વાદળીનું ડૂસકું.

અછાંદસઃ
આભમાં અસ્તવ્યસ્ત પડેલાં વાદળ.
ઢગલે ઢગલા.
કેટકેટલી આકૃતિઓ?
મનગમતી અને અણગમતી..

 

બાળપણમાં એમાં સસલા અને મોર,

મા અને બાળક, રથ અને ઈશ્વર દેખાતાં.

એ આકારોમાં આજે આ  શું દેખાય છે?

દાઢી વધારેલા, જાતજાતના યોદ્ધાઓ,

બંદૂકો, તોપો અને તલવારો.

ઘવાઈને પડેલાં શબની હારમાળા!!

ઓહ..ઓહ..

જેમ આકાશનું સાગરમાં,

 તેમ આ પૃથ્વીનું પ્રતિબિંબ હશે.

સાંપ્રત પરિસ્થિતિઓનું ?!

વિચારું એ પહેલાં તો,

દૂર એક આછી પાતળી વાદળી દેખાઈ.

કલ્પનામાં  વિષાદભીની કલમ  સળવળી.

પણ એની ધાર ધ્રૂજતી  શાને?

પાણી વગરનાં ઠાલાં દોડતાં વાદળ જોઈને,

કદાચ કલમને ગળે ડૂમો ભરાતાં,

ડૂસકું લીધું હશે!!

 

3 thoughts on “વાદળીનું ડૂસકું.

Leave a comment