દૈનિક વૈશ્વિક ધડાકા

બંદૂક ધડાકા

અછાંદસ  ( દૂનિયામાં રોજ સવારે ઉઠતા વેંત સંભળાતા બંદૂકના ધડાકાની વ્યથા)

દૈનિક વૈશ્વિક ધડાકા

સાંજ પડે,
સૂરજ ઢળે.
કાળી ચાદર ઓઢેલી
રાત મળે.
ગેબી કોઈ અંગૂલિ
ધીરે ધીરે આવી,
પાંપણ ઢાળે,
મનના તાંતણને
ક્યાંક દૂર અગોચર,
નીંદપ્રદેશે,
ખેંચી જાય.
સારાં ખોટા, અવનવા
દ્રશ્યો દેખાડે.
હાલક ડોલક
નાવના ઝટકા,
આગના ભડકા,
વીજ કડાકા.
તોયે એનો કંઈ
ડર ન લાગે.
આંખ ખુલે,
ને ‘હાશ’થાય !!
કે નો’તા કોઈ,
બંદૂક ધડાકા.
પણ અરેરે!!! ‘હાય’નીકળે…
એ તો સ્વપ્ન હતું !!        

 

Advertisements

13 thoughts on “દૈનિક વૈશ્વિક ધડાકા

 1. વાહ, ત્યાં આવી હતી તે વખતના વિજ-કડાકા અને વરસાદની યાદ આવી ગઈ. સુંદર અછંદાસ.

  Like

 2. હા,પણ આ રચનાનો ભાવ દૂનિયામાં રોજ સવારે ઉઠતા વેંત સંભળાતા ગોળીબારો અને માસુમોના મોતની વ્યથાનો છે.

  Like

 3. very nice as always Devikaben kem cho ?

  2016-07-26 11:00 GMT-05:00 “શબ્દોને પાલવડે” :

  > Devika Dhruva posted: ” અછાંદસ સાંજ પડે, સૂરજ ઢળે. કાળી ચાદર ઓઢેલી રાત
  > મળે. ગેબી કોઈ અંગૂલિ ધીરે ધીરે આવી, પાંપણ ઢાળે, મનના તાંતણને ક્યાંક દૂર
  > અગોચર, નીંદપ્રદેશે, ખેંચી જાય. સારાં ખોટા, અવનવા દ્રશ્યો દેખાડે. હાલક ડોલક
  > નાવના ઝટકા, આગના ભડકા”
  >

  Liked by 1 person

 4. કોઈ કહે અછંદાસ,
  તો
  કોઈ કહે અછાંદસ!
  ખરુ શું?
  આ ઉમ્મરે
  અમે તો
  આ ભાષાના ભમેરડાની
  સાથે ભમી રહ્યા છીએ!
  પડ્યા તો
  સંભાળજો અમને!
  ‘ચમન’

  Like

  • ‘અછાંદસ” સાચો શબ્દ છે.
   ભાષાના ભમરડામાં ભલે ભમો, પણ ચિમનભાઈ,ભાવાર્થની ખરી દોરી ખાસ પકડજો. ..પછી ભમરડો બરાબર ફરશે જ!!!

   Like

 5. બૃહસ્પતિ દાદા આજથી 2600 વર્ષ પહેલા કહી ગયા છે કે સ્ત્રીઓ આઝાદ હોવી જોઈએ એ ગમે તે પુરુષ સાથે સેક્સ માણી શકે અને જે પુરુષથી બાળક જન્મે તે સ્ત્રીએ યાદ રાખવું જરૂરી છે . અને એ બાળકની જવાબ દારી પુખ્ત ઉંમરનું ન થાય ત્યાં સુધી તેના પિતાએ નિભાવવાની અને આ નિયમો પળાવવા માટે રાજાઓએ કાળજી રાખવી જોઈએ .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s