રેડિયો-દિલસે દિલ તક-‘છેલછબીલો ગુજરાતી’-એક મુલાકાત

એક વાર્તાલાપ-વિજય ઠક્કર
August 06,2017 

 

 

 

 

 

 

ત્રણેક મહિના પહેલાં ગુજરાતી ભાષાના પીઢ વ્યંગકાર-હાસ્ય લેખક સ્નેહી શ્રી હરનિશ જાનીનો મારા પર મૅસેજ આવ્યો કે “મારે વાત કરવી છે. ફોન કરશો..?” અને મેં ફોન કર્યો..થોડીક ઔપચારિક વાતો થઇ અને પછી એમણે કહ્યું: ” દેવિકાબહેન ધ્રુવને તમે ઓળખો છો..? ખૂબ સારા સર્જક છે અને એ હ્યુસ્ટન રહે છે…મારી એમની સાથે ગઈકાલે વાત થતી હતી અને એમાં તમારો ઉલ્લેખ થયો…..ઓગષ્ટ મહિનામાં દેવિકાબહેન ન્યૂજર્સી આવવાના છે અને જો એમનો રેડિયો ઇન્ટરવ્યૂ થઇ શકે તો હું એ બાબત તમને વાત કરીશ એવું મેં કહ્યું છે…”
“હા, દેવિકાબહેન નો ગઈકાલે રાત્રેજ મૅસેજ આવ્યો હતો એ પાંચમી ઓગષ્ટે અહીં આવવાના છે…અને મારે ઇન્ટરવ્યૂ માટે જરૂરી જે જોઈતું હતું એ એમણે મને મોકલી આપ્યું.”
હરનિશભાઈ થોડા અચંબામાં પડી ગયા અને કહ્યું:
“અરે વાહ…! આ બહેન તો ભારે ખંતીલા…!!! ચાલો સારું થયું તમારી એમની સાથે વાત થઇ ગઈ…પણ બહુજ સારા સર્જક છે અને આપ એમનો ઇન્ટરવ્યૂ ચોક્કસ કરજો.”
“હા…, અમે કરીશું એમનો ઇન્ટરવ્યૂ.” મેં જવાબ આપ્યો અને ત્યાં વાત પૂરી થઇ ગઈ.
પાંચમી ઓગષ્ટ નક્કી થઇ… નક્કી થયા પ્રમાણે દેવિકાબહેન બરોબર ૧૨.૧૫ વાગે આવી પહોંચ્યા સ્ટુડીઓમાં.
એમના પરિચયથી શરૂઆત થાય છે અમારા સાક્ષાત્કારની.
દેવિકા ધ્રુવ ગુજરાતી ડાયસ્પોરામાં સ્ત્રી સર્જકોમાં આગળ પડતું નામ.સરસ મજાની સર્જનાત્મક પ્રવૃત્તિ કરે. એમનાં ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે જેમાં “શબ્દોને પાલવડે”, “અક્ષરને અજવાળે”, અને ત્રીજો તે હમણાં પ્રકાશિત થયેલો “ કલમને કરતાલે. એમની સૃજન વૈવિદ્યતા લોકાર્ષક બની છે અને સહેજેસહેજે ધ્યાન ખેંચે એવી છે. સર્જનમાં પ્રયોગશીલતા દેવિકાને ખૂબ ગમે અને અત્યંત નવીન પ્રકારનું પ્રયોગાત્મક સર્જન તે “શબ્દારંભે અક્ષર એક“ હેઠળ વૈવિદ્યસભર ૩૫ રચનાઓ એમણે કરી. દેવિકાનાં ગીતો અને છંદોબદ્ધ ગઝલો ખૂબ સરસ છે અને એમાંની કેટલીક સ્વરબદ્ધ થયેલી રચનાઓ એના શબ્દ અને સ્વરાંકન બંને દ્રષ્ટીએ ધ્યાનાકર્ષક બની છે. એમના કેટલાંક ઉત્તમ ગીતોનાં સ્વરાંકન તો આપણા ગુજરાતી સંગીતના શિરમોર એવા શ્રી ગૌરાંગ વ્યાસે કર્યા છે. દેવિકા ધ્રુવે એમની સર્જન કેડી માત્ર ગુજરાતી સાહિત્ય પુરતી મર્યાદિત નહિ રાખતાં એમણે અંગ્રેજી ભાષામાં પણ સર્જન કર્યું. એમના કાવ્યો અને ગઝલોમાં વિષયવૈવિધ્ય અને ભાવવૈવિધ્ય જોવા મળે છે. એમના દરેક શેરમાં ગજબની તાજગી જોવા મળે. જીવનને વિધાયક દ્રષ્ટિકોણથી જોવાનો એમનો અભિગમ એમની રચનાઓમાં દેખાય છે. નવાનવા રૂપકો અને ભાવ પ્રતીકોને પ્રયોજવા અને તે દ્વારા અભિવ્યક્ત થવાની દેવિકાબહેનની સૂઝ અનેરી છે. એમનાં સર્જનોમાં આસ્તિકતા…ઈશપ્રેમ, આધ્યાત્મિકતા, પ્રકૃતિપ્રેમ, લાગણીઓનો ધબકાર અને સંવેદનશીલતા ભારોભાર વર્તાય છે તો અત્યંત સરળ, સહજ, સચોટ અને સ્વસ્થ એમનું કથાનક વાચકને પોતાનું કથન હોવાની પ્રતીતિ કરાવે છે. એમનાં ગીતોમાં અને અન્ય રચનાઓમાં નિસર્ગ પ્રત્યેની એમની ચાહત અને જીવનની સચ્ચાઈ પ્રગટે છે. એમના સર્જનોમાં લયનાં માધુર્યનું પ્રાધાન્ય છે અને એ લયથી હિલ્લોળાતું એમનું કથન એ સાંભળનારને તરબતર કરી દે છે. પ્રણય, પ્રકૃતિ અને રાષ્ટ્રપ્રેમ અભિવ્યક્ત કરતી રચનાઓ અત્યંત લોકપ્રિય બની છે.
દેવિકાબહેન કહે છે કે સાહિત્ય એ જીવાતું જીવન છે અને જોવાતું જગત છે. એમને લેખન કૌશલ્ય એમના માં એ આરોપેલાં ગર્ભસંસ્કારોમાંથી મળ્યા. બાલ્યાવસ્થામાં દાદીમાએ કહેલી વાર્તાઓએ કલ્પનાશક્તિ ખીલવી. શાળાજીવન દરમ્યાન સાહિત્યપ્રેમી શિક્ષકોએ લેખન અને વાચનની પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપ્યું… નિસર્ગના કાવ્યો બાબતે એમણે કહ્યું કે શરૂઆતથી જ મને આપણા અગાઉના બધાજ કવિઓ વાંચવા ખૂબ ગમતા અને એમાંથી ચિત્તમાં ગ્રહાયેલું… અંકાયેલું બધુંજ કાળક્રમે જેમજેમ બધીજ અનુકુળતાઓ થતી ગઈ તેમતેમ કાગળ અને કલમના માધ્યમે પ્રગટ થવા માંડ્યું. સર્જક માટે સંવેદના જેટલી આવશ્યક છે એટલીજ આવશ્યકતા સજ્જતાની છે.

મારું એક વિધાન કે દેવિકા ધ્રુવનાં સર્જનમાં હકારાત્મક અભિગમ જોવા મળે છે તો એના સંદર્ભે એમનો જ આ શેર:

” જેવી મળી આ જિંદગી, જીવી જવાની હોય છે
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે”

દેવિકાબહેન આપ હ્યુસ્ટનનું ગૌરવ છો અને સાહિત્ય સરિતા જેવી સંસ્થામાં પણ સાહિત્યિક પ્રવૃત્તિમાં આપ અગ્રેસર છો…
રેડિયો દિલ, છેલ છબીલો ગુજરાતી કાર્યક્રમના શ્રોતાઓ, કૌશિક અમીન તેમજ હું વિજય ઠક્કર આપને ખૂબખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને હજુ ઘણું સાહિત્યિક સર્જન આપ કરતાજ રહો એ આપની પાસેથી અપેક્ષિત છે.
***********
વિજય ઠક્કર
August 06,2017 @ 11.45 pm

Advertisements

5 thoughts on “રેડિયો-દિલસે દિલ તક-‘છેલછબીલો ગુજરાતી’-એક મુલાકાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s