સફર…

PD*3140930

છુક છુક છુક છુક એન્જીન ગાડી ભાગતી ચાલે.
ટિક ટિક ટિક ટિક કાંટા વચ્ચે નાસતી ભાગે.
આડી અવળી, ખાડા-ટેકરે,
સર્પાકારે, સરતી જાયે.
હરિયાળી કે સૂકા રણ પર,
ધૂપ- છાંવ, તોફાન છો આવે,
છુક છુક છુક છુક એન્જીન ગાડી ભાગતી ચાલે……..ભાગતી ચાલે
ચઢે યાત્રીઓ નિત્ય નવા,
નિકટ ઘડી બે ઘડી આવે,
મુકામ ક્યાં ને કેટલાં વાગે,
કોનો આવે, કોઈ ના જાણે.
ટિક ટિક ટિક ટિક કાંટા-ગાડી નાસતી ભાગે……….ભાગતી ચાલે
મુકામ આવતાં, પલકારામાં,
‘ઘડીક સંગ’ એમ વિદાય થાયે.
આવજો’ કહેતાં હાથની સાથે,
આંખથી દૂર, હૈયું હલાવે.
ધક ધક ધક ધક ધમણ-શી ગાડી દોડતી ચાલે…….ભાગતી ચાલે
ફરી નવા મુસાફર આવે,
અજબ-ગજબના, દિલ મિલાવે,
રંક,રાય સૌ શ્વાસને ઘાટે,
ચક્ડોળ નામે ગોળાકારે,
ધમ ધમ ધમ ધમ સમયની ગાડી ભાગતી ચાલે….. ભાગતી ચાલે


Advertisements

2 thoughts on “સફર…

 1. રેલગાડીની સફર અને જીવનની સફરની સરખામણી દ્વારા સુંદર સંદેશ આપતું કાવ્ય.
  કમસે કમ રેલગાડીના મુસાફર તો જ્યાં જવું છે તે નક્કી કરી ટિકિટ લઈને ગાડી પર સવાર થાય છે. પરંતુ જીવનની ગાડીમાં તો મોટાભાગના લોકોની હાલત ખોટી ગાડીમાં ચઢી ગયા જેવી હોય છે. જીવનનુ કોઈ લક્ષ્ય જ નહીં. ક્યાં જવું છે, તેની કોઈ ખબર નથી અને પાછા મારી સીટ અને ઘણીવાર તો મારો આખો બાંકડો છે એવા અધિકાર સાથે સફરમાં કુસ્તી કરતા રહે છે. સમય પુરો થાય અને ટીસી મુસાફરોને ગમે તે સ્ટેશને ઉતારી મુકે. આવી હાલત મનુષ્યની છે.એક કથા.
  મુલ્લાનસરુદ્દીન ગાડીમાં બેઠો અને ગાડી ઉપડી. ગાડી ઊપડતાં જ રોવાનુ શરુ કર્યું. આજુબાજુના મુસાફરોને થયું કે કદાચ સગાવહાલાઓને છોડીને જઈ રહ્યા હશે એટલે રડતા હશે. પરંતુ એક સ્ટેશન ગયું, બીજું સ્ટેશન ગયું અને એમ એકપછી એક સ્ટેશન જતા ગયા પણ મુલ્લાનુ રુદન બંધ થવાની જગ્યાએ ધ્રુસકે ને ધ્રુસકે રડવાનુ શરુ કર્યું.
  કોઈએ કહ્યુ, ” ભાઈ આપ્તજનોના વિયોગનુ દુખ હોય તે અમે સમજીએ છીએ. પણ આટલું બધું? હવેતો ગાડી ઊપડ્યે કલ્લાક થયો. લ્યો આ પાણી પીઓ અને શાંત થાઓ.” મુલ્લા કહે, “ભાઈ હું કોઈ વિયોગે નથી રડતો, મારે તો અમદાવાદથી મુંબઈ જવું હતું અને દિલ્હીની ગાડીમાં ચઢી બેઠો છું”.
  આપણામાં અને મુલ્લામાં કોઈ ભેદ નથી. (કદાચ મુલ્લાને તો ખોટી ગાડીમાં ચઢ્યાની ખબર પણ પડી. મોટાભાગનાને તો એ પણ ખબર નથી.) રડ્યે રાખીએ છીએ. શું કરવું તે સુઝતું નથી. ગાડીમાંથી નીચે ઉતરવું નથી.

  Liked by 1 person

 2. Adarniya Devika,

  Ashok kumar nu geet, gadi ne koyee moh nathi, kon bethu, kon utari gayu, konamir , kon garib, bey kadee malava na nathee, ye pata upper sarakati, dharati ke nadi na nir, ke sagar ke creek, darroj ek marg, ek viram sthar, koyee gamo nahi ke koyee anagamo nahi, chhata badha ne ek rite j samavati., ne lagani vihin, koyee lagan ma ke koyee maran ma, koyee priyatama ne pamva ke koyee juda padata, no sex bar, purush ke stree, bal, tarun, yuva, adhed, vrudhha, tandurasra ke bimar, sahu sarkha, musafaro ne gadi mate maru taru no anubhan karave seat mate, anee , mujsm avata, musafer, maya chhodi , gantavya avata utaree pade,. Ha, havey chook chook nathee rahyu., chhata gadi to gadi nathi to ye dahi ke gandi

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s