બારી બારણાં વિનાની નિશાળ.

બારી બારણાં વિનાની નિશાળ.
એક મોટાં ખુલ્લાં વર્ગમાં
બધાં ભણી રહ્યાં છે..
શિક્ષક વર્ગમાં આવતા નથી,
છતાં બહું બધું ભણાવે છે!
હોમવર્ક આપતાં નથી.
સીધી પરીક્ષા જ લે છે.
બહું ઓછાને પાસ કરે છે
ને બહું વધારે જણને,
શિક્ષા કરે છે!
આપણા બધાનો આ શિક્ષક
કોઈએ જોયો છે? ના?
કંઈ વાંધો નહિ.
વર્ગમાં શાંતિથી અને ધ્યાનથી સાંભળજો ને!
બંધ આંખે પણ,
એના હાથે પાસ થતા
જોઈ શકાશે..

 

Advertisements

7 thoughts on “બારી બારણાં વિનાની નિશાળ.

 1. બારી બારણાં વીનાની નિશાળમાં શિક્ષક બહુજ સરસ ભણાવે છે
  પરંતું ભણવા માટે કેટલા તૈયાર છે ?
  શિક્ષકને સાંભળવા માટે
  એ શાંતિ, એ ધ્યાન ક્યાંથી લાવવું ?
  આ શિક્ષકને જોયા નથી
  જોવા માટે દિવ્ય દ્રષ્ટિ ક્યાંથી લાવવી ?
  એક ‘ હું ‘ ચાલ્યો જાય તો જ
  શિક્ષકને સાંભળવા માટે તૈયાર થઈ શકાય.
  આપણે ‘ સ્વ ‘ ને નથી જાણી શક્યા તો
  શિક્ષકને કેવી રીતે જોઈ શકીએ !

  Like

 2. Devikaben, Recently I have an opportunity to attend a seminar on future of our school and education system. Experiment was done by an US based Education Institute in village in very remote area in India. There was no school. Life was also normal. Couple of years back, the institute has put up a monitor, attached to a computer that was connected directly to the satellite for internet.. They taught few youngsters to operate it. All commands were in their native language.
  Now look at the result, Most of the villagers found them selves informed, educated and know how to operate a computer. In case of any problem internet system is always there so that they can get some guidance.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s