ચહાના ઘૂંટે ચાહની વાતો….

૪૭ વર્ષની સુહાની સફર…ચહાના ઘૂંટે ચાહની વાતો…

સંગીતા ધારિયાના સુમધુર અવાજમાં રેડિયો આઝાદ પર પ્રસારિત….
click on this picture and listen..

રોજ સવારે,ડેક પર સાથે,વાંચીએ ગમતી વાતો,
ચ્‍હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો.

સાંજ જીવનની શરુ થઇ,આ કેવી ક્ષણ ક્ષણ સરકી,
ભીંત પરના તારીખિયાના પાનપાન ઉડાડી,
જોતજોતામાં ઢળી જશે આ સૂરજ પણ મદમાતો,
ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ ચાહથી મનની વાતો.

 કાલ હતું જે આજ નથી ને આજ છે, ન મળશે કાલે,
લખે વિધાતા ઝાંખી રેખા, કરવી સુંદર મારે-તારે,
તાર જુદા પણ એક જ સૂરમાં ગાશું દિવસ રાતો,
ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ અલકમલકની વાતો.

 સામે બેઠા પંખી કેવા ડાળ ઉપર મલકતા,
રંગબેરંગી પાંખો લઇને ક્યાં ક્યાં જઇ અટકતા,
દેશ-વિદેશે ઉડી-ફરીને શોધે નિજનો માળો,
એ જ છેલ્લે સાચો, બસ ‘હું ને તું’ નો નાતો….

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ, ચાહથી મનની વાતો.

click on this picture and listen.. 

Advertisements

5 thoughts on “ચહાના ઘૂંટે ચાહની વાતો….

 1. કેટલી સ્વભાવિક રીતે જીવનની વાસ્ત્વિકતાનું નિરુપણ …….

  અંતે તો બે જ હોઇશું એકમેકની સાથે
  ઇશ્વરને પ્રાર્થીએ ‘હું’ અને ‘તું’ નો અખંડ રાખે નાતો

  Liked by 1 person

 2. કાલ હતું જે આજ નથી ને આજ છે, ન મળશે કાલે,
  લખે વિધાતા ઝાંખી રેખા, કરવી સુંદર મારે-તારે,
  તાર જુદા પણ એક જ સૂરમાં ગાશું દિવસ રાતો,
  ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ અલકમલકની વાતો.

  સરસ

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s