ખુશનસીબ છે…

એક અમેરિકન મિત્રના ૧૦૪ વર્ષના મા છે. નામ એમનું મીસીસ ફ્રાન્સીસ. મનથી યુવાન છે.

તેમણે પોતાના જન્મદિવસે બહોળા પરિવારની સમક્ષ એક મનનીય અને પ્રેરણારૂપ કવિતા અંગ્રેજીમાં રજૂ કરી.

“વૃધ્ધાવસ્થા  આશીર્વાદ  કે અભિશાપ?” એ વિષય પર ચાલતી ચર્ચાઓના જવાબ રૂપે આ રચના ખૂબ ગમી ગઈ.

તેનો ભાવાનુવાદ જરા જરા ફેરફાર સાથે ગુજરાતીમાં પ્રસ્તૂત છે.

ખુશનસીબ છે….

તે, જે મારા ડગમગતા પગ અને થરથરતા હાથને સમજે છે,
મારા માંડ સાંભળતા કાનને, એની ક્ષીણતાને ઓળખે છે.
ને મારી આંખની ઝાંખપ અને ધીરા પડતાં જતાં મનને જાણે છે.

ભાગ્યશાળી છે…

તે, જે મારા હાથમાંથી ઢોળાતી ચહાને ‘જોઈ ન જોઈ’ કરી લે છે,
પ્રસન્ન ચહેરે મારી સાથે બે ઘડી વાત કરવા બેસે છે.
ને મારી કાલની યાદોને જીવંત કરવાની કલા દાખવે છે.

ધન્ય ધન્ય છે…

તે, જે કદી કહેતા નથી “આ વાત તમે આજે બે વાર કહી!”
અનુભૂતિ કરાવે છે કે તે મને ચાહે છે અને માનથી જુએ છે.
ને મારી આ સફરના છેલ્લાં દિવસોને સન્માનથી સભર બનાવે છે.

નસીબદાર છો તમે…..ધન્ય છું હું…આશીર્વાદ દઉં છું…

મૂળ કવિતાઃ Original poem…

Advertisements

5 thoughts on “ખુશનસીબ છે…

  1. ખુબ સરસ કાવ્ય અને તેનો ભાવાનુવાદ પણ. With Love & Regards, 

    NAVIN  BANKER   713-818-4239   ( Cell) My Blog : navinbanker.gujaratisahityasarita.orgએક અનુભૂતિઃએક અહેસાસજગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

    From: શબ્દોને પાલવડે To: navinbanker@yahoo.com Sent: Saturday, May 13, 2017 9:57 AM Subject: [New post] ખુશનસીબ છે… #yiv4246616370 a:hover {color:red;}#yiv4246616370 a {text-decoration:none;color:#0088cc;}#yiv4246616370 a.yiv4246616370primaryactionlink:link, #yiv4246616370 a.yiv4246616370primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4246616370 a.yiv4246616370primaryactionlink:hover, #yiv4246616370 a.yiv4246616370primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4246616370 WordPress.com | Devika Dhruva posted: “એક અમેરિકન મિત્રના ૧૦૪ વર્ષના મા છે. નામ એમનું મીસીસ ફ્રાન્સીસ. મનથી યુવાન છે. તેમણે પોતાના જન્મદિવસે બહોળા પરિવારની સમક્ષ એક મનનીય અને પ્રેરણારૂપ કવિતા અંગ્રેજીમાં રજૂ કરી. “વૃધ્ધાવસ્થા  આશીર્વાદ  કે અભિશાપ?” એ વિષય પર ચાલતી ચર્ચાઓના જવાબ રૂપે આ રચના” | |

    Like

  2. પિંગબેક: ખુ્‌સનસીબ છે……  | આપણું વેબ વિશ્વ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s