શ્રાવણનો આ સરતો મહિનો..

શ્રાવણનો આ સરતો મહિનો, પણ ક્યાં છે સૌનો કાનો,

       ગોતી ગોતી થાકી આંખો, ના દેખાય યમૂનાનો  કાંઠો….

વસુદેવ ને દેવકી લઇને આવે જેલની યાદો,

       નંદ-જશોદા બાંધી બેઠા ક્યારનો મનમાં માળો, 

શોધી શોધી થાકી આંખો, ના દેખાય ગોકુળની  ગાયો….. 

       લાગણીઓ તો લળી લળીને રમવા  માંડી રાસો,

ઉજાગરાએ  માંડ્યો હવે, લો, રાતનો અહીં વાસો,

       ગોતી ગોતી થાકી આંખો, ના દેખાય મન-મંદિરનો માધો……

ખોટી મટકી, માખણ લઇને, ગોરસ વહેંચુ ઘાટો,

       નીકળ, છબીની બહાર હવે ને, તોડ પીડાની વાડો, 

શોધી શોધી થાકી આંખો, ના દેખાય  જશોદાનો જાયો….. 

       ખુબ મનાવું પ્રેમથી તુજને, રહે નહિ હવે આઘો,

છાને પગલે આવી આવી, સ્પર્શી લે સ્નેહથી વાંસો, 

       ખોળી ખોળી થાકી આંખો, ના દેખાય  વ્રજનો વ્હાલો;

શ્રાવણનો આ સરતો દાડો,પણ ક્યાં છે સૌનો કાનો,

       શોધી શોધી થાકી આંખો, ના મળતો  છેલછોગાળો….

Advertisements

3 thoughts on “શ્રાવણનો આ સરતો મહિનો..

  1. કાવ્ય ખુબ સરસ છે. કાનુડાને શોધનારાઓએ, વ્રુંદાવનના નિધિવન મંદીરમાં જવું જોઇએ. કાનુડો ત્યાં રોજ રાત્રે અંધારૂ થયા પછી આવે છે અને નિધિવનના વૃક્ષોની ડાળીઓને ગોપીઓ બનાવીને રાસલીલા કરે છે તથા રાધિકાજી સંગ શયન કરીને મુકેલો પ્રસાદ પણ આરોગી જાય છે એવી દંતકથા છે. યુટ્યુબ પર નિધિવન ઇન વૃંદાવન ટાઇપ કરીને આ બધું જુઓ, સાંભળો . તમને તમારો કાનુડો મળી જશે, દેવિકાબેન ! વધુ માહિતી માટે ગોવિન્દ મારૂ,દાવડા સાહેબ , સુરેશ જાની જેવાનો સંપર્ક સાધશો તો આ નિધિવનનું સરનામુ મળી જશે. ભારત જાવ ત્યારે કાનુડાને મળતા આવજો.
    નવીન બેન્કર

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s