પત્રાવળી-૧૨- વાચકમિત્રોના પત્રો

રવિવારની સવાર

(૧)

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના માનવંતા સભ્ય, https://smunshaw.wordpress.com પર, જમીનના સિતારા જેવા દિવ્યાંગ બાળકોની વાતો લખતા રહેતાં અને ‘નોખાં અનોખાં’ના મૂળ લેખિકા શૈલાબેન મુન્શા લખે છેઃ

પ્રિય દેવિકાબેન અને પત્રાવળીના અન્ય મિત્રો,

સહુ પ્રથમ હાર્દિક અભિનંદન; નવા વર્ષે નવી શબ્દોની પત્રાવળી પીરસવા માટે. આપની સાથે અમારા જ્ઞાનની પણ કસોટી થશે. તમારો પ્રથમ શબ્દ, “પત્રાવળીશબ્દોની વિવિધતા સાથે ભોજનની વિવિધતા પણ જેમાં પીરસાય એ પત્રાવળી. પારંપારિક લગ્ન પ્રસંગે ભોજન હમેશ પત્રાવળીમાં જ પીરસાતું. આશા છે આપને આ અર્થ ગમશે.
આપના પત્રલેખનના પ્રયોગ પછી આ નવતર પત્રાવળીમાં જોડાવાનુ મન થઈ ગયું. કેટકેટલા શબ્દો, રોજરોજ વપરાતા પણ નવા નવા અર્થોનો ઉઘાડ.

જુઓને, પર્જન્ય શબ્દના કેટલા અર્થ છે. એક જાતનો મેઘ જે વરસતાં હજાર વર્ષ સુધી જમીનમાં ચીકાશ રહે તેવો. ગુજરાતી ભાષાની સમૃધ્ધિ પણ એમ જ તો રહેશે. પર્જન્ય એક પણ એના અર્થ અનેક. પર્જન્ય-કશ્યપ ઋષિનો એ નામનો પુત્ર જેની ગણના ગાંધર્વમાં થાય છે. ગર્જના કરતું વાદળું અને ઈંદ્ર પણ તો પર્જન્યના નામે ઓળખાય છે ને!! વિષ્ણુ મેઘવૃષ્ટિ કરનારા છે, વળી આનંદસુખની વૃષ્ટિ કરનાર પણ તે છે, માટે વિષ્ણુ ભગવાન પર્જન્ય કહેવાય છે. પુરાણમાં તો સવિતા નામના આદિત્યનુ બીજું નામ પર્જન્ય, દર વર્ષે ફાગણ મહિનામાં સૂર્યમંડળ ઉપર તેનું આધિપત્ય હોય છે.
આ વખતે હ્યુસ્ટનમાં તો પર્જન્ય વરસાદ રુપે નહિ પણ બરફના કરાં રુપે વરસ્યો! એ પણ એક કુદરતની વિવિધતા જ છે ને! ઉપર સ્વચ્છ સોનેરી આકાશ તોય આંગણુ બરફથી છવાયેલું. નીનાબેન, આવું ફકત લંડનમા બને એવું નથી રહ્યું હવે!!!!!
વધુ વરસવાનુ હવે બીજા સાહિત્ય રસિક મિત્રો પર રાખું.

સાહિત્ય- મિત્ર,
શૈલા મુન્શા

.

મેરીલેન્ડના વતની, http://vhirpara.blogspot.com પર કલમને વહાવતા, વાર્તાકાર  વિમલાબેન હિરપરા લખે છેઃ

સુજ્ઞ દેવિકાબેન તથા પત્રાવળીના દોસ્તો,

તમારી પત્રાવળીમાં મારા તરફથી થોડી વાનગી. ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો જેના સમાન ઉચ્ચારો ને લખાણ એક છતાં અર્થ અલગ ને કયારેક પરસ્પર વિરોધી પણ હોય. એવા થોડા શબ્દોઃ

મીઠુ. એનો અર્થ ખારુ ને ગળ્યુ પણ. હાર એટલે નેકલેસ ને હાર એટલે પરાજય. ગળામાં પહેરાય તે તો જીત કહેવાય ને? છતાં એ જ શબ્દનો બીજો અર્થ પરાજય ! કેવો વિરોધાભાસ? અર્થ એટલે પૈસો ને અર્થ એટલે સાર. ખોટ એટલે નુકશાન ને ખોટ્ય જેમકે સાત ખોટ્યનો દિકરો કે કોઇ મહામુલી ચીજ. અહીં પણ વિરોધાભાસ.

કાળ એટલે મોત ને કાળ એટલે સમય. દેવતા એટલે અગ્નિ ને દેવતા એટલે દેવો. વાસ એટલે રહેઠાણ ને વાસ એટલે બદબૂ. વાસ=રહેઠાણ તો ચોક્ખુ રાખીએ ને? પણ બીજો અર્થ બદબૂ એટલે કે ખરાબ વાસ. આ કેવું, નહિ?  ભાગ એટલે હિસ્સો ને ભાગ એટલે કોઇને ખસી જવાનો આદેશ.આવા તો ઘણા શબ્દો કે જે બોલાય અને લખાય એક જ પણ અર્થો જુદાજુદા.

ચાલો, અહીં અટકું છું.

() હ્યુસ્ટનનિવાસી અને http://hemapatel.gujaratisahityasarita.org/ માં નિયમિત  રીતે અંતરના અજવાળાં પાથરતાં રહેતાં હેમાબેન પટેલ લખે છેઃ

પત્રમિત્રો,

પત્રાવળીમાં પીરસાયેલ વિવિધ શબ્દોનુ રસપાન કર્યું. આજે હું એક સામગ્રી, પ્રેમ શબ્દ લઈને આવી છું. પ્રેમમાં મીઠાશ હોય છે માટે પત્રાવળીમાં પીરસવા માટે હું મીઠાઈ લઈને આવી છું. એક નાનકડો શબ્દ પરંતુ શબ્દ પર તો આખુ જીવન ચાલે છે.

આપણી ગુજરાતી ભાષા કેટલી સુંદર છે. મનના દરેક ભાવ સમજવા માટે શબ્દોની વિવિધતા. જેમ એક શબ્દના અનેક અર્થ થાય, તેમ એક અર્થ દર્શાવતા અનેક શબ્દો પણ છે.. પ્રેમ, પ્યાર, હેત, મમતા, વાત્સલ્ય, સ્નેહ. માતાપિતા, ભાઈબહેન, પતિપત્ની, સંતાન, મિત્ર વગેરે  સબંધો પ્રમાણે શબ્દોનુ સર્જન થયું. હ્રદયની અંદર પ્રેમ રસ જ્યારે છલકાય તેની પ્રતિતી શબ્દો દ્વારા થાય છે. પ્રેમ છે પરંતું પ્રેમમાં પણ અલગ અલગ ભાવ હોવાને કારણે કેટલા બધા શબ્દો ! અંગ્રેજી ભાષામાં તો “ I love you “ બધાના માટે એક જ શબ્દ. પ્રેમ હ્રદયમાંથી સ્ફુરેલુ એવું અમી ઝરણું છે જ્યાંથી પણ વહેતું જાય ત્યાં બસ આનંદઆનંદપ્રેમાનંદ ! હું તો માનું છું પ્રેમ સંસારનો સૌથી સુંદર અને અણમોલ શબ્દ છે, તેને લીધે સમગ્ર સંસાર ટકી રહ્યો છે. પ્રેમ આગળ ક્રોધ, નફરત, દુશ્મનીનો અંત આવી જાય છે, તો પ્રેમના બે મીઠા શબ્દ આગળ દુનિયા ઝુકી પણ જાય છે. ઈશ્વર પણ પ્રેમભાવ ના ભુખ્યા છે માટે ભક્તના પ્રેમ બંધનમાં બંધાઈ જાય છે. પ્રેમ વિના જીવન નીરસ બેજાન પ્રાણહીન છે. પ્રેમ સંસારમાં સુખશાંતિ લાવી શકે છે.

દેવિકાબેન  અહિંયાં હું અટકીશ. તમારા વધુ પત્રોની રાહ જોઈશ.

હેમા પટેલ.

Advertisements

11 thoughts on “પત્રાવળી-૧૨- વાચકમિત્રોના પત્રો

 1. 😅ભાવવાહી પત્રો
  આનંદ આનંદ

  ‘આંગણુ બરફથી…’ અહીં — બરફ માટે સ્નો .આઇસ , સ્લીટ ( Sleet) ,ગ્રાઉપૅલ( Graupel)
  બ્લેક આઇસ, સ્નો ફ્લેક્સ (flake) , સ્નો.સ્લરી (slurry) જેવા નામોની બાળકોને પણ ખબર હોય
  આવા ગુજરાતીમા શબ્દો નથી તેથી સ્નો … જ વાપરીએ છીએ!
  ………………….
  અર્થ અલગ ને કયારેક પરસ્પર વિરોધી પણ હોય. એવા શબ્દોઃમા મઝા આવી.અમને આવા એક શબ્દનો અર્થ સમજાતો નથી તે ‘ શ્રદ્ધા’ કોઇ કહે તે ધર્મની આગવી ખાસિયત છે- તો કોઇ માને તે ધર્મ નથી. કોઇ શ્રદ્ધાને સકામ શ્રદ્ધા ગણે તો કોઇ નિષ્કામ શ્રદ્ધા તો કોઇ અખૂટ આત્મશ્રદ્ધા તો ઘણા વિદ્વાનો શ્રદ્ધાને જ અંધશ્રદ્ધા ગણે, કોઇ શ્રદ્ધા વિનાનો કોઈ ન હોય તો કોઇ દરેકને શ્રધ્ધાવાન માને
  કોઇ માને કે શ્રધ્ધાના વિષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય તો કોઇ માને આથી માનવ જાતની પ્રગતિ રૂંધાઈ જાય.આધુનિક વિજ્ઞાન જતે દિવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રધ્ધા જ છે તર્ક નહીં કારણ કે તે કશા પર આધારિત નથી !
  ……….
  I love you માંથી I કાઢો તો ?
  અહં જાય
  અને
  you કાઢો તો ? …
  પ્રેમ જ પ્રેમ રહે !

  Liked by 2 people

 2. વિમલા બેને નેકલેસ શબ્દનો અર્થ હાર આપ્યો એ યોગ્ય પણ એનો શબ્દિક અર્થ NECK- LESS= ગલા વગર
  છતાંય ગલામાંજ પહેરાય. આપની પત્રાવલિમાં ગ્ન્યાન સાથે ગમ્મત અને શાબ્દિક રમતની રમઝટ પણ છેજ.

  Liked by 1 person

  • ના,અનિલાબેન. Neck-Lace.સ્પેલીંગ છે તેથી.ગળાનો હાર,કંઠી,માળા.. તે અર્થ છે.
   પત્રાવળીમાં જ્ઞાન અને ગમ્મત તો આપ સૌ પાસેથી પણ સરસ મળતી રહે છે ને?
   આ જ રીતે વાંચતા રહેશો અને પ્રતિભાવ પાઠવતા રહેશો.પરસ્પરનો આ આનંદ છે..

   Like

 3. દેવિકાબેન,
  આજે પત્રાવાળીમાં પિરસાતા પ્રતિભાવોની જુદી જુદી વાનગી, એક શબ્દના અનેક અર્થ તથા વિરોધાભાસ પણ, પ્રેમ શબ્દની મીઠાશ માણવા મળી, ગુજરાતી ભાષા ખૂબ સમૃધ્ધ છે. અંગેજીમાં માસી, કાકી, મામી બધા માટે આન્ટી એક જ શબ્દ,જોકે એની આગળ વિશેષણ મેટર્નલ, પેટર્નલ લગાડૉ તોખબર પડૅ કાકી છે કે માસી. તેવી જ રીતે બીજો અંગ્રેજી શબ્દ sister in law પતિ સાળી માટૅ વાપરે અને પત્નિ નણંદ માટૅ વાપરે, અને તેમના પતિ માટૅ પણ આપણે બે જુદા શબ્દો બેનના પતિ માટે બનેવી, પતિ સાળીના પતિ માટૅ સાઢુભાઇ શબ્દ વાપરે.નણંદના પતિ માટે નણંદોય શબ્દ વપરાય. આજે આટલેથી અટકું આવતા રવિવારની રાહ…

  Liked by 1 person

 4. દેવિકાબેન, હજુ થોડા શબ્દ ઉમેરી શકાય. જેમ કે ગોળ એટલે ખાવાનો ને ગોળએટલે વર્તુળ.ગતિ એટલે ઝડપ ને ગતિએટલે દશા. અવગતિ.તીર એટલે ધનુષ્ય ને તીર એટલે નદી,સરોવર કે દરિયાકાંઠો.ભાત એટલે ડિઝાઇન ને ભાત એટલે ચોખા.જાન એટલે જીવ નર જાન એટલે વરપક્ષ તરફના મહેમાનો.પતિ એટલે વર ને પતી જવુ ખલાસ થઇ જવુ. હવે એક રમુજ સબંધની. ‘જમાઇ’ એક જમાનામાં કદાચ દિકરીના વરની એટલી બીક રહેતી હશે.અથવા વર તરફથી દિકરીને હેરાનગતિ નથાય એમાટે માબાપ પોતાનાથી બનતુ બધુ જ કરે. દિકરીનો અવતાર ઓશિયાળો ગણાતો ત્યારની આ વાત. એવે સમયે એની ધાક જમ જેવી લાગતી હશે.એમાં પણ આ તો જમની આઇ એટલે કે જમાઇ. તો પછી જમનામાશી, જમનાદાસ કે જમનામા કેવા હશે???????????

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s