પત્રાવળી ૨૩ 

રવિવારની સવાર

 કેમ છો, મિત્રો?

પત્રાવળીના સાપ્તાહિક વહેણમાં કલ્પનોનો પ્રવાહ કેવો પુષ્ટ થયો છે, નહીં? નાનપણના અનુભવો અને સંદર્ભોથી થયેલી શરૂઆત પછી, હવે જાણે પ્રગલ્ભ ચેતનાના સ્તરે આપણા વિચારો વહી રહ્યા છે. લાગે છે ને, કે દરેક પત્રમાં કલ્પનની મૌલિકતા છતી થતી રહી છે?

છેક રોહિતભાઈના પત્રમાંના કાળશબ્દનો એક વધારે સંદર્ભ યાદ આવે છે – કાળ-વૈશાખી”. બંગાળમાં વપરાતો આ શબ્દ-પ્રયોગ છે, તેથી ઉચ્ચાર થાય છે કાલ-બોઇશાખી”. વૈશાખ મહિનામાં નવું વર્ષ શરૂ થાય, અને સાથે ખૂબ વરસાદ પણ આવે, અને પ્રચંડ ગાજવીજને લીધે એ જાણે ભયાનક ને વિકરાળ બને. એકદમ અસરકારક નથી લાગતા આ શબ્દો?

વાચકોએ લખેલા પત્રો પરથી તો જણાઈ જ આવે છે, કે કેટલો રસ લીધો છે આ શ્રેણી માટે. દેવિકાબેને આખી બારાખડીના દરેક અક્ષર પર લખેલાં કાવ્યોનાં ઉલ્લેખ અને ઉદાહરણ દ્વારા એક ચમત્કૃત મૌલિકતા દર્શાવી દીધી, ને રાજુલબેને શબ્દો કેવી રીતે ભાષાને અલંકૃત કરે છે, તેનાં કાવ્યમય અવતરણ મૂકીને જાણે આપણાં સંવેદનોને જગવી દીધાં.

કૃષ્ણકાંત ઉનડકટનું લખાણ તો ખૂબ વજનદાર છે, અને હાથ-વણાટના પોત જેવું ઘટ્ટ છે. પહેલી નજરે કદાચ એનું સ્વરૂપ લેખનું લાગે, પણ એને ધ્યાનથી અને ધીરજથી વાંચીએ ત્યારે દેખાય છે કે આમ તો શરૂઆતથી જ એમણે વાચકોને ઉદ્દેશ્યા છે, અને છેલ્લે શબ્દો દ્વારા જ વાચકો સુધી પહોંચાય છે, તેમ પણ કહ્યું છે.

ઉપરાંત, શબ્દોના મહિમા અને શબ્દોના મહત્ત્વ પ્રત્યે દરેક જણે સભાન રહેવું જોઈએ, તે એમણે બહુ કાવ્યમય ભાષામાં દર્શાવ્યું છે. શબ્દોને હું પૂજાની સામગ્રીની જેમ વાપરું છું”, જેવી એમની ઉક્તિ એમના અંગત ઊંડાણ સુધી આપણને લઈ જાય છે.

આ સાહિત્યિક રજુઆત પછી જુગલકિશોરભાઈનો પત્ર શબ્દનું જુદું જ પાસું નથી ખોલી આપતો? એમણે તો કથનરીતિની સાવ આગવી યુક્તિ વાપરી છે. પત્રને આરંભે અને અંતે, બહુ જ મીઠી લાગે તેવી, તળપદી બોલી છે. એ શબ્દોના રૂપે તો જીવની અંદર, અને હોઠની ઉપર હરખ આણી દીધો! વચમાં છે સુષ્ઠુ ભાષા, ને એમાં યે પાછી છે લગ્નગીતોની મીઠાશ.

એમણે એક લોકગીતનાં ચાર વાક્ય મૂક્યાં, તો તે પરથી મનેય એવું એક લોકગીત યાદ આવી ગયું:

હરિ હરિ તી વનનો મોરલો, ગિરધારી રે; રાણી રાધા ડુંગે રમે ઢેલ, જીવન-વારિ રે,
મોટાં મોટાં માધવપર ગામડાં, ગિરધારી રે; મોટાં મોટાં માધવરાયનાં નામ, જીવન-વારિ રે.
કોઈ મલકના આદિવાસીઓના આ ગીતનો ઢાળ, અને એના પર થતા નાચના ઠમકા હજી યાદ છે, છતાં જુભાઈની જેમ જ, જરાક જીવ બળે, કે અરે, એ સમય તો ગયો ક્યાંયે દૂરે.

સમયનું સ્વરૂપ તો એવું બદલાઈ ગયું છે, કે હવે બધાંની પાસેથી બીલકુલ ટાઇમ નથી મળતોજેવા શબ્દો જ સાંભળવા મળ્યા કરે છે. જરા પણ ગંભીર કે અર્થસભર બાબત માટે હવે ક્યાંયે ધીરજ નથી હોતી. તમે શું માનો છો, મિત્રો?

હું તો માનું છું, કે આ દરેક પત્રના વાંચનની પ્રક્રિયા પણ એવી જ સક્રીય હોવી જોઈએ જેટલી એ લખવામાં નિરૂપાઈ હોય છે. એક જગ્યાએ બેસીને, લખાણ પર પૂરતું ધ્યાન આપીને, વાંચવાની પ્રવૃત્તિ કરનારાં હવે જૂનવાણી લાગતાં હશે કે શું?

—-

પ્રીતિ  સેનગુપ્તા       

 

Advertisements

11 thoughts on “પત્રાવળી ૨૩ 

 1. પત્રાવલી મારફત ઘેર બેઠાં બેઠાં વિવિધ દિશાઓથી વિવિધ વિચારો વાળી ટપાલો મળે ને નવા લેખકો ને લેખિકાઓની ઓળખાણ થાય અને એમના જ્ઞાનમાંથી આપણા જ્ઞાનમાં મફતમાં ઉમેરો થાય એવું આજ સુધી થયું હોય એવું મારા ધ્યાનમાં નથી! છતાં, આ મફતમાં મળતાં જેઓ એ મેળવવા સાહિત્યની સભાઓ માટે પૈસા ખર્ચી સભ્ય બને છતાં આ પ્રત્રાવલી જેવું તો ન મેળવી શકે હાં! ઘરકી મુરઘીના ના મળે મોલ!

  Liked by 3 people

 2. “બીલકુલ ટાઇમ નથી …’તો આજે પ્રતિભાવ માટે ટાઇમ………………………..
  મા ચીમનભાઇએ “चमन” के फूलમા …
  હવે જોઇએ ઘરના કેટલા પ્રતિભાવ આપે છે કે પછી,
  “ઘરકી મુરઘી……”
  અને આ ખાલી જગ્યામા શું આવે? તે ચર્ચામા વધારે પ્રતિભાવકો માનતા કે ‘દાળ બરોબર’ આવે પણ પ્રશ્ન થાય કે તુવેરની દાળ,મગની દાળ,ચણાની દાળ,અડદની દાળ ,ચોળાની દાળ,વાલની દાળ,મસૂરની દાળ,મઠની દાળ.. ? .એમ તો ન કહેવાય કે યે મુંહ ઔર દાલ મસૂરકી…!
  .ત્યાં આજે સવારે તેમણે જ જવાબ લખ્યો-‘ ના મળે મોલ!’ અને ગુંજે માંઈરી મૈને ગોવિંદ લીનો મોલ અને મુંજા મેરમ સહજાનંદજી અસાંજે મોલ અચીજા કે મુરઝાતા મોલ અને મનેખને મલકાવતો મેઘ
  તોલ મોલ કે બોલ…?‘ બોલ’…?.ફૂટબોલ: –બાસ્કેટ બોલ: – રગ્બી બોલ: – ક્રિકેટ બોલ: – ટેનિસ બોલ: – ગોલ્ફ બોલ: ? ત્યાં આજે ઉતર તેમણે જ આપ્યો
  ‘ના મળે મોલ! ‘
  ચર્ચામા અમારા ભત્રીજો કહે-‘મોલ : પદાર્થના દળ કે વજન અથવા જથ્થાને સંબંધિત કરવા માટે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સંકલ્પનાને મોલ કહેવામાં આવે છે.મોલ એક સંખ્યા છે, માટે તે એકમરહિત છે.મોલર દળ : 1 મોલ સંખ્યાના દળને મોલર દળ કહે છે. તેનો એકમ ગ્રામ/મોલ છે
  .આ વાત યોગ્ય લાગી- ‘ના મળે મોલ! ‘માટે…

  Liked by 2 people

  • પ્રજ્ઞાબેન, હંમેશની જેમ દર પત્રે, પત્રાવળી કરતાં પણ વધુ સુંદર,બૌધ્ધિક અને તાર્કિક પ્રતિભાવો આપવા બદલ દિલથી આનંદ અને આભાર પ્રગટ કરું છું. એક પત્ર તમારા વિશે લખવો છે!!

   Liked by 1 person

 3. ચીમનભાઈ અને પ્રજ્ઞાબેનના અભિપ્રાય ખરેખર વાંચતા આનંદ આવે છે. ચીમનભાઈની મીઠી રમુજ એમ કહીએ જ્ઞાન સાથે ગમ્મત અને પ્રજ્ઞાબેનની વાત નીરાલી છે, ઘણી વખત જે કૃતિ ઉપર ટીપણી આપતા હોય તો કૃતિ કરતા પણ તેમની કોમેંટનુ પલડુ ભારી હોય છે.

  Liked by 3 people

 4. પ્રીતિબેન સાવ સાચી વાત છે
  “પત્રના વાંચનની પ્રક્રિયા પણ એવી જ સક્રિય હોવી જોઈએ જેટલી એ લખવામાં નિરુપાઈ છે”
  લેખકની આંતરિક મનોભાવના સમજવા વાચકમાં પણ એટલી ધીરજ હોવી જોઈએ જે કદાચ આજની પેઢી પાસે નથી,માટે જ કદાચ ઉંડાણભર્યું સાહિત્ય કવિતા કે લોકગીતો લખવાનુ ઓછું થઈ ગયું છે.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s