પત્ર-૩૦..જુલાઈ ૨૩ ‘૧૬

 કલમ-૨દર શનિવારે..

પ્રિય દેવી,

આ વખતનો તારો પત્ર વાંચીને થયું કે સાચે જ આપણને વિષયોની ખોટ ક્યારે ય પડશે નહીં.

તેં રમત જેવા વિષયને સ-રસ રીતે રજૂ કરી અને અંતે જીવન સાથે સાંકળી, અધ્યાત્મ તરફની બારી ઉઘાડી નાંખી. તને યાદ છે, આપણને કોલેજના છેલ્લા દિવસે આદરણીય યશવંતભાઈ શુકલએ ખૂબ જ હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું હતું. તેમાં જે મને યાદ રહી ગયું છે તે એ છે કે, ‘અત્યાર સુધી તમે માત્ર થીયરી જ ભણ્યા છો, હવે જીવનની પ્રયોગશાળામાં એ થીયરીને સફળ અને સચોટ રીતે વાપરો છો કે નહી તેની કસોટી દુનિયા કરશે. અહીં ભણતર સમાપ્ત થાય છે અને હવે ગણતર શરુ થાય છે…..વિગેરે.

મારા અંતરમનમાં એ સજ્જડ રીતે બેસી ગયું છે. અને આજે તેં એ જ વાત થોડા જુદા સંદર્ભમાં ઢંઢોળી છે. મને રમતમાં સારો એવો રસ હતો અને થોડે અંશે હજુ પણ સચવાયેલો રહ્યો છે ખરો.

‘Wii’ નામની વિડીયો ગેઈમમાં ગોલ્ફ હું ખૂબ રમતી અને સારા એવા લેવલ પણ પાસ કર્યા હતાં. એ એટલા માટે રમવાની બંધ કરી કે હું પછી બીજું કાંઈ રચનાત્મક કામ કરી જ નહોતી શકતી! એટલે એને સંલગ્ન શબ્દાવલીથી સારી એવી પરિચિત છું. મન અને શરીર બન્નેની એકાગ્રતા સાથે ધીરજપૂર્વક રમાતી આ રમત મને ખૂબ પ્રિય છે. અધૂરામાં પૂરું અહીં યુકે.ના આ પહેલાના ઘરમાં રહેતાં હતાં તે વિસ્તારની બધી જ શેરીઓનાં નામ ગોલ્ફરો ઉપરથી છે. જેમકે જેકલીન ડ્રાઈવ, ટ્રીવીનો ડ્રાઈવ, નિકલસ રોડ..વગેરે અને એટલે જ ગોલ્ફરોનાં નામની પણ ત્યારે જ ખબર પડી હતી. અને છેલ્લે ટાયગર વુડને તો રમતાં ઘણીવાર જોયો છે. મને તો ગોલ્ફના બોલને મારવાની અદા જ ખૂબ ગમે છે!

ચાલ મૂળવાત પર આવું. તેં માંડેલી બે વાત ખાસ મારે વિકસાવવી છે. એક તો તેં કહ્યું તેમ પ્રતિકૂળ સંજોગોમાં તારી અને તારા ભાઈ-બહેનોની રચનાત્મક શક્તિને ઘાટ મળ્યો અને તક મળતાં તે પ્રત્યક્ષ રીતે આકાર પામી. પરંતુ કેટલાય એવાં લોકો હશે કે જે ભૂતકાળનાં  પ્રતિકૂળ સંજોગોના રોદણાં રડી રડીને વર્તમાનના અનુકૂળ સંજોગોને પણ માણી શકતા નથી કે જેમ તમે લોકોએ એને ખીલવવા માટેની તક ઝડપી લીધી તેમ તકને ઝ્ડપી  નથી શકતાં. તેં લખ્યું તેમ, ‘ઘણીવાર બોલ,રેતીવાળાઘાસ વગરના ખરબચડા ખાડામાં પડેકોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડેતો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વકકુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે.’ બસ તમે ભાઈઓ-બહેનોએ તમારી કુશળતા, કુનેહ અને ધીરજ રાખીને કુદરતે આપેલી બક્ષિસને સંજોગોના ખાબોચિયામાંથી બહાર કાઢી અને લક્ષ સુધી લઈ ગયાં.

હું જ્યારે સ્વાધ્યાયમાં જતી હતી ત્યારે, શ્રી પાંડુરંગ શાસ્ત્રીજીએ કરેલી વાત યાદ આવી. શિબિરોમાં બાળકોને રમાડતાં હોઈએ ત્યારે તેઓ કહેતાં કે જ્યારે રમત ચરમ સીમાએ પહોંચી હોય ત્યારે જ બંધ કરાવો. બાળકોને જીવનનો એ પાઠ શીખવાની પણ જરૂર છે કે જ્યારે સફળતાની ટોચ પર પહોંચ્યા હોઈએ અને અચાનક સંજોગો ખીણને તળિયે ફગાવી દે ત્યારે કઈ રીતે તેનો સામનો કરવો. એ ખૂબ મુશ્કેલ છે પરંતુ એટલી જ સાચી વાત છે.

બીજી તેં ખેલદિલીની વાત કરી તે પણ ખૂબ ગમી. જીતને પચાવતાં આવડવી જોઈએ અને હારને સ્વીકરતાં આવડવી જોઈએ. કહેવાનું સહેલું છે પરંતુ વાસ્તવિકતામાં હારેલી વ્યક્તિએ જીતેલી વ્યક્તિનો ખભો થાબડવાનો હોય અને તે પણ દંભ વગર. એ અશક્ય નહી તો પણ મુશ્કેલ તો છે જ; અને તે પાઠ રમતમાં જ શીખી શકાય ને?

હવે વાત કરું ટેકનોલોજીનો ઉપયોગ અને તેનો ગેરઉપયોગ. તેં તારા પત્રમાં એક જગ્યાએ જે શબ્દ વાપર્યો છે. સમતુલન’. ખૂબ નાનો છતાં દરેક નાના-મોટાં ક્ષેત્રમાં, જીવનમાં, નોકરી-ધંધામાં જીવનનાં બધાં જ પહેલુમાં સમતુલન જળવાવું ખૂબ જ જરૂરી છે. આઈફોન-પૅડ, સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ટેબલેટ બધાંનો હદ બહાર રીતે દૂરઉપયોગ થાય છે. સેલ્ફીશબ્દમાં જ સેલ્ફીશશબ્દનો સમાવેશ થાય છે. જીંદગીનાં વર્તુળના મધ્યમાં પહેલાં અમેહતાં અને હવે હું-સેલ્ફથવા માંડ્યા છીએ.

પરંતુ દેવી, જે કાંઈ કરીશું તેનું પરિણામ ભોગવવું જ રહ્યું. કેવું, ક્યારે, કેમ અને કેવી રીતે તે માત્ર ઈશ્વર જ જાણે! અથવા તો સમય જ જણાવે!

બીજુ જવાદે ને, આ ટી.વી. પર આવતી મોટાભાગની સિરિયલો ને ફિલ્મો જ લે ને. પ્રેક્ષકોએ બુધ્ધિનું દેવાળુ કાઢ્યું હોય તેવું બતાવી અને જોવાવાળા જોઈને સાબિત કરી આપે છે કે એ લોકોએ સાચે જ બુધ્ધિનું દેવાળુ કાઢ્યું છે તેમ તને નથી લાગતું? મનોરંજન માટે જે હોય તેને ઘડી-બે ઘડી માણવાની હોય પરંતુ આજે આ સિરિયલોની અને ફિલ્મોની માઠી અસર યુવાનો પર બિભત્સ કહેવાય એટલી હદે અસર કરી છે. માતા-પિતા જ્યારે દીકરી ચોલીકે પીછે ક્યા હૈકે પછી બીડી જલૈલે પિયા’-જેવા ડાન્સ પર થરકતી હોય ત્યારે શું ડાન્સ કરે છે!કહી પોરસાતાં હોય તેને શું કહેવું??
અમુક એક્ટરો બાથ ટાઉલ લઈને જે બિભત્સતાથી નાચતા હોય તેવું પોતાના બાળકો પાસે કરાવીને રાજી થતાં મા-બાપ પાસે શાની અપેક્ષા રાખી શકાય?

આવા દ્રષ્યો જોયા પછી ઉશ્કેરાયેલા યુવાનો ગ્રુપ રીપીંગકરે અને એવું તો કાંઈ કેટલું હજુ તો જોવાનું આપણા નસીબમાં હશે કોને ખબર?

ચાલ, હવે બહુ થયું આ બધું નહી?

પન્નાબેન નાયકની બે પંક્તિ અને એને વિષે સુરેશ દલાલે કરેલી એક કોમેન્ટ કહી વિરમું,

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહૂક્યા કરવાનું મને મંજૂર નથી’-પન્નાબેન નાયક

શઠપૂતળા પુરુષો અને કઠપૂતળી સ્ત્રી!’-સુરેશ દલાલ

આવજે..

 

નીનાની સ્નેહ યાદ

Advertisements

16 thoughts on “પત્ર-૩૦..જુલાઈ ૨૩ ‘૧૬

 1. Devika patrashreni manu chhun.bahu maza aave chhe.tari prachand lekhanshaktithi parichit chhun j . pan nayanaben pan kam nathi.parkhi na shakay ke kone lakhyu chhe.mane apano 1980no patravyavhar yad save chhe.ketlo personal touch hato !!! I miss it.

  Liked by 3 people

  • અંજનીબેન, આપને અહીં જોઈ અને તે પણ દેવિકાબેનના પરિચિત છો તે જાણી વિશેષ આનંદ થયો. આમતો મળવાનુ ભાગ્યે જ થાય છે, પરંતુ અહીં દેવિકાબેનના ઓટલે મળતા રહીશું.

   Liked by 1 person

 2. વાહ..વાહ..અંજનીબેન. આજે તો તમારો પ્રતિભાવ જોઈને/વાંચીને મારી લેખન-પ્રવૃત્તિ ધન્ય થઈ ગઈ!! ખૂબ ગમ્યુ.વધારે આનંદ તો એ વાતનો થયો કે, તમે હવે આધુનિક ટેક્નોલોજીમાં પ્રવેશ કર્યો. આ રીતે જ વાંચતા રહેશો. આભાર માનવા જેવી અને જેટલી ઊણી તો આપણી મૈત્રી ક્યાં છે?

  Like

 3. નયનાબેન,
  તદન સાચી વાત કરી છે, આજની ટીવી સિરીયલો અને ફિલ્મોએ માઝા મુકી છે. પ્રોડ્યુસરો પોતાના ફાયદા માટે એકદમ હલકી કૉલિટીનુ મનોરંજન લોકોને પીરસે છે, જેનુ પરિણામ આજે કોઈ પણ છોકરી સલામત નથી.
  માટે જ આજે પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો અને ગાયનો વધારે પસંદ આવે છે.
  આજકાલ દુનિયામાં ચારેવ બાજુ જે કંઈ ચાલી રહ્યુ છે તે ન જાણે ક્યાં જઈને અટકશે તે તો ભગવાન જાણે.

  Liked by 2 people

 4. નયનાબેન અને દેવિકાબેન,

  પન્નાબેનની આ પંક્તિ પહેલાં વાંચવામાં આવેલ ત્યારે જ એ દિલના દર્દનો અહેસાસ થયો હતો! આજે, એ વાંચતાં એકાએક આ પંક્તિ મારાથી લખાઈ રહી છે!
  લોકોની ‘હા’ ‘હા’માં જોડાઈ, સાથ દઈ, મારા અંદરનાને અપમાન કરવાનું મને મંજૂર નથી!

  આભાર સાથે બંનેને શુભેચ્છા,

  ‘ચમન’

  Liked by 4 people

 5. વર્તમાન સમયની કેટલીક અનિચ્છનીય વસ્તુઓનો ઉલ્લેખ છે, પણ બધા લેખકો માત્ર ઉલ્લેખ જ કરે છે, એમાંથી બહાર આવવાનો સચોટ માર્ગ નથી દર્શાવતા.

  Liked by 2 people

  • દાવડાજી, જો એવો કોઈ સચોટ માર્ગ હોત તો આ પત્રમાં લખ્યું તે લખવું જ ન પડતે! આ પહેલા કાંઈ કેટલા સાચા અર્થમાં સમાજ સુધારકો હતા અને છે એ લોકોએ લોહીનું પાણી કર્યું અને હજુ પણ કરતા રહ્યા છે તેમણે માર્ગ શોધ્યો હોત. મારી દ્રષ્ટિએ એક જ ક્ષેત્ર નહી પરંતુ મીડિયા, વ્યાસપીઠો પર બીરાજનારાઓ, રાજકર્તાઓ, કુટુંબસંસ્થા, શિક્ષણક્ષેત્ર વિગેરેમાં ચારે તરફથી હકારાત્મક પ્રયત્નો કરવા પડશે. ઢોળાવ તરફ જવાનું સહેલું છે એટલે સમાજ એ તરફ જતો રહેશે અને સામા વહેણે તરવું મુશ્કેલ છે એટલે એવા માર્ગદર્શકો પ્રમાણમાં ઓછા જ હશે. દરેક પોતે વિચારવાનું શરુ કરે એવા પ્રયત્નની જરૂર છે.
   પ્રતિભાવ માટે ધન્યવાદ

   Liked by 1 person

 6. તમે લેખકો ગમે તેટલું સુષ્ઠુ સુષ્ઠુ લખો, પણ દુનિયા તો જેમ ચાલે છે તેમ જ ચાલતી રહેવાની છે. આપણે તો માત્ર અરણ્યરૂદન જ કર્યા કરવાનું છે.
  નવીન બેન્કર

  Liked by 2 people

 7. I’m sorry, નવીનભાઈ આપણે જ જો આટલા નિરાશાવાદી થઈ જઈશું તો અરણ્યરૂદન નહી રુદન જ અરણ્ય બની જશે. આપણે માત્ર રુદન કરતા રહ્યા હવે જરૂર છે દરેક નાગરિક તરફથી જવાબદારીપૂર્વકની રચનાત્મક કૃતી અને હકારાત્મક અભિગમની.
  પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર.

  Liked by 3 people

 8. જીંદગીનાં વર્તુળના મધ્યમાં પહેલાં ‘અમે’ હતાં અને હવે ‘હું-સેલ્ફ’ થવા માંડ્યા છીએ. most realistic expression of today.s life.enjoy reading PATRA SHRENI keep it up.

  Liked by 2 people

 9. માની લીધેલા ગમા-અણગમાના? યુધ્ધમાં હાર શું અને જીત શું? સ્વજન જેવા મિત્ર નવીનભાઈ લખે છે તેમ દુનિયા તો જેમ ચાલે છે તેમ જ ચાલતી રહેવાની છે. આપણે તો માત્ર અરણ્યરૂદન જ કર્યા કરવાનું છે. રૂદન પણ શા માટે? એ રૂદન તો એકલતા તરફ દોરી જાય. એ એકલતા ડિપ્રેશન તરફ દોરી જાય.
  વિશાળ વર્તુળના મધ્યમાંથી ખસીને પરિધની બહાર લઈ જાય. ક્ષ્રેત્રસન્યાસ તો અરણ્યમાં ધકેલે. અને અરણ્યની એકલતામાં રૂદન શા માટે? બસ ક્ષેત્રત્યાગ વગર એજ વર્તુળમાં રહી પોતાના સ્થાનને જ વર્તુળનું મધ્યબિંદુ શકાય.

  Liked by 2 people

 10. અહીં અભિપ્રાય કે પ્રતિભાવ આપનાર મોટાભાગના ૬૦ વટાવી ચુક્યા છે. સ્વાભાવિક જ જુની આંખે નવી દુનિયા જોવાની છે અને હંમેશ બનતું આવ્યું છે તેમ જુની નવી પેઢીની વચ્ચે દૃષ્ટિભેદ/વિચારભેદ/ સંસ્કારભેદને કારણે તાલમેલ મુશ્કેલ છે.
  અહીં નીનાબેને મુખ્યત્વે બે સામાજીક સમસ્યાઓની વાત કરી છે. એક તો આધુનિક ટેકનોલોજીનો ઊપયોગ અને બીજી હાલની ફિલ્મો, સિરીયલોની યુવા માનસ પર થતી આડ અસરો.
  “અતિ સર્વત્ર વર્જીયેત” મુજબ કોઈપણ વસ્તુનો અતિરેક વિનાશકારી છે. અને તેનુ સમાધાન છે “વિવેક”. જેનો જેટલો વિવેક તેટલો તે વિનાશથી દુર. મારી સમજ મુજબ આ વિવેક કેમ પ્રગટે તો તે કેવળ સ્વાધ્યાયથી જ પ્રગટે છે.
  બીજી સમસ્યા છે ફિલ્મો, સિરીયલોનો પ્રભાવ. અહીં સૌજન્ય ખાતર નીના બેને ફક્ત સિરીયલ અને ફિલોમોની જ વાત કરી છે પરંતુ તે સિવાય પણ ઉત્તેજક અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે અને આ પ્રભાવ કેવળ યુવા માનસ પર જ અસર કરે છે તેવું નથી પ્રત્યેક માનસને પ્રભાવિત કરે છે.અને બળાત્કારો કેવળ યુવાઓ જ કરે છે તેવું નથી આધેડ અને વૃધ્ધો પણ કરે છે. પ્રભાવિત માનસ અને અનુકૂળ સંજોગોના મિલનથી આ ઘટનાઓ બને છે. પોતાના પ્રિતિજનો આવી દુર્ઘટનાનો શિકાર ન બને તે માટે વ્યક્તિ અનુકૂળ સંજોગો ઉભા ન થાય તેની તકેદારી રાખે છે જે તેને માટે સરળ ઊપાય છે.
  પ્રભાવો રોકવા લગભગ અશક્ય હોય છે. (ક્યાં ક્યાં થીગડા મારવા?)ગમે તેવા કડક કાયદાઓ પણ આવી ઘટનાઓને રોકી નથી શકતા. પરંતુ જેમે જેમ કડક કાયદાઓ ઘડાતા જાય તેમ તેમ તેનો ગેરલાભ ઊઠાવનાર વધતા જાય અને અનેક નિર્દોષોને કાયદાને આધારે એક્સપ્લોઈટ કરવાની પ્રવૃત્તિ વધતી જાય. (આજે દહેજના અનેક કેસો અને આરોપો ખોટા સાબિત થઈ રહ્યા છે અને કેટલાય નિર્દોષ સાસુ સસરા જેલમાં છે.)
  આ સમસ્યાનો ઈલાજ શું? આમ જુઓ તો ધ્યાન સિવાય કોઈ ઈલાજ નથી. પરંતુ યોગ-ધ્યાનના નામે દુકાનો તો હજારો છે પરંતુ બધો નકલી માલ. વળી નકલી અને અસલીની ઓળખ માટે સોય વિવેક પર જ આવીને અટકે છે. એટલે વિવેક જ સમસ્યાઓનુ સમાધાન છે. અને વિવેક પ્રગટાવવા સ્વાધ્યાય/સ્વબોધ જરુરી છે. સ્વબોધ થતાં એ પણ સમજાય છે કે અહી નથી હાર કે નથી જીત. બધી લકીરો રેત પરની લકીર જ છે. હિન્દુસ્તાનનો જીતનાર બાદશાહ અકબર કે દુનિયા જીતનાર એલેકઝાન્ડરને આજે ધુળમાં શોધ્યે પણ શોધાય તેમ નથી, તો ક્રિકેટ, હોકી કે કબડ્ડીની જીત હોય કે ચુટણીની જીત હોય, બધી જીત અને બધી હારનુ કોઈ મુલ્ય નથી હોતું. હા, જીત ઘણીવાર અહમ ફુલાવા મદદગાર બને કે હાર સંકોચનમાં. પણ આખરે તો બધો અહમનો ખેલ માત્ર.

  Liked by 2 people

  • સાચે જ આપના પ્રતિભાવ વાંચવાની મઝ્ઝા આવી ગઈ શરદભાઈ. આપે કહ્યું તેમાં એક જ વાત ઉમેરવાનું મન થાય કે સ્વ-અધ્યાય (સ્વાધ્યાય સંપ્રદાય નહી ) કરવાથી વિવેક આવે અને નકારાત્મકતા ઓછી થાય. કંઈ જ બદલાવાનું કે સુધરવાનું જ નથી એ વાંચીને ન-સમજી શકાય એવું કાંટા જેવું મનને ડંખે છે એટલે ક્યારેક મારા પ્રતિભાવમાં ઉત્તેજના આવી જાય છે. આપે જે સમર્થન આપ્યું તેને માટે આભાર.

   Liked by 2 people

 11. નયનાબેન, સ્વાધ્યાય નામનો કોઈ સંપ્રદાય છે તેની મને ખબર નથી. મારો ઈશારો સ્વ અધ્યાય પર જ છે. આપણી દૃષ્ટી સદા બહાર હોય છે. ભિતર ભાગ્યે જ જોઈએ છીએ કારણ કે ભિતર દૃષ્ટી જતાં જ પ્રથમ ભારોભાર ભરેલ વિષનો સામનો કરવો પડે છે અને આપણે ગભરાઈ પાછા વળી જઈએ છીએ.
  કહે છે ને કે સમુદ્ર મંથન કરતાં પહેલાં વિષ મળ્યું. આ સમુદ્રમંથન એ મનોમંથન જ છે. અને અંતરયાત્રા કરીએ ત્યારે આ વિષને દુર કરવા જે પરમશક્તિ મદદગાર થાય છે તેને શાસ્સ્ત્રોએ શિવ કહ્યો છે. આખરે જીવને અમૃત ઉપલબ્ધ થાય છે અને જીવનુ શિવમાં રુપાંતરણ થાય છે. પરંતુ તે માટે ધૈર્ય જોઈએ. મારા ગુરુને કોઈએ પૂછ્યું સાધનાના મુખ્ય સૂત્ર શું છે? ગુરુએ કહ્યું,”પ્રતિક્ષા અને તિતિક્ષા.”
  નયનાબેન આપ લખો છો,”કંઈ જ બદલાવાનું કે સુધરવાનું જ નથી એ વાંચીને ન-સમજી શકાય એવું કાંટા જેવું મનને ડંખે છે એટલે ક્યારેક મારા પ્રતિભાવમાં ઉત્તેજના આવી જાય છે.”
  મારી સમજ છે, બદલાવ (પરિવર્તન) જગતનો નિયમ છે. અહીં પ્રતિપલ પરિવર્તન છે. પરંતુ આપણી સમસ્યા એ છે કે આપણુ મન/બુધ્ધી આ પરિવર્તનને સાંખી નથી શકતું. મનનો સ્વભાવ છે ભૂત અને ભવિષ્યમાં જીવવાનો. અને બુધ્ધી જે નિર્ણાયક છે તે પૂર્વગ્રહો/સંસ્કારોથી પિડીત છે.પરિણામ સ્વરુપ વિવેક દૃષ્ટિ કેળવાતી નથી. અને આપણે જોઈ નથી શકતા કે મારા હાથમાં શું છે અને શું નથી. એટલે આપણે સદાકાળથી પરિસ્થિતીઓને બદલવા પર જોર આપીએ છીએ. જ્યારે સત્ય એ છે કે પરિસ્થિતીઓ બદલવી મોટાભાગે આપણા હાથમાં નથી હોતી. આપણે પરિસ્થિતી તો નથી બદલી શકતા પણ મનોસ્થિતી અવશ્ય બદલી શકીએ છીએ.જે આપણા હાથમાં છે. પરંતુ આ સાવ સાદી વાત સમજાતાં જીવન વહ્યું જાય છે. અનેક લોકોને તો જીવનના અંત સુધી નથી સમજાતું.
  અને નાહકની પીડાઓ અને ચિંતાઓનો ભોગ બને છે.
  અહીં દાવડા સાહેબે લખ્યું છે કે બધા સમસ્યાઓની વાતો તો કરે છે પરંતુ તેના ઉપાય વિષે કોઈ કહેતું નથી. દાવડા સાહેબ મારા પરમ મિત્ર છે અને તેમને કદાચ સમાધાન મળે તે હેતુ થી લંબાણપૂર્વક લખ્યું છે. કદાચ કોઈને આટલી લાંબી વાત કંટાળાજનક લાગે તો ક્ષમા કરશો.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s