કલમને કરતાલે..

“ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય” દ્વારા પ્રકાશિત
મારો કાવ્યસંગ્રહ “કલમને કરતાલે”…

published  a book of poems by Gurjar Granthratna Karyalay,Ahmedabad.
Kalamne Karatale…..

 

14 thoughts on “કલમને કરતાલે..

  1. હાર્દિક અભિનંદન. દેવિકાબેન,
    તમારી કલમની કરતાલમાંથી જે સૂર ઉઠે છે એ સીધા જ હ્રદય-મનને સ્પર્શી જાય છે.
    તમારી યશ કલગીમાં આવા અનેક સોહામણા પિચ્છ ઉમેરાય એવી શુભેચ્છા.

    Like

  2. ‘કલમને કરતાલે’ એ દેવિકાબેન ધ્રુવનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. પ્રથમ કાવ્યસંગ્રહ ‘શબ્દોને પાલવડે’ અને બીજા કાવ્યસંગ્રહ ‘અક્ષરને અજવાળે’ અંગે મારા પ્રતિભાવને, આ ત્રીજા કાવ્યસંગ્રહમાં સ્થાન મળ્યું છે. હવે આ ત્રીજા કાવ્યસંગ્રહ અંગેનો મારો પ્રતિભાવ-
    પ્રણય, પ્રકૃતિદર્શન અને જીવનનું ચિંતન એ ત્રણેય તત્વો દેવિકાબેનના કાવ્યોમાં પ્રધાનપણે દેખાય છે. તેમના કાવ્યોમાં, જીવન સાથેનો નિકટતમ સ્પર્શ,અને હ્રદયના આંદોલનો તેમના કાવ્યોમાં સ્ફૂટ થાય છે.તેમના કાવ્યોમાં, જીવનના સ્થુળ અને સુક્ષ્મ સહચારનું દેહની ભૂમિકાથી શરૂ થઈને,આત્માના અદ્વૈત સુધીના વિકાસનું નિરૂપણ છે. તેમણે આલેખેલા પ્રકૃતિના ચિત્રો ગુજરાતી કવિતામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રકૃતિના વિવિધ દ્રષ્યો અતિશય સુરેખતાપુર્વક આલેખાયેલા છે. તેમાંનું ચિંતન વિવિધ સામગ્રીથી ભરપુર છે. વર્ણનાત્મક કાવ્યો વેગવાળા, તાદ્રુષ્ય અને રસમય હોય છે. કેટલાક કાવ્યોમાંથી ઉઠતી ચોટ અને એના અર્થનિરૂપણની ચારૂતા મુગ્ધ કરનારી છે. સંવેદનની ઉત્કૃષ્ટ અવસ્થા, સૌન્દર્ય અને રસના ઉન્નત અને સુક્ષ્મ અનુભવો તેમના કાવ્યોમાં દેખાય છે. માનવહ્રદયની અણગાયેલી અનુભૂતિઓ, પ્રકૃતિની અનેક અણદીઠી છટાઓ દેવિકાબેનના સર્જનમાં ચિત્રિત થાય છે.
    નવીન બેન્કર

    Like

Leave a comment