પત્રાવળી ૪૨-

રવિવારની સવાર… 
પ્રિય પત્રસાથીઓ
,
પત્રટપાલકાગળચિઠ્ઠીપત્રિકા-કેટકેટલા નામ ! આજે આ પત્રાવળી થકી પાઠવવામાં આવતી ટપાલોને પણ કેટલા વહાણાં વહી ગયાદેવિકાબહેને તો આજે ટપાલોને માનવીય સંદર્ભથી ઉઠીને કેટલી સરસ રીતે પ્રકૃતિ સાથે સાંકળી લીધી.  કુદરતના પ્રત્યેક કરિશ્માને ટપાલ સાથે સાંકળવાની વાત -જાણે ઈશ્વરે  માનવજાત માટે પાઠવેલા પત્રો. 

આજે જ્યારે આ ઈમેઇલ દ્વારા પળવારમાં મળી જતા પત્રો થકી ખૂબ નજીક આવી ગયા છીએ ત્યારે એક વડીલે ( શ્રી ગીજુભાઇ વ્યાસે) કહેલી વાત યાદ આવે છે. લગભગ અડધી સદી પહેલા જ્યારે ઈન્ટરનેટ કે ઈલેક્ટ્રોનિક્સ પત્ર-વ્યહવારની સુવિધાની કલ્પના પણ નહોતી ત્યારે એમણે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં એવો સમય આવશે કે જ્યારે એક વ્યક્તિ પત્ર-ટપાલ મોકલશે અને વળતી ક્ષણે જ દુનિયાના કોઈપણ છેડે રહેતી બીજી વ્યક્તિને એ પત્ર મળી જશે. જ્યારે એક પત્ર મોકલાય અને દુનિયાના બીજે છેડે રહેનારને પંદર દિવસે એ પત્ર મળે એવા સમયે એ વાત સાંભળીને સાચે જ અજાયબી થઈ હતી પણ આજે એ કલ્પના હકીકત બની જ રહી છે ને!

આજથી અડધી સદી પહેલાની વાત આ ક્ષણે યાદ આવે એ આપણી સ્મૃતિની દેન જ છે ને?  સ્મૃતિની મંજૂષામાં કેટલુંય ભર્યુ હશે અને એ ક્યારે સળવળી ઉઠે કહેવાય નહી.

પણ સૌથી વહાલી તો બાળપણની સ્મૃતિ જ હોં કે. આજે પણ ઉંમરના કોઈપણ પડાવે પહોંચેલી વ્યક્તિને બાળપણની યાદ જ સૌથી વધુ વહાલી હશે. બાળપણની એ સ્મૃતિથી તો આજે પણ મન એટલું જ પ્રફુલ્લિત નથી થઈ ઉઠતુ?

સાવ આજની જ વાત છે. મનભાવન મોસમમાં પૂર્વીય દિશામાંથી પથરાતા ઉજાસમાં એક નાનકડું બાળક મસ્તીમાં આમતેમ ટહેલતું હતું અને એણે ફૂલ પર બેઠેલું પતંગિયુ જોયું. એકદમ રાજી થઈને એણે પતંગિયાનો પીછો કર્યો પણ એમ કંઈ હાથમાં આવે તો પતંગિયુ શાનું?

બસ આપણી સ્મૃતિનું પણ કંઈક આવું જ છે. યાદ કરવા મથીએ એ પેલા પતંગિયાની જેમ ઉડીને એક ડાળેથી બીજી ડાળેતો કોઈવાર અનાયાસે એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ બીજી અનેક યાદોને તાજી કરતી જાય. આ સ્મૃતિનાય અંકોડા શ્રી અમિત ત્રિવેદી  કહે છે તેમ એકમેક સાથે જોડાયેલા તો ખરા જ….

લ્યો સ્મરણ પાછા મનની ભીંતે આવી લટક્યાં..પ્રસંગો વારાફરતી આવી ઘરમાં સચવાયા

 બાળપણથી શરૂ થતી સ્મૃતિ-સ્મરણયાત્રા ઘરમાં બનતા તમામ શુભ-મંગળ પ્રસંગો સુધી લંબાવાની અને કોઈ આવીને રોકે નહીં ત્યાં સુધી અવિરત ચાલ્યા જ કરવાની. પણ સાથે જરૂરી નથી કે આપણા મનમાં જે સ્મૃતિ અકબંધ સચવયેલી છે એ કોઈની સાથે વાગોળીએ તો એના મનમાં પણ એવી  છબી તાદ્રશ્ય થાય એટલે આ સ્મરણો સાચવવાની કળા પણ આપણે શીખી જ લઈને છીએ.  એ ક્ષણોને પણ આપણે કેમેરામાં કંડારી જ લઈએ છીએ ને !

દેવિકાબેન કહે છે એમ સ્મૃતિ મનમોજી તો ખરી જ અને બુધ્ધિને નેવે મુકીને દિલને વળગી જાય. પણ આ સ્મૃતિ-સ્મરણ એટલે શું?  એ ક્યાંય કોઈ મનમાંથી ઉપજેલી વાત તો નથી જ. મનમાં ઉઠતા તંરગોનેવિચારોને તો આપણે કલ્પના કહીશું. સ્મૃતિ એટલે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના આજે યાદ આવે જે ખરા અર્થમાં ઘટી ગઈ છે અને મનના કોઈ ખૂણામાં સંઘરાઈને સચવાઈ રહી છે અને કાળક્રમે એ ફરી તાજી થાય છે. સ્મૃતિની જ આ માયાજાળ છે અને એમાંથી ક્યાં કોઈ બાકાત રહી શક્યું છે કે રહી શક્શે?

 ગયા પત્રમાં એકપાઠી વ્યક્તિ એટલે કે એક વાર વાંચેજુવે કે સાંભળે અને કાયમ માટે યાદ રાખે એવી વ્યક્તિઓની વાતનો ઉલ્લેખ થયો હતો. ગાંધીજીના મન પર જેમનો પ્રભાવ હતો એ શ્રીમદ રાજચંદ્ર શતાવધાની અર્થાત એકસાથે સો ક્રિયાઓ યાદ રાખીને એક સાથે કરી શકતા. કહે છે એમને સાત વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન થયું હતુ. વાત પૂર્વજન્મની નથી કરવી વાત અહીં કરવી છે સ્મરણની. શ્રી સુરેશભાઈના જનાન્તિકેમાં જે મરણનો છેદ સ્મરણથી ઉડાડવાની વાત થઈ એના સંદર્ભમાં આ વાત યાદ આવી. જેના મનમાં પૂર્વજન્મની સ્મૃતિ પણ અકબંધ રહી હોય એને મરણ ક્યાં સ્પર્શ્યું? સમયથી પણ વધુ બળકટ થઈને ઉભરે એવી આ સ્મૃતિ તમામ કાળથી પણ પર થઈ?

 જો કે આ બધી વાતો કહેલી -સાંભળેલી કે વાંચેલી છે જ્યારે મારે અહીં સાવ ઘરમેળે થયેલા સ્વ-અનુભવની વાત કરવી છે.  આજે યાદ આવી. અમારા દાદીમા જો આજે હોત તો શતાબ્દી વટાવી ચૂક્યા હોત.  આંકડા -નંબર બાબતે એમની સ્મૃતિ ગજબની હતી. એકવાર કોઈપણ નંબર સાંભળે અને જીવનભર યાદ રહી જતો અને એટલી હદે કે જ્યારે એમના જીવનની અંતિમ ક્ષણો ગણાતી હતીનાડી તુટતી જતી હતી, , થોડી થોડીવારે લગભગ અભાનવસ્થામાં સરી પડતા હતા ત્યારે એમને સચેત કરવા પૂછીએ ,” બામામાના ઘરનો ટેલીફોન નંબર?” અને શ્વાસ ભલે અટકી અટકીને ચાલતા હતા પણ  એ તદ્દન અભાનાવસ્થામાં પણ એકવાર અટક્યા વગર સડસડાટ નંબર બોલી જતા!!

 શબ્દમાંથી સ્પર્શ સંવાદ મૌન અને હવે આ સ્મૃતિની વાતોનો ખજાનો જેમ જેમ ખુલશે તેમ કંઈક અવનવું જાણવા મળશે . ખરી વાત ને મિત્રો ?

રાજુલ કૌશિક
ઈમેઈલઃ
rajul54@yahoo.com

Advertisements

4 thoughts on “પત્રાવળી ૪૨-

 1. તદન સાચી વાત છે રાજુલબેન, એક ઘટનાની યાદ સાથે જોડાયેલી સ્મૃતિ બીજી અનેક યાદોને તાજી કરતી જાય. આપણે એ યાદોની માળામાં મોતી પરોવતા જ જઈએ છીએ અને એ મીઠી યાદો પ્યારી લાગે છે.
  ગઈ કાલે મારા બાપજીનું શ્રાદ્ધ હતું અને રાત્રે મારા બાને ઘરે અમારા પરિવારના બધા સદસ્ય ભેગા થયા હતા. નાના મોટા બધા બાળકો એક રુમમાં રમતા હતા અને તેમાંથી એક જણ વાઈ ફાઈનો નંબર પુછવા આવ્યો કારણ ફોનમાં ગેમ રમવી છે એટલે બધી બહેનોની ચર્ચા ચાલુ થઈ અને આપણા સમયમાં આપણે જે રમતો રમતા હતા તેને યાદ કરી સ્મૃતિ તાજી થઈ અને બધીજ રમતો યાદ આવી ગઈ બાળપણની એ રમતો કેટલી સરસ હતી, મગજ અને શરીર બંનેની કસરત થતી હતી અને સાથે સાથે પ્રેમભાવ પણ વધતો હતો. અત્યારે તો નાના મોટા બધાજ બાળકો ફોનની અંદર પોતાનામા જ વ્યસ્ત હોય છે. એ રમતો આજે એ એક સ્વપ્ન જેવું લાગે છે. જો બાળકોને આ વાત કરીએ તો તે હસી કાઢે, કારણ તેમણે આવી રમતો ક્યારેય જોઈ નથી.

  Liked by 4 people

 2. ‘પત્ર-ટપાલ મોકલશે અને વળતી ક્ષણે જ પત્ર મળી જશે એ કલ્પના હકીકત બની જ રહી છે ને!” આપની વાતે સ્મૃતિની દેન-
  પત્રો લખવાના જમાનામાં અમારા પપ્પાજી વચ્ચે વિવિધ વિષયો પર ઘણો પત્રવ્યવહાર થતો અને સ્થિતિ એ હતી કે મારે કઈં સ્વતંત્ર લખવું હોય તો પણ ઉપર પહેલાં “પ પૂ પપ્પાજી” એમ ન લખું તો પેન જ ન ચાલે ! તેમના વાક્ય મનમાં અનુભવાય ! મસ્તિષ્ક આ ભાવનાત્મક ઘટનાઓની સૂચનાઓ એકત્ર કરે છે, તેથી કહેવામાં આવે છે કે આ ભાવનાત્મક સ્મૃતિમાં પોતાનું યોગદાન આપે છે.
  આપની ‘ ઈલેક્ટ્રોનિક્સ પત્ર-વ્યહવાર ‘ વાતે સ્મૃતિ – ઇ-મેઇલ આપણે ધારીએ છીએ એટલા પર્યાવરણના સંરક્ષક નથી. એમબીના ઇ-મેઇલથી ૧૯ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે !
  ‘…આ સ્મૃતિની વાતોનો ખજાનો…કોઈએ કહેલી કડવી કે મીઠી વાત આપણી સ્મૃતિમાં સંઘરાઈ જાય છે. આપણા સંબંધોને એક આકાર આપવામાં પણ ભાગ ભજવે છે.સામુદાયિક સ્મૃતિઓ હોય એવા લોકોનું જૂથ પોતાની પ્રતિક્રિયાના મૂળમા હોય છે.સામુદાયિક સ્મૃતિ, વ્યક્તિગત સ્મૃતિ, આપણું પૃથક્કરણ અને આપણી ટેવો માત્ર એક કાળ પૂરતાં મર્યાદિત નથી રહેતાં. એ પેઢીઓને વારસામાં મળે છે.

  Liked by 5 people

 3. ગીજુભાઈ અને દેવિકાબેનના દાદીમાએ તો ઘરની ભેંસોનું દૂધ ઘેર વલોવી, એ માખણનું ચોખ્ખું ઘી ખાધેલ એટલે એમની સ્મૃતિ આટલી તેજ હતી! વળી ભાગાકારો અને ગુણાકારો યાદ કરવા મગજનું માખણ એમને મળતું’તું એ જૂદું! ગયા હપ્તામાં મેં લખેલ કે મારા એક મિત્ર એમના ઘરવાળાને પણ ઓળખી શકયા નો’તા! આવા મગજવાળા ભાવિમાં વધે તો નવાઈ નહિ!

  Liked by 3 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s