રકારો હોઈ શકે ?

જવાબ અઘરો છે છતાં કહી શકાય કે જેટલાં મોકલનારાં એટલા એના પ્રકારો ! ટપાલ લખનારાના જેટલા પ્રકાર, એટલા ટપાલના પ્રકાર ! દરેક ટપાલને પોતાનું એક નાનકડું જગત હોય છે. ટપાલ પોતાના હૈયામાં – શબ્દો અને પંક્તિઓની વચ્ચે કોણ જાણે કેટકેટલું સંતાડીને રજૂ થાય છે ! એને ઉકેલવા માટેય એની સમકક્ષતા જોઈએ ને.

ટપાલી સરકારી નોકર હોવા છતાં સ્વજન બની રહેતો હતો તે કાંઈ અમસ્તો ?!

આજે હવે ટપાલ આંગળીને ટેરવે છે. ટપાલની રાહ એ ભૂતકાળનો વિષય બની રહી છે. એની રાહ જોવાની વેદના અને એના આવ્યાનો ઉત્સવ આજની પેઢીને માટે અજાણ્યો પ્રદેશ ગણાય.

આપણે સૌએ આ આખો યુગ પાછો યાદ કરવા–કરાવવાની ચેષ્ટા કરી. કેટલું સફળ થયાં તે તો આપણા વાચકો જ કહી શકે, જો કહે તો !

“પત્રાવલી”એ આપણ સૌને એ જમાનાની ઝાંખી જો કરાવી હોય તો આ દાખડો લેખે લાગ્યો ગણાશે.

સૌને આવી રહેલી શારદી પૂર્ણિમાના અભિનંદન !

મારાં કેટલાંક હાઇકુ આ ઋતુવિશેષે –

ભાદરવાના

ચોક્ખા આભે ચાંદલો

રાજ ભોગવે.

 

વર્ષાએ દીધો

લીલો વૈભવ; ચાંદો

રાતરખોપે.

 

વર્ષા, જલથી

નવડાવે   ધરાને;

શારદ દુધે.


દીવાળી કાજે

ચાંદની   શરદની

ધૉળતી ભીંતો.

શ્રી ઉમાશંકર જોશીની એક પંક્તિ પણ :

વેગે ભરી સરી જતી શુચિ વાદળોપે,

હેમંતને  શરદ  નૂતન  વર્ષ  સોંપે.

 

અમદાવાદથી સ્નેહસ્મરણ.

જુગલકિશોર.

Email: jjugalkishor@gmail.com

Advertisements

3 thoughts on “પત્રાવળી ૪૪..

 1. જુગલભાઈ તમે તો આખો ભૂતકાળ યાદ કરાવી દીધો. આજની પેઢી પત્રલેખન કે વ્યાકરણમાં ક્યાં સમજે છે? વોટ્સઅપની ભાષા સમજતા મને વાર લાગે છે. ગુજરાતી લખે અંગ્રેજીમાં!!
  મને યાદ છે જ્યારે મારો ભાઈ ૧૯૭૩માં અમેરિકા આવ્યો અને હું મુંબઈ તે વખતે લગભગ દર પંદર દિવસે અમારા પત્રો એકબીજાને મળતા. ભાઈ પહેલીવાર આટલે દુર હતો અને અમે ફોરેન એનવલપનો પૂરો કસ કાઢી એકખુણો પણ ખાલી નહોતા જવા દેતા.
  પત્ર મળવામાં બેચાર દિવસ મોડું થાય તો જીવ અધ્ધર થઈ જાય અને રોજ ટપાલીની કાગડોળે જોવાતી રાહ મારી જેમ મારી પૂઢીના બધાનો અનુભવ હશે.

  Liked by 2 people

 2. જુ ‘ભાઇ ની ટપાલ, ટપાલી અને પત્રની વાતો માણી .તેની ગુજરાતી કવિતાઓ યાદ નથી આવતી પણ આ અંગે ઉર્દુ-હિન્દીની કાવ્ય પંક્તીઓ…
  अंधेरा है कैसे तिरा ख़त पढ़ूँ
  लिफ़ाफ़े में कुछ रौशनी भेज दे
  मोहम्मद अल्वी
  आज का ख़त ही उसे भेजा है कोरा लेकिन
  आज का ख़त ही अधूरा नहीं लिख्खा मैं ने
  हामिद मुख़्तार हामिद
  आप का ख़त नहीं मिला मुझ को
  दौलत-ए-दो-जहाँ मिली मुझ को
  असर लखनवी
  आया न फिर के एक भी कूचे से यार के
  क़ासिद गया नसीम गई नामा-बर गया
  जलील मानिकपूरी
  अजी फेंको रक़ीब का नामा
  न इबारत भली न अच्छा ख़त
  सख़ी लख़नवी
  अपना ख़त आप दिया उन को मगर ये कह कर
  ख़त तो पहचानिए ये ख़त मुझे गुमनाम मिला
  कैफ़ी हैदराबादी
  अश्कों के निशाँ पर्चा-ए-सादा पे हैं क़ासिद
  अब कुछ न बयाँ कर ये इबारत ही बहुत है
  अहसन अली ख़ाँ
  चंद तस्वीर-ए-बुताँ चंद हसीनों के ख़ुतूत
  बा’द मरने के मिरे घर से ये सामाँ निकला
  बज़्म अकबराबादी
  चूँ शम-ए-सोज़ाँ चूँ ज़र्रा हैराँ ज़े मेहर-ए-आँ-मह बगश्तम आख़िर
  न नींद नैनाँ न अंग चैनाँ न आप आवे न भेजे पतियाँ
  अमीर ख़ुसरो
  एक मुद्दत से न क़ासिद है न ख़त है न पयाम
  अपने वा’दे को तू कर याद मुझे याद न कर
  जलाल मानकपुरी
  ग़ुस्से में बरहमी में ग़ज़ब में इताब में
  ख़ुद आ गए हैं वो मिरे ख़त के जवाब में
  दिवाकर राही
  हम पे जो गुज़री बताया न बताएँगे कभी
  कितने ख़त अब भी तिरे नाम लिखे रक्खे हैं
  अज्ञात
  हो चुका ऐश का जल्सा तो मुझे ख़त भेजा
  आप की तरह से मेहमान बुलाए कोई
  दाग़ देहलवी
  जब उस ने मिरा ख़त न छुआ हाथ से अपने
  क़ासिद ने भी चिपका दिया दीवार से काग़ज़
  पीर शेर मोहम्मद आजिज़
  कभी ये फ़िक्र कि वो याद क्यूँ करेंगे हमें
  कभी ख़याल कि ख़त का जवाब आएगा
  हिज्र नाज़िम अली ख़ान
  कैसे मानें कि उन्हें भूल गया तू ऐ ‘कैफ़’
  उन के ख़त आज हमें तेरे सिरहाने से मिले
  कैफ़ भोपाली
  ख़त देख कर मिरा मिरे क़ासिद से यूँ कहा
  क्या गुल नहीं हुआ वो चराग़-ए-सहर हनूज़
  मातम फ़ज़ल मोहम्मद
  ख़त का ये जवाब आया कि क़ासिद गया जी से
  सर एक तरफ़ लोटे है और एक तरफ़ धड़
  वलीउल्लाह मुहिब
  ख़त के पुर्ज़े आए हैं क़ासिद का सर तस्वीर-ए-ग़ैर
  ये है भेजा उस सितमगर ने मिरे ख़त का जवाब
  अज्ञात
  ख़त लिखा यार ने रक़ीबों को
  ज़िंदगी ने दिया जवाब मुझे
  लाला माधव राम जौहर
  ख़त लिखेंगे गरचे मतलब कुछ न हो
  हम तो आशिक़ हैं तुम्हारे नाम के
  मिर्ज़ा ग़ालिब
  ख़त-ए-शौक़ को पढ़ के क़ासिद से बोले
  ये है कौन दीवाना ख़त लिखने वाला
  साइल देहलवी
  खुलेगा किस तरह मज़मूँ मिरे मक्तूब का या रब
  क़सम खाई है उस काफ़िर ने काग़ज़ के जलाने की
  मिर्ज़ा ग़ालिब
  किसी को भेज के ख़त हाए ये कैसा अज़ाब आया
  कि हर इक पूछता है नामा-बर आया जवाब आया
  अहसन मारहरवी
  किसी ना-ख़्वांदा बूढ़े की तरह ख़त उस का पढ़ता हूँ
  कि सौ सौ बार इक इक लफ़्ज़ से उँगली गुज़रती है
  अतहर नफ़ीस
  कोई पुराना ख़त कुछ भूली-बिसरी याद
  ज़ख़्मों पर वो लम्हे मरहम होते हैं
  अंजुम इरफ़ानी
  क्या भूल गए हैं वो मुझे पूछना क़ासिद
  नामा कोई मुद्दत से मिरे काम न आया
  फ़ना बुलंदशहरी
  क्या जाने क्या लिखा था उसे इज़्तिराब में
  क़ासिद की लाश आई है ख़त के जवाब में
  मोमिन ख़ाँ मोमिन
  क्या क्या फ़रेब दिल को दिए इज़्तिराब में
  उन की तरफ़ से आप लिखे ख़त जवाब में
  अज्ञात
  ले के ख़त उन का किया ज़ब्त बहुत कुछ लेकिन
  थरथराते हुए हाथों ने भरम खोल दिया
  जिगर मुरादाबादी
  मैं ने उस की तरफ़ से ख़त लिक्खा
  और अपने पते पे भेज दिया
  फ़हमी बदायूनी
  मज़मून सूझते हैं हज़ारों नए नए
  क़ासिद ये ख़त नहीं मिरे ग़म की किताब है
  निज़ाम रामपुरी
  मेरा ही ख़त उस शोख़ ने भेजा मिरे आगे
  आख़िर जो लिखा था वही आया मिरे आगे
  लाला माधव राम जौहर
  मिरा ख़त उस ने पढ़ा पढ़ के नामा-बर से कहा
  यही जवाब है इस का कोई जवाब नहीं
  अमीर मीनाई
  मिट चले मेरी उमीदों की तरह हर्फ़ मगर
  आज तक तेरे ख़तों से तिरी ख़ुशबू न गई
  अख़्तर शीरानी
  नामा-बर तू ही बता तू ने तो देखे होंगे
  कैसे होते हैं वो ख़त जिन के जवाब आते हैं
  क़मर बदायुनी
  ना-उमीदी मौत से कहती है अपना काम कर
  आस कहती है ठहर ख़त का जवाब आने को है
  फ़ानी बदायुनी
  पहली बार वो ख़त लिक्खा था
  जिस का जवाब भी आ सकता था
  शारिक़ कैफ़ी
  पता मिलता नहीं उस बे-निशाँ का
  लिए फिरता है क़ासिद जा-ब-जा ख़त
  बहराम जी
  फाड़ कर ख़त उस ने क़ासिद से कहा
  कोई पैग़ाम ज़बानी और है
  सरदार गेंडा सिंह मशरिक़ी
  सिद के आते आते ख़त इक और लिख रखूँ
  मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में
  मिर्ज़ा ग़ालिब
  क़यामत है ये कह कर उस ने लौटाया है क़ासिद को
  कि उन का तो हर इक ख़त आख़िरी पैग़ाम होता है
  शेरी भोपाली
  क़यामत है ये कह के उस ने लौटाया है क़ासिद को
  कि उन का तो हर इक ख़त आख़िरी पैग़ाम होता है
  शेरी भोपाली
  रूह घबराई हुई फिरती है मेरी लाश पर
  क्या जनाज़े पर मेरे ख़त का जवाब आने को है
  फ़ानी बदायुनी
  तवक़्क़ो’ है धोके में आ कर वह पढ़ लें
  कि लिक्खा है नामा उन्हें ख़त बदल कर
  अमीर मीनाई
  तिरा ख़त आने से दिल को मेरे आराम क्या होगा
  ख़ुदा जाने कि इस आग़ाज़ का अंजाम क्या होगा
  मोहम्मद रफ़ी सौदा
  उस ने ये कह कर फेर दिया ख़त
  ख़ून से क्यूँ तहरीर नहीं है
  कैफ़ भोपाली
  वाँ से आया है जवाब-ए-ख़त कोई सुनियो तो ज़रा
  मैं नहीं हूँ आप मैं मुझ से न समझा जाएगा
  जुरअत क़लंदर बख़्श
  वो तड़प जाए इशारा कोई ऐसा देना
  उस को ख़त लिखना तो मेरा भी हवाला देना
  अज़हर इनायती
  या उस से जवाब-ए-ख़त लाना या क़ासिद इतना कह देना
  बचने का नहीं बीमार तिरा इरशाद अगर कुछ भी न हुआ
  हक़ीर
  ज़बाँ क़ासिद की ‘मुज़्तर’ काट ली जब उन को ख़त भेजा
  कि आख़िर आदमी है तज़्किरा शायद कहीं कर दे
  मुज़्तर ख़ैराबादी

  Liked by 1 person

 3. dilip kapasi
  To:
  Devika Dhruva,

  Oct 21 at 8:48 AM

  ટપાલ વિષે ખુબ સાચું લખ્યુ છે. ૬૦ ૬૫ વટાવેલી અમારા જેવી વ્યક્તિઓ જેમણે એક જમાનામાં ઘરે આવતી એકેએક ટપાલને વાંચી, ઓળખી હોય, ભલે વડિલોની જ મોકલેલી હોય તે પણ શબ્દેશબ્દ વાંચ્યો હોય, એકાદ બે શબ્દો ન સમજાયા કે ઓળખાયા હોય તો કોઇને પુછીને પણ તાગતોડ મેળવ્યો જ હોય – તેવાંની તે વાત જ શું? દરેક ટપાલને કાંટામાં ભરાવી દેતાં પણ ટાઇમ ખુબ ગયે કાંટામાં ધુળ ભરાતી ત્યારે તે માસી કે માસા કાકા કે ફુઆને યાદ કરીને પસ્તીમાં જ છેવટે કચવાતાં મને નાખી દેતા.

  આપ ખુબ સરસ લખો – સંકલન કરો છો.

  દિલીપ કપાસી

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s