પત્રાવળી-૨૬

રવિવારની સવાર…
પત્રયાત્રીઓ,
અત્યાર સુધીમાં તો શબ્દ થાકી જાય એટલો એને વાગોળ્યો અને પંપાળ્યો, નહિ? એટલે આજે તો થયું, થોડી મૌન રહું ! એટલે કે મૌન વિશે વાત કરું!! પણ મિત્રો મારાં, આટલું વિચારું ત્યાં તો શબ્દો સ્વયંભૂ બનીને પોતે આવીને નાચવા માંડયા. ભમરાઓની જેમ ગુનગુન ગુનગુન કરવા મંડી પડયા. છેવટે મારે એની વાતને કબૂલવી પડી, હાર માનવી પડી કે,

મૌનનો મહિમા ગાવો છે તારે પણ શબ્દો વિના તે કેમ ચાલે?
ભીતરના ભાવોને ગૂંથવાને માળા, ભાષા વિના તે કેમ ચાલે?

છતાં મૌનની ભાષા કેવી હોય છે એની એક વાત કરુ. થોડાં વખત પહેલાં વાંચવામાં આવ્યું હતું. નેટજગતનો વ્યાપ હવે એટલો બહોળો થઈ ગયો છે કે ક્યાં વાચ્યું હતું તે પણ  યાદ કરવું પડે છે!  ખૂબ જાણીતી વાત છે કદાચ તમે સૌ પણ જાણતા હશો. મિત્રો, વાત એમ હતી કે, એક નવજાત બાળકને કોઈકે જંગલમાં ફેંકી દીધું. મૂંગા  કૂતરાએ તે જોયું કે તરત બાળક પાસે જઈ તેની આસપાસ જાણે રક્ષણનું કવચ કરી શાંતિપૂર્વક બેસી ગયું. બેત્રણ દિવસ પછી માનવીનો પગરવ સંભળાતા કૂતરાએ તરત ભસવાનું શરુ કર્યું. એટલું નહિ માણસનું વસ્ત્ર ખેંચી બાળક તરફ ખેંચી ગયું. સદભાગ્યે તે વ્યક્તિ એક સંતાનવિહોણી સ્ત્રી હતી.બાળકને ઘેર લઈ આવી,નવડાવી ધોવડાવી,કપડાં પહેરાવી,દૂધ પીવડાવ્યું. કૂતરો બધું જોઈ રહ્યો હતો. ત્યાં બેસી રહ્યો. જરા યે ખસ્યો. છેવટે સ્ત્રીએ  ખુશી ખુશી બંનેને ઘરમાં રાખ્યાં, કદાચ કાયદેસર દત્તક લીધા. કેવી હ્રદયસ્પર્શી ઘટના!

એવો એક બીજો પ્રસંગ સાંભરે છે. વર્ષો વીત્યા, લગભગ ચાળીસેક વર્ષ પહેલાં અમે હરદ્વાર ગયાં હતાં.પાછા વળતાં,યાદ નથી, કોઈક સ્ટેશને ટ્રેઇનની રાહ જોતાં હતાં. સ્ટેશનનાચાય ગરમ, ચાય ગરમમસાલેદાર ચના ચોરગરમએવાં જાતજાતના કોલાહલની વચ્ચે વાંદરાઓના ટોળેટોળાં ચારેબાજુ ધમાચકડી મચાવતા હતાં. અમારે રાહ જોયા સિવાય કોઈ છૂટકો હતો. થોડીવારમાં ગાડીની  તીણી, લાંબી વ્હીસલ વાગી. પાટા પર કૂદતા બધા વાનરો આઘાપાછાં થઈ ગયા પણ તેમના બચ્ચાંઓ ત્યાંના ત્યાં. પણ ધસમસતી ગાડી પહોંચે અને બધાને રહેંસી નાંખે તે પહેલાં આંખના પલકારામાં, દરેક વાંદરા પોતપોતાના બચ્ચાંઓને સિફતપૂર્વક મોંમાં ઉંચકી ઝાડ પર ચડી ગયા ને કેટલાંક દૂર જતા રહ્યાં!  બોલો, કોઈએ કોઈને કશું કહેવું નથી પડયું. બધી વ્યવસ્થા જાણે આપમેળે,બોલ્યા વગર થઈ ગઈ. છે મૌનની ભાષા. પશુપંખીઓના અવાજ કે મૌનમાં પણ કેટકેટલા ભાવો પ્રગટ થાય છે?

 જૂના જમાનાની માતાઓના મૌનમાં અને કામમાં સમગ્ર વહાલ સમાતું અનુભવ્યું છે ને? ત્યારે ક્યાં કોઈલવ યુજેવાં શબ્દો સંભળાતા!! અને હૈયામાંથી નીકળતી મૌન પ્રાર્થનાની તો કંઈ કેટલી વાતો? આદરણીય કુન્દનિકાબેન કાપડિયાએ ખૂબ સુંદર વાત કહી છે કે, પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી મૌનપ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. મધર ટેરેસાએ પ આવી જ વાત કરી છે ને કે, મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. રવીન્દ્રનાથ ટાગોર પણ અહીં યાદ આવ્યા વગર કેમ રહે?. એમણે  પણ લખ્યું છે કે,પગમાં દોરી ગૂંચવાઈ ગઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી મૌનપણે,બેસીને ધીરજથી ઉકેલવી જોઈએ.

મિત્રો, આવા સુવિચારો મૌનમાંથી  જ પ્રગટતા હશે ને?   આમ, નબળી દલીલો કરતાં મૌન વિશેષ વજનદાર છે એ વાત તો એકદમ પાક્કી જ. પણ છતાં, અનુભૂતિઓને વહેંચવા માટે જરૂર પડે છે શબ્દોની..કોઈપણ સ્વરૂપે.

રાજુલબેન, તમે તો ફિલ્મોના રીવ્યુ લખો છો ને સંવાદ વગર જ બનાવાતા દ્રશ્યો ઘણીવાર કેટલું બધું કહી જાય છે, નહિ? અને પ્રીતિબેન તો વિશ્વના પ્રવાસમાંથી મૌનપણે ઘણું યે આવું જોઈને માણતા હશે. બરાબર ને?

 આના સંદર્ભમાં આપણા માનીતા કવયિત્રી લતાબેન હિરાણીની એક કવિતા યાદ આવી.

હું ને મારા શબ્દો
બેઠાં સામસામે
હળવે હળવે રેલાઈ હૂંફ
ઉઘડ્યું અજવાળું
વાત જરાય માંડી ન
તી
બસ આંખ મળી
ને થયું ભળભાંખળું.
એક આકાર વચ્ચે વહ્યો
તો સ્વરન વ્યંજન
પણ સંવાદ પથરાયો હળુહળુ.
ખ ર ર ર
ખર્યુ અંધારું
ને હળવેકથી આવ્યું આકાશ
અમને લઈને ઊડયું
,
ભીના વાદળો વચ્ચે
હીંચીએ હવે
હું ને મારા શબ્દો
………… 

 શ્રી શિવદેવ માનહંસની કવિતાના થોડાં નીચેના શબ્દો પણ આ જ વાતનું સમર્થન કરે છે કે,

પ્રેમ કેવળ મૌનની ભાષા જાણે છે.
એના તમામ ધ્વનિ
એના તમામ શબ્દો
એના વાક્યો
પ્રારંભે છે મૌનથી
અને
અનંત પામે છે મૌનમાં.– 
શિવ દેવ માનહંસ (ભાષા: ડોગરી)

 (અનુવાદ: બાલકૃષ્ણ સોલંકી)

પ્રત્યુત્તરની રાહમાં…..

દેવિકા ધ્રુવ

 

Advertisements

15 thoughts on “પત્રાવળી-૨૬

 1. મૌનમ પરમ ભૂષણમ- એમ અમસ્તુજ ઋષિમુનિઓએ નથી કહ્યું. માત્ર કહ્યુંજ નથી અપનાવ્યું પણ છે. એ મૌનજ એમની પરમ શક્તિ બની, સાધના બની અને એ સિધ્દાધિન વરદાન સ્વરુપ બને માનવકલ્યાણ માટે શબ્દ રૂપે જગતમાં અવતરી.

  Liked by 2 people

 2. દેવિકાબેન બહુજ સરસ !
  મનની અંદર ચાલતા વિચારો, આપણા ભાવ, જે કંઈ બીજાને કહેવું છે તે શબ્દ દ્વારા જ બોલીએ છીએ.જયાં સુધી વિચારો છે શબ્દનું સર્જન રચાતુ જ રહે છે. મન એક ક્ષણ પણ વિચાર કર્યા વીના રહી શકતું નથી. આપણે કંઈ પણ બોલીએ નહી છતાં પણ શબ્દનો પ્રવાહ મનની અંદર સતત વહેતો જ રહે છે. શબ્દ છે માટે વાણી છે. વાણી બોલીને કે બોલ્યા વીના રજુ કરીએ છીએ માટેજ વેદોએ વાણીને અલગ અલગ ચાર નામ આપ્યા છે.
  મૌનમાં શબ્દો છે પરંતુ તેને આંખ કે હાવભાવથી સમજવાના છે.ઘણી વખત કોઈ હાવભાવ પણ નથી. મૌન ઘણું બધુ સમજાવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ભાવ છે, શબ્દ છે, આપણે મૌન છીએ છતાં પણ તેમાં કેટલી બધી શક્તિ સમાએલી છે.

  Liked by 1 person

 3. મૌનને સાંભળવા માટે કાન અને આંખ જોઈએ. મારી એક કવિતાની પંક્તિઓ અહીં લખ્યા વગર રહી શકતી નથી.
  “મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી,
  કશું કહેવાની ક્યાં જરુર, અનુભવી છે કદી?
  કીડીઓ ની ચાલતી હાર નિહાળતું બાળ,
  વાંચ્યુ છે કુતૂહલ આંખમાં એની કદી?
  આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયું,
  મલકતાં એ મૌનની મોંઘેરી મિરાત જાણી છે કદી?
  ખરબચડાં હથ વરસાવે વહાલ તમ શિરે,
  શબ્દ બને મૌન, એ મમતા પામીછે કદી?
  મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?

  Liked by 2 people

 4. Prashant Munshaw
  To Devika Dhruva Today at 8:02 AM
  પ્રિય દેવિકાબેન,
  તમારી આજની પત્રાવળીએ તો મને સાવ મૌન જ કરી દીધો.
  ભાષા પરનું પ્રભુત્વ મૌન દ્વારા મેળવવું એજ આકરી પરિક્ષા છે.
  મૌનનું મહત્વ નિઃશબ્દ રીતે જે સમજી શકે તે જ મહાત્મા થઈ. શકે. ગાંધીજીનો દાખલો આપણી સમક્ષ છે.
  પ્રશાંત મુન્શા.

  તાક. તમારી wordpressની વેબસાઇટ પર ટીપ્પણીમાં ઉમેરીવાનુ ફાવ્યું નહીં.

  Liked by 1 person

 5. અનિલાબેને મૌનમ પરમ ભૂષણમ કહ્યું અને પ્રગ્નાજુએ मौनंम् सर्वार्थसाधनम्। બુધ્ધ અને મહાવીર બન્ને જણાએ અસંખ્ય વર્ષો સુધી મૌન સાધના કરી , કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, આદી શંકરાચાર્યજીએ ઉપનિષદમાં મૌન સાધના પર ગુરુ શિષ્ય સંવાદ દ્વારા ઘણું કહેલ છે. દેવિકાબેનની વાત પશુ પક્ષીને તો પોતાની લાગણી,સંવેદના વ્યક્ત કરવા મૌન જ ભાષા છે. મનુષ્યને ઈશ્વરે બુધ્ધિ આપી છે જેના દ્વારા મનમાં ઉદભવેલ લાગણી, સંવેદનાને બુધ્ધિપુર્વક યોગ્ય ભાષામાં વ્યક્ત કરી શકે છે. પ્રેમની ભાષા મૌન તો મૌન જ આ સાથે મે લખેલ કાવ્ય
  પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,

  વનવગડાનાં ફૂલ ફૂલમાં
  મૌન પ્રસરતું ભૂલ ભૂલમાં,
  પાન-પાનમાં, ડાળ-ડાળમાં
  મહેક વસંતી ઝૂલ ઝૂલમાં

  તુંય ઝૂલી લે એમ…
  પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,

  જેમ મજાનાં ઝરણાં આવે,
  જેમ ઉછળતાં હરણાં આવે,
  હાથ હવાનો ઝાલી લઈને,
  જેમ વૃક્ષનાં તરણાં આવે

  તુંય આવને એમ….
  પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ,

  પારેવાનું ઘૂ-ઘૂ લઈને
  કોકીલનું કૂ-કૂ-કૂ લઈને
  વરસાદી ઝરમરની પાસે,
  મયૂરનું થનગનવું લઈને,

  લઈ હૃદિયાની નેમ,
  પ્રેમ કરી લે પ્રેમ રે મનવા પ્રેમ કરી લે પ્રેમ.

  Liked by 2 people

 6. દેવિકાબેન. મૌન કહો કે અબોલ પ્રાણીની ભાષા કહો. પણ સાંજના સમયે ગોરજટાણે પાછી ફરતી ગાય જે ઉત્સુકતાથી વાછરડાને ચાટેછે કે અકસ્માત મૃત્યુ પામેલા વાછરડાના ખાલી ખીલાને સુંધીને ભાંભરડા નાખે એ કોઇ માતાના રુદનથી કમ નથી હોતા. આ જોયેલું છે. કુતરા કે બિલાડી જેવા પ્રાણીની ખોરાક માટેની યાચના એ નાના બાળકના ખોરાક માટેના રુદન જેવું લાગે. તો કુતરુ આપણા ભયને બરાબર પારખે છે. પાછળ પડેલા કુતરાને જોઇને દોડો તો એ તમારો પીછો કરશે.પણ ભય પામ્યા વિના ઉભા રહો તો એ પણ ઉભૂ રહી જશે. જંગલી ગાયો જેવા પ્રાણી .હરણા,જીરાફ ,જીબ્રા જેવા પ્રાણી કે જે વાધસિંહજેવા પ્રાણીઓના હિટલિસ્ટપર હોય. એમાતાઓ બચ્ચુ જન્મે ત્યારે એને લાત મારીને ઉભૂ કરે છે. કારણકે જીવતા રહેવા માટે પોતાના પગ પર ઉભુ રહેવું એ પહેલી શરત. એટલે ખાતા શીખે એ પહેલા એને ઉભૂ થતા ને દોડતા શીખવાનું છે. એની લાતમાં ય વહાલ છે. જેઆપણને સમજતા વાર લાગે

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s