પત્રાવળી-૨૧

રવિવારની સવાર…

પ્રિય મિત્રો,

આજે થોડાક શબ્દોથી તમને બધાને મળું છું. હું જે લખું છું તેના પરથી તમે મારા વ્યક્તિત્વનો આછેરો અંદાજ બાંધશો. કોણ કેવા શબ્દો વાપરે છે તેના પરથી તેની ઓળખ નક્કી થતી હોય છે. પોત પ્રકાશતું હોય છે. દાનત છતી થતી હોય છે. ઈરાદા વર્તાતા હોય છે. છેલ્લે તો માણસ જેવો હોય ને એવા શબ્દો એના મોઢેથી નીકળતા હોય છે, પેનમાંથી ટપકતા હોય છે અથવા તો કીબોર્ડની મદદથી સ્ક્રીન પર પડતા હોય છે. શબ્દો માણસની છાપ ક્રિએટ કરે છે. લેખકોનાં લખાણ પરથી વાચકો એક અભિપ્રાય બાંધતા હોય છે, વક્તાના બોલથી શ્રોતાઓ તેને માપતા હોય છે. માત્ર લેખકો કે વક્તાઓને લાગુ પડતું નથી. દરેક માણસને સ્પર્શે છે. આપણે કહીએ છીએને કે એની જીભ તો કુહાડા જેવી છે. જીભમાં ધાર કાઢવી કે જીભને સંવેદનાનો સ્પર્શ આપવો આપણે કેવા શબ્દો પસંદ કરીએ છીએ અને તેને કેવી રીતે રજૂ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. શબ્દો બોલવાના હોય છે, ફેંકવાના નથી હોતા. ઘણા લોકો શબ્દોના છુટ્ટા ઘા કરે છે. શબ્દોને તો તમે જેવો આકાર આપો એવા બની જાય. એને તીક્ષ્ણ પણ બનાવી શકો અને તાજગી પણ બક્ષી શકો.

મને ઘણી વાર વિચાર આવે છે કે શબ્દો સામૂહિક છે કે વ્યક્તિગત? મારી રીતે તેનો જવાબ મેળવવાનો પ્રયાસ કરું છું. બધા માટે શબ્દો તો આખરે છે જે શબ્દકોશમાં છે. શબ્દકોશના શબ્દો સામૂહિક છે. જ્યારે તમે તેને વાપરો ત્યારે વ્યક્તિગત બની જાય છે. તમારા બની જાય છે. બાયલાઇન બતાવે છે કે શબ્દો વ્યક્તિના છે. લખનાર એના માટે જવાબદાર છે. શબ્દોનો અર્થ પણ સમજનાર ઉપર આધાર રાખે છે. હું કહેવા કંઈ માગું અને તમે સમજો કંઈ તો એમાં શબ્દોનો કોઇ વાંક નથી હોતો. કાં તો હું સરખું સમજાવી શક્યો અને કાં તો તમે સમજી શક્યા. એક સરસ ક્વોટેશન યાદ આવે છે, હું જે લખું કે બોલું એના માટે હું જવાબદાર છું, તમે સમજો એના માટે નહીં. શબ્દો જે મતલબથી કહેવાયા હોય અર્થથી સમજાય તો ઘણી મુશ્કેલીઓ ઊભી થાય. આપણે બચાવ કરવો પડે કે મારો કહેવાનો મતલબ એવો હતો.

શબ્દોનું સૌંદર્ય જળવાવું જોઇએ. અયોગ્ય રીતે બોલાતા કે લખાતા શબ્દો શબ્દોનું અપમાન છે. શબ્દોની ગરિમા જાળવવાનું બધાને નથી આવડતું. આપણે જન્મીએ પછી અમુક સમય બાદ આપણને બોલતા આવડી જાય છે પણ શું બોલવું, કેવું બોલવું, ક્યારે બોલવું અને ક્યારે બોલવું ઘણી વખત આખી જિંદગી નથી આવડતું. અમુક લોકો લખે તો એવું થાય કે વાંચ્યા રાખીએ, બોલે તો એવું થાય કે સાંભળ્યા રાખીએ, બાકી તો એવું થાય કે હવે બંધ થાય તો સારું.

જેને શબ્દો વાપરતા આવડે છે સમજુ છે. ભણેલા હોય પણ શબ્દોના ઉપયોગમાં થાપ ખાઈ જતા હોય છે. આપણને ખુદને ઘણી વાર એવું થાય છે કે મારે આમ બોલવાની કે લખવાની જરૂર હતી. હવે સોશિયલ મીડિયાનો યુગ છે. દરરોજ લખાય છે. લાઈક મળે છે, કમેન્ટ્સ થાય છે અને સરવાળે લખનારો ઓળખાઈ જાય છે. શબ્દોને પણ શણગારી શકાય. શબ્દોનું બ્યુટીપાર્લર દરેકના દિલમાં હોય છે. આપણે શબ્દોને વાપરતા પહેલાં તૈયાર છે કે નહીં વિચારીએ છીએ? શબ્દોને તેજાબમાં બોળીને વાપરીએ ત્યારે કદાચ શબ્દોને પણ થોડીક બળતરા થતી હશે. એક બાળકની વાત યાદ આવે છે. એની મમ્મી એને રોજ ખિજાતી. કોઇ ને કોઇ બાબતે બેફામ બોલતી. એક વખત દીકરાએ બહુ સલુકાઇથી કહ્યું કે, મમ્મી તું મને ખીજા તેનો વાંધો નથી પણ પ્રેમથી ખીજા ને! આપણે શબ્દોને સારી રીતે વાપરી શકીએ. એના માટે પહેલા તો ખબર હોવી જોઇએ કે હું શબ્દોને સારી રીતે વાપરતો નથી. આપણને તો ખબર ક્યાં હોય છે?

હું કંઇ પણ લખતી વખતે એટલું ચોક્કસ વિચારું છું કે હું શબ્દો લખવા માટે પ્રામાણિક છું? લેખક પહેલા તો પોતાની જાત સાથે પ્રામાણિક હોવો જોઇએ. હું મારી સાથે પ્રામાણિક હોઉં તો વાચકો સાથે વફાદાર રહી શકું. જો હું પ્રામાણિક હોઉં તો શબ્દોના ઉપયોગ પાછળ રહેલો દંભ વર્તાઈ જવાનો છે. હૃદયમાંથી નીકળેલા શબ્દો હૃદય સુધી પહોંચે, બાકી તો અથડાઈને પાછા આવે. પડઘાની જેમ. પડઘા ક્યાંય પહોંચતા હોતા નથી. લખતી વખતે મારી આંખો થોડીકેય ભીની થાય તો વાચકની આંખમાં જરાક ભેજ વર્તાય. શબ્દોને હું પૂજાની સામગ્રીની જેમ વાપરું છું.

શબ્દો તો છે જે મને તમારા સુધી પહોંચાડે છે. હું તો મારા વાચકો માટે લખું છું. વાચકો લેખકને લેખક બનાવે છે. હું હંમેશાં કહું છું કે મારા માટે મારા વાચકો સર્વોપરી છે. તમને બધાને શબ્દોના સથવારે મળીને મજા આવી. આપણા શબ્દો અને આપણા સંબંધો સજીવન રહે સુંદર જિંદગી માટે જરૂરી છે.

પત્ર માટે પ્રેરનાર દેવિકાબેન ધ્રુવનો આભાર. આપ સહુને વંદનસહ શુભકામનાઓ. આવજો.

શબ્દપૂર્વક

કૃષ્ણકાંત ઉનડકટ,

મેગેઝિન એડિટર,

દિવ્ય ભાસ્કર,

અમદાવાદ.

e-mail : kkantu@gmail.com

Advertisements

13 thoughts on “પત્રાવળી-૨૧

 1. કૃષ્ણકાંતભાઇ, હું તો આપના શબ્દોનો-લખાણોનો પ્રશંસક છું. આપના ઘણાં લેખો મેં મેગેઝીનોમાંથી ફાડીને સાચવ્યા છે અને હવે કોમ્પ્યુટર વાપરતા આવડ્યું ત્યારથી ફાઈલમાં સેઇવ કરૂં છું.
  આજનો લેખ પણ ગમ્યો.
  નવીન બેન્કર

  Liked by 2 people

 2. જેને શબ્દો વાપરતા આવડે છે એ સમજુ છે. ભણેલા હોય એ પણ શબ્દોના ઉપયોગમાં થાપ ખાઈ જતા હોય છે. આપણને ખુદને ઘણી વાર એવું થાય છે કે મારે આમ બોલવાની કે લખવાની જરૂર ન હતી.
  ————
  માટે જ પ્રતિક્રમણનો મહિમા.

  Liked by 3 people

 3. કૃષ્ણકાંતભાઈ, શબ્દો માટે બહુજ સરસ સમજાવ્યું છે.
  શબ્દો જે ભાવથી બોલવામાં આવે અને દરેકની વાકછટા ઉપર સાંભળનારનુ રીએકશન થાય છે. ઘણું બોલે તેના કરતા કેવું અને કેટલું બોલે છે તે મહત્વનું છે. વાણીમાં શબ્દો સાથે જ્યારે મીઠાશ ભળે ત્યારે તે અમૃત સમી લાગે છે, મન કરે છે બસ સાંભળતા જ જાવ.

  Liked by 2 people

 4. મા. કૃષ્ણકાંતભાઈના સુંદર લેખ શબ્દની સુંદર સમજ-
  કેટલાક વાચકને આંજી નાખવા માટે ભપકાદાર શબ્દો વાપરવા, જોડીતોડીને પ્રાસ મેળવવા, શબ્દોની રમઝટ બોલાવી દેવી – આનાથી વાચક ઈમ્પ્રેસ થઈ જશે પણ એ ઝગમગાટ પાછળ તો શબ્દોના ઉપયોગ પાછળ રહેલો દંભ વર્તાઈ જ જવાનો
  केयूरा न विभूषयंति पुरुषं हारा न चन्द्रोज्वला
  न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजा।
  वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यति
  क्षीयन्ते खलु भूषणानि सततं वाक्भूषणं भूषणं॥
  આરંભ શબ્દ ‘ऊँ’ …
  दृष्टि स्थिरा यस्य विना सदृश्यं, वायुः
  स्थिरों यस्य विना प्रयत्नम्।
  चित्तं स्थिरं यस्य विनावलम्बम्,
  स ब्रह्म तारान्तरनादरुप॥

  Liked by 3 people

 5. નવીનભાઈ,સુરેશભાઈ,પ્રજ્ઞાબેન,હેમાબેન અને અન્ય સૌ વાચકોનો દિલથી આભાર.તમે વાંચો છો એ રીતે જ વાંચતા રહેશો,વંચાવતા રહેશો અને પત્રાવળીને પ્રોત્સાહિત કરી, કલમમાં બળ પૂરતા રહેજો.

  Like

 6. હું લગભગ કૃષ્ણકાંતભાઇના મોટાભાગના લેખ G+ અને FB.પરના વાંચુંજ છુ.મને એમની ભાષા, શબ્દો અને તર્ક બહુજ ગમે છે. આજેતો શબ્દ વિષે લખીને કમાલ કરી દીધી.

  Liked by 1 person

 7. ઘણા લેખકો ”વર્ડ સ્મિથ” એટલે કે ” શબ્દ કલાકાર” હોય છે.જેમ એક ”ગોલ્ડ સ્મિથ” સોનામાંથી સુંદર ઘરેણાં બનાવે છે એમ તેઓ શબ્દોમાંથી અદભુત સાહિત્ય નીપજાવવાની કળાના માહિર હોય છે.

  આવા લેખકોમાં ચિંતનશીલ સાહિત્ય સર્જક શ્રી કૃષ્ણકાંત ઉનડકટ એક છે એમ હું માનું છું.તેઓ કલાત્મક રીતે શબ્દોનો ઉપયોગ કરીને વાંચવું અને માણવું ગમે એવું રસસ્પદ સાહિત્ય શબ્દોની મદદથી નિપજાવે છે જે હૃદય મનમાં સીધું ઉતરી જાય છે.

  એમના ચિંતન લેખો મને ખુબ ગમે છે, જેમાં એમની આવી કુશળ શબ્દ રમતનાં દર્શન તો થાય છે જ પણ જીવન માટે ઘણી ઉપયોગી શીખ પણ પ્રાપ્ત થાય છે.

  પત્રાવળી શ્રેણીમાં દર રવિવારે શબ્દાવલીની રંગત જમાવવા માટે ” શબ્દોના પાલવડે”નાં સંપાદિકા અને કુશળ શબ્દ કલાકાર સુશ્રી દેવિકાબેન અને રાજુલબેનને અભિનંદન અને ધન્યવાદ.

  આજના માતૃ દિને સૌ માતાઓને હેપ્પી મધર્સ ડે ..

  Liked by 1 person

 8. નમસ્તે કૃષ્ણકાંતભાઇ, તમે શબ્દો ઉચ્ચાર્યા ને દેવિકાબેને અમારા સુધી પંહોચાડ્યાં. શબ્દ કહેતા વાણી માનવને મળેલી અમુલ્ય ભેટ છે. બાળક બોલતા શીખે ત્યારે જેવું જોવે એવું બોલે. ઘરમાં જેવું વાતાવરણ હોય એપ્રમાણે ‘ઘરની વાણી પોપટ બોલે’. પછી એને સામાજિક ‘મેકપ’ શીખવવામાં આવે. શું બોલાય, કયા ને કયારે બોલાય, કોની સામે બોલાય, વગેરે. એક જ અર્થ હોય પણ શબ્દ બદલાય તો એ કર્કશ લાગે. આપણી માતાને ‘મા’ પણ કહેવાય ને ‘મારા બાપાની બૈરી પણ કહેવાય, પત્નીને ‘બાયડી ય કહેવાય ને ભાર્યા ય કહેવાય. શબ્દ તો પોતાનામાં કાઇ નથી પણ એની પાછળ જે ભાવ છે એનાથી અર્થ કે અનર્થ થઇ જતો હોય છે. શબ્દ કે વાણીથી માણસ મપાતો હોય છે. જેમ કાકા સાહેબ કાલેલકરે કહ્યું છે કે માણસ વિચારપુર્વક બોલે ત્યારે એની કેળવણી બોલે છે પણ એનાથી બોલાઇ જવાય ત્યારે એનું સાચુ સ્વરુપ બહાર આવે છે. દંભી માણસ રુપાળા શબ્દોના આવરણથી લોકોને છેતરી પણ શકે છે. જેમ બહુ ખાંડ સારી નહિ એમ દરેક વખતે મીઠુ બોલતા માણસથી ચેતવું પડે. એ જ રીતે જેની જીભ પર કાયમ શ્રાપ રમતો હોય, વાતવાતમાં મેણાટોણા ને કડવાણી જ હોય એવા લોકોથી બધા દુર રહેતા હોય છે. આખરે વાણી જેવું કુણુ ને કાતિલ હથીયાર એકે નથી. એ જખમ આપી પણ શકે ને રુઝાવી પણ શકે. જેને જીભ વશમાં નહોય એની જીભને કાઇ નથાય પણ દાંત બધા પડી જાય. સમજી ગયા! એટલે જ સંસ્કૃતમા સુભાષિત છે. કે પ્રિય, મધુર ને હિતકારી બોલો

  Liked by 2 people

 9. વિનોદભાઈ,વિમલાબેન,ઈન્દુબેન, તમારી ભાવના માટે આનંદ.પણ દોસ્તો, આજનો પત્ર/લેખ તો સંપૂર્ણપણે કૃષ્ણકાંતભાઈને જ આભારી છે.અમારું સદભાગ્ય કે તેમણે પત્રાવળીમાં પગલાં પાડ્યાં, ના…ના..હસ્તાક્ષર આપ્યા!
  તેમના જેવા સર્જકની અને સારા ભાવકોની આસપાસ રહેવું એ જ તો અમારો ખજાનો છે.

  Like

 10. “શબ્દકોશના શબ્દો સામૂહિક છે. જ્યારે તમે તેને વાપરો ત્યારે એ વ્યક્તિગત બની જાય છે. તમારા બની જાય છે.
  હું કંઇ પણ લખતી વખતે એટલું ચોક્કસ વિચારું છું કે હું આ શબ્દો લખવા માટે પ્રામાણિક છું? લેખક પહેલા તો પોતાની જાત સાથે પ્રામાણિક હોવો જોઇએ. હું મારી સાથે પ્રામાણિક હોઉં તો જ વાચકો સાથે વફાદાર રહી શકું. જો હું પ્રામાણિક ન હોઉં તો શબ્દોના ઉપયોગ પાછળ રહેલો દંભ વર્તાઈ જ જવાનો છે. હૃદયમાંથી નીકળેલા શબ્દો જ હૃદય સુધી પહોંચે, બાકી તો અથડાઈને પાછા આવે. લખતી વખતે મારી આંખો થોડીકેય ભીની થાય તો જ વાચકની આંખમાં જરાક ભેજ વર્તાય. શબ્દોને હું પૂજાની સામગ્રીની જેમ વાપરું છું.”
  કેટલી સરળ અને સહજતાથી કૃષ્ણકાંતભાઈ આપે આ વાત સમજાવી. એક લેખક માટે જે લખાણ વાચકોના હ્રદય સુધી પહોંચે એજ ઉત્તમ.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s