પત્રાવળી.

પત્રાવળી-૧

પ્રિય સાહિત્યમિત્ર,

કેવું સંબોધન છે, નહિ?

પ્રિયવિશેષણ સાહિત્યને પણ લાગુ પડે છે અને મિત્રને પણઅને વળી જે સાહિત્ય થકી, સાહિત્યને માટે અને સાહિત્યને લીધે  મિત્ર થયેલ છે તે  સાહિત્યમિત્ર અર્થ પણ ખરો ! આવું કંઈક વિચારું  કે લખું ત્યારે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ  અંતરમાં છલકાઈ ઊઠે છે અને શબ્દોનું ઐશ્વર્ય મનમાં મલકાઈ ઊઠે છે. કદાચ  એટલે  કહેવાયું  હશે કે, શબ્દ બ્રહ્મ છે, અવિનાશી અક્ષરોનો અર્ક છે.

આજે થાય છે કે, બસશબ્દનો મહિમા ગાઉં. મન ભરીને ગાઉં. કારણ કે, શબ્દ સાહિત્ય સર્જે છે, ચિત્રો દોરે છે.શબ્દ સંગીત રચે છે, નર્તન કરે છે,શબ્દ શિલ્પ ઘડે છે, કલાના હર રૂપમાં રમે છે. શબ્દ સ્પર્શ છે,  હૈયાનો ધબકાર છે. શબ્દ વિચારોની પાંખ છે અને ચિંતનની આંખ છેશબ્દ મનનો ઉમંગ છે તો અંતરનો તરંગ છે.

શબ્દ અભિવ્યક્તિનું અંગ છે અને અનુભૂતિનો રંગ છે. શબ્દ આભની ઉંચાઇ છે તો સાગરની ગહરાઇ છે.
શબ્દ સૂરજનું તેજ છે, ચંદ્રનું  હેત છે. શબ્દ સૃષ્ટિનો વિહાર છે અને વાણીનો વિકાસ પણ છે.શબ્દ અદભૂત વર્ણન છે, માનવીનું સર્જન છે. બીજી રીતે કહું તો, શબ્દ અહમથી સોહમની યાત્રા છે, ઈશ્વરની આરાધના છે. શબ્દ હૃદયનો આસવ છે અને પવિત્ર પ્રીતનો પાલવ છે.

તો સાહિત્યમિત્ર, આવો અને મારી શબ્દ સાધનામાં જોડાઈ તેના વિવિધ અર્થોને, અલંકારોને, ભાવોને, પ્રકારોને, સ્વરૂપોને સાથે સમજીને બિરદાવીએ, પ્રશસ્તિગાન ગાઈએ.

સૌથી પહેલાં તો એક શબ્દના અનેક અર્થ થતાં હોય તેવાં શબ્દોને યાદ કરી લઈએ. વાક્ય લખતાની સાથે પ્રશ્ન ઉદભવે છે કેશબ્દની શરૂઆત ક્યારે થઈ હશે? મને લાગે છે કે, આદિઅનાદિકાળથી, સેંકડો વર્ષ પૂર્વે માણસના જન્મથી થતા હોંકારા અને હાવભાવમાંથી શબ્દનું સર્જન થયું હશે. જરૂરિયાત પ્રમાણે તેમાં વિકાસ થતાં વાણીનો ઉદભવ  થયો હશે. ખેર! વળી એક લાંબી વાત. હાલ તો વિવિધ અર્થવાળા શબ્દોને સંભારી લઈએ.

શું કહો છો, દોસ્ત? જવાબની રાહ જોઉં ને?

 લિ. સહૃદયી મિત્ર,
દે.ધ્રુ

Advertisements

14 thoughts on “પત્રાવળી.

 1. following from shaila munshaw

  દેવિકાબેન,

  સહુ પ્રથમ હાર્દિક અભિનંદન નવા વર્ષે નવી શબ્દોની પત્રાવળી પીરસવા માટે. આપની સાથે અમારા જ્ઞાનની પણ કસોટી થશે.તમારો પ્રથમ શબ્દ, “પત્રાવળી” શબ્દોની વિવિધતા સાથે ભોજનની વિવિધતા પણ જેમા પીરસાય એ પત્રાવળી. પારંપારિક લગ્ન પ્રસંગે ભોજન હમેશ પત્રાવળીમાં જ પીરસાતું.
  આશા છે આપને આ અર્થ ગમશે.
  શૈલા મુન્શા
  Devikaben I am not able to put this comments on your website. For “aathamani korno ujaash” also.
  Will you please post it.
  Shaila

  Liked by 1 person

  • શૈલાબેન, રસપૂર્વક પ્રતિભાવ અને શિર્ષકનાં સાચા અર્થઘટન માટે ખૂબ આનંદ. આ જ રીતે લખતા રહેશો.કોઈ વખત વિષયને અનુરૂપ આવા પ્રતિભાવો પત્રોમાં ઉમેરતા જવાની અમને પણ મઝા આવશે.

   Like

 2. મનના વિચારોની સાથે ઉદ્દભવેલા ભાવોમાંથી શબ્દનું સર્જન થાય છે. દેવિકાબેન તમારા જેવા કવયિત્રી અને લેખિકા જ્યારે શબ્દોનું આલેખન કરે ત્યારે સોનામાં સુગંધ ભળે છે.
  અમને વાંચવાનો લાભ મળે છે.
  આનંદ થાય છે ચાલો નવો વિષય વાંચવા મળશે.
  Happy New Year

  Liked by 1 person

 3. શબ્દ નુ અર્થઘટન અનેક હોનારત પણ સર્જી શકે છે અને તેનો ઉલ્લેખ તમારા લેખ મા સહેજ પણ કરવામા આઅવ્યો નથી તે તમારા પોઝીટીવ એટીટ્યુડ કહો કે આઉટલુક કહો તેનો એક અભિગમ છે. ખરેખર તો લેખ નો અભિપ્રાય આપવા માટે હુ< નિશબ્દ છુ. ફક્ત ધન્યવાદ, અભિનંદન અને આભાર ના શબ્દો થી જ વિરમુ છુ.

  Liked by 1 person

 4. પિંગબેક: પત્રાવળી. | રાજુલનું મનોજગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s