મળતો નથી….

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

 

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

 

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

 

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી.

 

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

 

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

 

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી!

 

Advertisements

27 thoughts on “મળતો નથી….

 1. હાવ હાસી વાત, બુન ! તમે તો અમારા મનની વાત કરી. અમને આવા વિચાર તો આવે પણ અમે તમારી જેમ ગઝલોમાં લખી ના શકીએ.

  નવીન બેન્કર

  Liked by 1 person

 2. સરસ વિષય લીધો છે!
  છંદ ગાગાલગા બરોબર છે?
  કંટાળી કથાઓથી જૂએ સૌ બધી સિરિયલો,
  આ ગરમીમાં ભઈ વરસાદ વળી પડતો નથી!

  Liked by 2 people

 3. સુંદર રચના અને ભાવ પણ, મને ગઝલની ટેકનાલીટીમાં બહુ સમજણ નથી કે નથી રસ પણ. ટેકનીકલી બહુ સારી ગઝલો પણ સાવ ફાલતુ મને લાગી છે. મને ગઝલનો ભાવ અને સંદેશ વધુ સ્પર્શે છે. મારું ગણિત થોડું ટેઢું છે. ઘણાને ખટકે પણ છે પણ હું કદાચ ટેઢો જ છું અને આવી ટેઢી ગઝલનો પ્રશંશક પણ.જેમ જેમ વિગ્નાન,ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ બુધ્ધીતો વિકસે છે પણ દિલ? દિલની અધોગતી થતી જાય છે અને માણસ માણસથી દુર જતો જાય છે. માનવ માનવ વચ્ચેના પ્રેમ, લાગણીના સંબધો હવે ગણિતના ત્રાજવે તોલાય છે, જે વિગ્નાનના એકતરફા વિકાસનુ પરિણામ છે. મગજ અને દિલનો સમાન વિકાસ થાય તે શુભ છે. બન્નેમાંથી કોઈ એકનો વિકાસ અશુભ છે. અગાઊ પૂરવમાં કેવળ દિલનો વિકાસ થયો જેના પરિણામોએ દરિદ્રતા આણી અને હવે વિગ્નાનનો એક તરફા વિકાસ સર્વનાશ સર્જવા તૈયાર થઈ રહ્યો છે. આજના સંજોગોમાં માણસે ભિતરની જાગૃતિ તરફ વળવાની તાતી જરુર છે.

  Liked by 1 person

 4. Aajna Manasnay ‘red-handed’ pakadyo chhe, Devikaben ! Ej manas hasto nathi anay chhata facebook par ‘LOL’ lakhta thakto nathi ! Juttho nahito !
  Shabash chhe tamnay !

  Liked by 1 person

 5. વાહ, દેવિકાબેન…આપણા સૌની સ્થિતિનું સુંદર નિરૂપણથયું છે…!!

  Liked by 1 person

 6. Little Fun.
  માણસ હવે માણસ રહીને મરતો નથી.
  ને મરે છે તો જીવ માયાથી ખસતો નથી.
  દુખે છે પેટ અને કુટે છે માથું,
  સાચું શું છે, તે ભસતો નથી.
  રોજ ચહેરા પર ચહેરા લગાવે,
  અસલી ચહેરો કદી દિસતો નથી.
  બહાર તો મુખપર હાસ્યના ફુવારા
  પણ સાચું કદીય હસતો નથી.
  હાસ્ય તો હાસ્ય, નકલી રુદન પણ
  પળ પળ મરે તોય મરતો નથી.
  ગાડા નીચેના કુતરા શા હાલ છે.
  તોય ઘમંડનો કેડો મુકતો નથી.
  સ્વાર્થ ખાતર અનેક ગળા કાપે
  ઈશ્વરથી પણ હવે ડરતો નથી.
  ખાડે ગયું છે આયખું આખું.
  પુણ્યના ભાથા ભરતો નથી.
  માટી મળી જશે માટીમાં એક દિ
  માટીનો દિપ આ જલતો નથી.

  Liked by 1 person

 7. ” ફેસબુકને ફળીએ ” આ શીર્ષક ખરેખર રાખવા જેવુ છે .

  કૃષ્ણ દવે

  Like

  • અરે વાહ…કૃષ્ણભાઈ, આજે તો તમારો પ્રતિભાવ જોઈને દિવસ સુધરી ગયો!
   ‘આભાર’ની ઔપચારિક્તા ન કરું ને?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s