હ્રદયનો આસવ…

શબ્દ બ્રહ્મ છે, ભીતરનો અભિગમ છે.
એ અવિનાશી અક્ષરોનો અર્ક છે.
શબ્દ સાહિત્ય રચે છે ને સંગીત સર્જે છે,
એ ચિત્રાંકન, શિલ્પ અને નર્તન કરે છે.
શબ્દ કલાના હર રુપની સરગમ છે.
એ વિચારોની પાંખ છે, ચિંતનની આંખ છે.
શબ્દ મનનો ઉમંગ છે, અંતરનો તરંગ છે,
એ અભિવ્યક્તિનું અંગ છે, અનુભૂતિનો રંગ છે.
શબ્દમાં આભની ઉંચાઇ ને સાગરની ગહરાઇ છે.
એમાં સૂરજનું તેજ છે ને ચંદ્રનું હેત છે.
શબ્દ વિશ્વનો વ્યવહાર છે, વાણીનો શણગાર છે.
એ મનોવ્યાપાર છેહૈયાનો ધબકાર છે.
શબ્દ શ્વાસનો ઝંકાર છે ને મૌનનો ૐકાર છે.
એ અરમાનોની ઓઢણી છે,
 આશાઓની રોશની છે.
શબ્દ અહમથી સોહમની યાત્રા ને
 ઈષ્ટની આરાધના છે.
એ વૈખરી, મધ્યમા, પશ્યંતી,અને પરા છે.
શબ્દ હ્રદયનો આસવ છે ને પવિત્ર પ્રેમનો પાલવ છે.

Advertisements

7 thoughts on “હ્રદયનો આસવ…

  1. શબ્દની શક્તિ નીરુપતું સુંદર કાવ્ય

    શબ્દોમાં અપાર શક્તિ પડેલી છે.કોઈ સારા વક્તા દ્વારા વપરાયેલા શબ્દો લોકોને પ્રેરક બનીને જીવન પલ્ટો કરાવી શકે છે.કોઈના યોગ્ય રીતે કરેલ વખાણ એ વ્યક્તિને જીવન સારી રીતે જીવ્યા બદલ પોરસ ચડાવે છે.એનામાં પડેલી સુસુપ્ત શક્તિઓને વધુ બહાર લાવવા માટે કટીબદ્ધ કરે છે.કોઈની અયોગ્ય ટીકા સંબંધોમાં તિરાડ પાડતી હોય છે.

    કોઈએ સરસ કહ્યું છે કે એવું મીઠું ન બોલો કે જગત તમને ચાવી જાય તો એટલું કડવું પણ ન બોલો કે જગત તમને થૂંકી નાખે.કેટલાક લોકોના શબ્દો દરજીની કાતરની જેમ કાપવાનું કામ કરે છે જ્યારે કેટલાકના શબ્દો સોયની જેમ જોડવાનું કામ કરતા હોય છે.

    શબ્દ અંગે અંગ્રેજીમાં એક સુંદર અવતરણ છે.

    A careless word may kindle strife

    A cruel word may wreck a life

    A bitter word may hate instill

    A brutal word may smite and kill

    A joyous word may light the day

    A timely word may lessen stress

    A loving word may heal and bless .

    (મારા ચિંતન લેખ “શબ્દો વિષે થોડા શબ્દો” માંથી )

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s