પત્રાવળી ૨૪ ( વાચકોના પત્રો )

રવિવારની સવાર

સાન ડિયાગો, કેલીફોર્નિયા-નિવાસી અને http://www.vinodvihar75.wordpress.com પર લખતા રહેતા
શ્રી વિનોદભાઈ પટેલ લખે છેઃ

મિત્રો,

‘’શબ્દ’’ વિષે થોડા શબ્દો …..

કાના માતર વિનાના અઢી અક્ષરના શબ્દ શબ્દઉપર મનન કરતાં મારા મનમાં ઉદભવેલ વિચારોને મારા શબ્દોમાં વિસ્તારીને નીચેના શબ્દોમાં પ્રસ્તુત કરું છું.

રોજે રોજ લોકો દ્વારા કોણ જાણે કેટકેટલા શબ્દો બોલાતા કે લખાતા હશે એનો અંદાઝ મેળવવો અશક્ય છે. જગતના કરોડો લોકોના મનમાં જે શબ્દોએ જન્મ લીધો હતો એ શબ્દો વાક્યો બનીને એમના લેખો અને પુસ્તકોમાં સંગ્રહ પામીને પુસ્તકાલયોમાં કેદ બનીને સદીઓથી પડેલા છે. લેખકોના વિચાર વલોણામાં વિચારો રૂપી દહીં વલોવાઈને શબ્દોનું જે માખણ બને છે એનું નામ જ સાહિત્ય. જગતનો સૌથી નાનામાં નાનો અને જેનો અર્થ વિસ્તાર કરવા પુસ્તકો પણ ઓછાં પડે એવો જો કોઈ એક શબ્દ હોય તો એ શબ્દ છે મા.

બ્રહ્માને સર્જનના દેવ કહેવામાં આવે છે અને એટલે જ કદાચ વિવિધ સાહિત્યનું સર્જન કરનાર શબ્દને ‘’શબ્દ બ્રહ્મ’’ નું નામ અપાયું હશે. શબ્દ એટલે વાચાવાણી. દરેકના હૃદયમનમાં ચાલતા વિચારોનો શબ્દ પડઘો પાડે છે. શબ્દ એ માનવ જાતને જન્મ સાથે જ ભગવાને આપેલી અણમોલ ભેટ છે. જન્મથી જ તમે જે બોલો છો એ શબ્દ તમારી પહેચાન બની જાય છે. શબ્દની કિંમત કેટલી હોય છે એ કોઈ મૂક કે બધિર ભાઈને નિહાળવાથી સમજાય છે.

એક સરસ અરબી કહેવત છે કે નહીં બોલાયેલો શબ્દ તમારો ગુલામ છે જ્યારે બોલાયેલો શબ્દ તમારો માલિક .બીજી એક શબ્દ અંગેની ચીની કહેવત છે કે બે વસ્તુ નબળાઈની એંધાણી છે : જ્યારે બોલવું ઉચિત હોય ત્યારે મૂંગા રહેવું અને જ્યાં મૌન ઉચિત હોય ત્યારે બોલી નાખવું.શબ્દોમાં અપાર શક્તિ પડેલી હોય છે.કોઈ વક્તા દ્વારા વપરાયેલા સુંદર શબ્દો લોકોને પ્રેરણા બનીને જીવન પલ્ટો કરાવી શકે છે. કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવનને વધુ સારી રીતે જીવવા માટે પોરસ ચડાવે છે જ્યારે અયોગ્ય ટીકા કે નિંદા સંબંધોમાં તિરાડ પાડે છે. કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે. કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે  છે જ્યારે કેટલાકના શબ્દો એની સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે. એનો ઉપયોગ બહું જ સાવધાનીથી કરવા જેવો છે.

વિનોદ પટેલ, સાન ડીયેગો

*********************************************************************

(2) ગુજરાતી પ્રતિભા પરિચય કરાવનાર અને https://sureshbjani.wordpress.com/ પર ઘણાં વર્ષોથી સાહિત્યના અજવાળાં પાથરતા રહેતા આદરણીય શ્રી સુરેશભાઈ જાની લખે છે કેઃ

મિત્રો,

છેલ્લા તેર  ચૌદ વર્ષમાં નેટ ઉપર ગુજરાતી સાહિત્ય ઘણું ખેડાયું છે. પ્રિન્ટ મિડિયા અને એની પહેલાં હસ્તપ્રતોમાં તો સદીઓથી ખેડાતું આવ્યું છે. પણ સઘળાનો પાયો   શબ્દ છે, અને શબ્દનો પાયો લીપી છે. એટલે તો  સિદ્ધહસ્ત સાહિત્યકારોશબ્દના સ્વામીતરીકે બહુમાન પામે છે. પણ એકલો અટૂલો શબ્દ બિચારો શું કરે? બહુ બહુ તોઅરેરે!’, ‘અહો!’, ‘વાહ!’ જેવી  કોઈક લાગણી વ્યક્ત કરી શકે. અથવા વાર્તામાં કોઈ પાત્ર એકાક્ષરી જવાબહા’,  ‘ના’ ‘ઠીકવિ. રીતે આપી શકે. કોઈક વખત મુગ્ધાવસ્થાના નિષ્ફળ પ્રણયના અંતે, છેલ્લો પ્રેમ પત્ર લખતી પ્રેમિકા કે પ્રેમી લાગણીઓના ડૂમાના ઓથાર હેઠળ  કશું લખી શકે અને કોરા કાગળમાં સૂકાયેલાં આંસુઓના ડાઘા માત્ર એના કાળાડિબાંગ ચિત્તની  ચાડી ખાય.એક પણ શબ્દ વિના લાગણીની અભિવ્યક્તિ ઉપસી આવે.

      બે ચાર શબ્દો ભેગા કરીએ તો વ્યાકરણની ભાષામાંશબ્દ સમૂહબને પણ એનું સાહિત્ય હોય ખરું?!  કદીક વાર્તાકાર કોઈક વાતનો ભાર દર્શાવવા આમ લખેઘોર અંધારી, કાજળ કાળી રાત ….’ કે પછીફૂલ ગુલાબી વાસંતી વાયરાની લહેરમાં….’ અને વાક્યના બાકીના ભાગ માટે વાચકને સ્વૈર વિહાર કરવા દે ! પણ એનો વપરાશ અત્યંત સીમિત ને?

     સિવાય એકલા અટૂલા શબ્દની ખાસ  હસ્તી ખરી કે?  

     જો કે, છેક એમ નથી. લલિત સાહિત્યમાંના શબ્દો માનવ મનની લાગણીઓ અને સંવેદનાઓનાં  દર્પણ  ભલે હોય; એમની પોતાની પણ હસ્તી તો છે ને? લો નેશબ્દકોષના થોથાં ઉથલાવોએમની સેના સેવા માટે તત્પર ખડી હોય છે ! એમાં ડૂબેલા રહેતા રસિક જણ પણ હોય છે.

  તો આવા રસિયાઓની પ્યાસ બુઝાવવાનો નાનકડો પ્રયાસ છે. સાહિત્યથી અલગકેવળ શબ્દની રમતો

. વ્યુત્પત્તિ

શબ્દનું મૂળ ગોતવું નદીના મૂળ ગોતવા જેવું સાહસ છે. એમાં ભાષાશાસ્ત્રીઓને તો રસ હોય . પણ સામાન્ય માણસો પણ આવો રસ ધરાવતા હોય છે.
બે દાખલાભાયાણી સાહેબના પુસ્તકમાંથી
અંગૂછોઅંગ લુછવાનો કપડાનો ટુકડો  – સંસ્કૃતअन्गोच्छપ્રાકૃતઅંગપુન્છય

અને….
સૌના મોંમાં રસના શેરડા  વહેવડાવે તેવો, સત્યનારાયણનો લસલસતો શીરો મૂળે ઈરાનની વાનગી છેફારસી શબ્દ !

. સમાનાર્થી શબ્દો

પાણી, નીર, જળ, અંબુ, ઉદક, વારિ

અનેકાર્થી શબ્દો

કોણ ( પ્રશ્ન કે  ખુણો?) , ગણ ( આંકડા કે શિવજીના?), ગયા ( ગયા ગયા?! ), ગોળ (ભુમિતિનો કે ખાવાનો?), જાન ( લઈ લીધો , ….. કન્યાને ઘેર પહોંચી )

. વિરોધાર્થી શબ્દો

સદઅસદમિલનવિદાય, સર્જનવિસર્જન, ઊંચુંનીચું  વિ. વિ.

. અર્થનો અનર્થ

     પૂજ્ય ગાંધીજીએ સમાજના છેવાડાના અંત્યજોને બહુમાન આપવાહરિજનશબ્દનો પ્રયોગ શરૂ કર્યો . તેમના સામાયિકનું નામ એના પરથી રાખ્યું. પણએમના હતા હતામાં તિરસ્કાર વાચક શબ્દ બની ગયો.

   ‘નબીરો’ –   શબ્દ પુત્ર, પૌત્ર કે એવા સંતાન માટે છે. શબ્દકોશ પ્રમાણે એનો એક અર્થ તો  ‘ભાગ્યશાળીપણ થાય છે. પણ આપણે કોઈનેનબીરોકહીએ તો ગાળ જેવું કેમ લાગે છે?!

   આવી શબ્દ રમતોમાં રસ ધરાવતા સૌને વંદન

સુરેશ જાની

9 thoughts on “પત્રાવળી ૨૪ ( વાચકોના પત્રો )

 1. રવિવારની સવારે પત્રાવલીમા બ્લોગ જગતના ત્રણેય પ્રેરણામૂર્તિના દર્શન થયા.ચિ સુજા બ્લોગ નિવૃતિની વાતે મા. વિનોદભાઇનો દાખલો આપે અને મોટીબેન કહેતા કાન પણ આમળે! અને સર્વોદયી જુ’ભાઇ જેવું આદર્શ જીવન નું આકર્ષણ રહેતું તે તેમના લખાણોમાંથી માણ્યું.બાકી કોઇ કોઈની નફરતમાં ય બ્લોગ જગતમા રહેવા, ટકી રહેવાનું એક કારણ મળી રહે છે.!
  ‘’શબ્દ’’ વિષે વાત કરતા યાદ આવે…
  ખલિલ જિબ્રાનની એક વાર્તા …: એક સ્ત્રીએ પુરુષને કહ્યું, ‘હું તને પ્રેમ કરું છું.’ પુરુષે કહ્યું, ‘તારો પ્રેમ મારું સૌભાગ્ય છે.’ સ્ત્રીએ પૂછ્યું, ‘તું મને પ્રેમ નથી કરતો?’ પુરુષ કશું ન બોલ્યો અને ટકટકી લગાવી જોતો રહ્યો. સ્ત્રી જોરથી ચિલ્લાઈ, ‘હું તને નફરત કરું છું.’ પુરુષે કહ્યું, ‘તારી નફરત મારું સૌભાગ્ય છે.’
  તેઓની આ વાત- હડકાયા શ્વાનની સામે જૈન ધર્મની જીવદયાનો મંત્રોચ્ચાર કરો તો કૂતરું પીંડીએ કરડીને પછી બાવડે બચકાં ભરે ત્યાં કિશનનું-‘ યુદ્ધસ્વ’!

  Liked by 3 people

 2. બોલવામાં દરોજ આપણે કેટલા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એ આપણને બિલકુલ ખ્યાલ નથી. ઘણી વખત બોલેલા શબ્દો કરતા પણ જે શબ્દો હોઠ સુધી પહોંચ્યા ન હોય તે શબ્દો પણ ઘણા બધા હોય છે. આપણે જાગતા અને ઉંઘતાં પણ સતત બોલ્યા જ કરીએ છીએ, કેટલા બધા શબ્દો જેની કોઈ ગણતરી નથી !
  મૌન એ વાણીનું તપ છે તો સતત મનની અંદર શબ્દો બોલાતા હોય તો મનનું તપ કયાં ગયું ?
  શબ્દની હારમાળા એવી છે જે જીવન પુરુ થાય ત્યાં સુધી આપણે સતત ગુથતા જ રહીએ છીએ.આમાંથી જો અેકજ એવો પતિત પાવન શબ્દ પસંદ કરીને હારમાળામાં પરોવતા રહીએ તો મનની તપસ્યા પુરી થઈ જાય .

  Liked by 2 people

 3. શબ્દો સાથે સંકળાય મિત્રોને મારે એક ખાસ વાત કરવી છે જો તેઓ આ વાતથી અજાણ હશે તો વિનોદભાઈનુ આજનું આ લખાણ અને એઓ એક હાથે કેવી રીતે લખી શકે છે એ જાણી એમના પ્રત્યે વધુ મિત્રભાવ જગાડશે. સુજા તો આ જાણે છે અને કદાચ અન્ય મિત્રો જેઓ આ સત્ય હકિકત જાણતા નથી એઓ જાણશે ત્યારે આજનો એમનો આ લેખ વધારે માણશે. બાળપણમાં પોલીઓના ભોગે એઓ એક હાથે લખતા થઈ, વેબ સાઈટ બનાવી, વેબ વર્લ્ડમાં પ્રખ્યાતી પણ મેળવી ચુક્યા છે એ એક આશ્ચર્યજનક નથી? આજની એમની પત્રાવલી અહિ સુધી પહોચી છે એ શું કહી જાય છે? હિમ્મ્તે મર્દા તો મદદે ખુદા. વિનોદભાઈ મારા મસહી ભાઈ ( મારા માતુશ્રી અને વિનોદભાઈના માતુશ્રી બે મામા પક્ષે બહેનો થાય) એટલે એમના વિશે આ બધુ જાણું છું. મારી સ્વ. પત્ની નિયંતિકાપર વિનોદભાઈના માતુશ્રીના ચાર હાથ હતા એ અત્રે યાદ આવી જાય છે. વિનોદભાઈના મોટા દિકરાનું લગ્ન હ્યુસ્ટનમાં થયું છે.

  Liked by 4 people

  • ચિમનભાઈ,
   વિનોદભાઈ એક જાણીતા સાહિત્યકાર છે એ સૌ જાણે છે પરંતુ આજે એમના વિષે બહુ સરસ માહિતી બધા સાથે શેર કરી આભાર.
   ખુબજ ગૌરવની વાત છે, વિનોદભાઈની હિંમત અને તેમનો જોશ ! તેમને ધન્યવાદ છે. બસ આમ લખતા રહે એજ શુભેચ્છા .

   Liked by 3 people

 4. દેવિકાબેન બધાને શબ્દ સાથે ગમ્મત કરતા જોઇ મને પણ યાદ આવ્યું. કેટલાક શબ્દો.જેમ કે પાડો એટલે આખલો ને પાડો એટલે પાડવું. ગાય એટલે ગાવું ને ગાય એટલે પ્રાણી ને અંગ્રેજીમાં વ્યકિત. ચાલ એટલે ચાલવું ને ચાલ એટલે છળકપટ કે બાજી. ભાત એટલે ડિઝાઇન ને ભાત એટલે ચોખા. એજ રીતે એક ભાષામાં સારો ગણાતો શબ્દ બીજી ભાષામાં એનો અર્થ ખરાબ પણ થાય. અંગ્રેજીમાં ‘હાય કે હલ્લો ‘ આવકારદાયક ગણાય પણ ગુજરાતીમાં તમે એનો અર્થ જાણો જછો.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s