અનેરા અનાર દાણા

 દાડમને ખોલીને જ્યારે જ્યારે દાણા ફોલું ત્યારે  હંમેશા વિચાર આવે કે દાણાની આવી સુંદર ગોઠવણી કોણ કરતું હશે? કેવી રીતે થતી હશે ? કુદરત કે સુપ્રીમ પાવર? કેવો સુંદર રંગ અને કેવી નક્શીદાર અદભૂત ગોઠવણી? એક એક દાણાની આસપાસ ઝીણાં ઝીણાં પીળાં ફોતરાનું રક્ષણ! વળી રસ પણ કેવો મીઠો, કેવી રીતે અંદર ભરાતો હશે?

%e0%aa%a6%e0%aa%be%e0%aa%a1%e0%aa%ae%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%be%e0%aa%a3%e0%aa%be

ખોલું ખોલું ને દિલ અચરજ ભરે, રસભીનાં દાણાઓ હાથમાં સરે.
એક એક કણ ને એક એક પડમાં,નક્શીદાર કેવી કરામત ઝરે.

ના દોરો, ના સોય, ના  યંત્ર ફર્યું,
કોણ રૂડેરું ગૂંથણકામ આ કરે?
જેમ સીવણના અદભૂત ટાંકા ભર્યું
કોઈ સુંદર મનોહર ભરત આ ભરે!!

અનેરા સર્જકની અનાર લીલા ! નીરખું નીરખું ને આ આંખડી ઠરે.

હીરાથી અમોલા, શ્વેત કે રતુંબડા,
બિલોરી કાચશા, આરપાર હૈયે અડે.
ઝીણા જતનથી સ્પર્શીને ફોલતા,
આંગળીના  ટેરવે ભીનાશ ફરે.
અનેરા સર્જકની અનાર લીલા ! નીરખું નીરખું ને આ આંખડી ઠરે.

***************************************************************
કહેવાય છે કે, ધરતીની ફાર્મસીમાં ઉગેલી આ દવા છે. તે ઈજીપ્તના લડવૈયાની તાકાત છે. પર્શિયન કન્યાને લગ્નની શુભેચ્છા તરીકે બક્ષિસ અપાય છે. તે ગ્રીસના લગ્નમંડપની શોભા છે. આપણે ત્યાં મહારાષ્ટ્ર અને ભાવનગરને દાડમની દેન છે.  યુરોપિયન આહારશાસ્ત્રી મીશેલી સ્કોફીરો કૂક અને અમેરિકન કૃષિખાતુ દાડમના આખા દાણાના ‘એન્ટી-એઈજીંગ’ ગુણને વખાણે છે. તે દેહની કિડની,ચામડી અને અંગોની સુરક્ષાનું કવચ છે. કારણ કે, દાડમ એન્ટીઓક્સીડન્ટ છે. કુરાન તો એટલે સુધી કહે છે કે, દાડમ સ્વર્ગના બગીચામાં પાકતું ફળ છે!!

 

 

Advertisements

One thought on “અનેરા અનાર દાણા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s