વિશેષ ભાષા!

કેવી છે આ વિશેષ ભાષા ? હર અક્ષરની જુદી જ ગાથા.
અગમનિગમની કલમે ખુલતાં
, હરપળના ભાતીગળ પાનાં.

તડકો છાંયડો એનો કક્કો
જેમ
વસંતપાનખર ભપકો!!
ચડતી પડતી બારાખડી,
જેમ રંગ રંગી  હો સુરાવલી!

સંજોગના સ્વર વ્યંજન ને વ્યથાના તો વ્યાકરણ ભરતાં
નિયતિની કલમે ઉઘડતાં
, જીવન-કિતાબના નોખાં પાનાં.

શાહીનો રંગ એક જ આમ,
પણ ચીતરે અવનવા આકાર
કોઈની લાલગુલાલ છે રાત
તો કોઈની રક્ત ટપકતી ભાત.

ને તે છતાંયે શ્વાસની મોસમ મનથી ગાતી એના ગાણાં.
જીંદગી છે એક વિશેષ વાચા, હર માનવની જુદી જ ગાથા.

 

4 thoughts on “વિશેષ ભાષા!

  1. પ્રીતિબેનનો પ્રવાસ સાથેનો પ્રેમ તો હતોજ અને હવે પત્રશ્રેણીનો ‘પ’ મળ્યો!
    આજના આ પત્રમાં ‘પેચ’ શબ્દપર કેટલી વિવિધ વાતો થઈ!
    પતંગના પેચની વાતમાં પતંગપરના મારા કાવ્યની કેટલીક કડીઓ યાદ આવી ગઈ!
    ઢીલ મૂકતાં દોરીની
    કપાઈ પતંગ ગોરીની
    ત્યારથી લડાઈ ગયા છે
    પેચ દિલના!

    Like

Leave a comment