માર્ચનો મહિનો ફરે ને….

માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના બંધ બારણેથી બહાર આવે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દૂરથી ઉડતા આ પંખીના ટોળાં,
          ફફડાવી પાંખો કરે યાદોના મેળા;

ચાંચેથી ખોતરતા ભીતરનાં જાળાં,
          જાળેથી ખરતા જૂના તાણાવાણા….

ઉપસી છબી માની ફેરવતી પાના,
          લખતી રહેતી’તી, મનગમતા ગાણાં;

કહેતી કે વેરજો બેન,પંખીને દાણા,
           ને જાઓ જો દેશ, તો ગાયોને પૂળા..

અવગણજો પડે જો મનને કોછાલાં,
           વિવાદ ને વાદ ના કરશો કોઇ ઠાલા;

સંસાર તો  જાદુગરની છે માયા,
           અહીંયા ના કોઇને કોઇની છે છાયા….”

નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
          નીચોવે પાંપણથી આંસુની ધારા;

અર્પુ શું અંજલિ લઇ અક્ષરની માળા,
             શબ્દો પડે બહુ, ઉણા ને આલા….

દૂરથી ઉડતાં પંખીના ટોળાં,
             ફફડાવી પાંખો રચે મમતાના મેળા….

 

Advertisements

2 thoughts on “માર્ચનો મહિનો ફરે ને….

  1. આંખ ભીંજવી ગઈ આપની કવિતા ! With Love & Regards, 

    NAVIN  BANKER   713-818-4239   ( Cell) My Blog : navinbanker.gujaratisahityasarita.orgએક અનુભૂતિઃએક અહેસાસજગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

    From: શબ્દોને પાલવડે To: navinbanker@yahoo.com Sent: Tuesday, March 14, 2017 9:44 AM Subject: [New post] માર્ચનો મહિનો ફરે ને…. #yiv3170839848 a:hover {color:red;}#yiv3170839848 a {text-decoration:none;color:#0088cc;}#yiv3170839848 a.yiv3170839848primaryactionlink:link, #yiv3170839848 a.yiv3170839848primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv3170839848 a.yiv3170839848primaryactionlink:hover, #yiv3170839848 a.yiv3170839848primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv3170839848 WordPress.com | Devika Dhruva posted: “માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે. એક ઝીણી વેદના બંધ બારણેથી બહાર આવે.              દૂરથી ઉડતા આ પંખીના ટોળાં,  ” | |

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s