પત્ર નં ૨૧- મે,૨૧ ૨૦૧૬

કલમ-૧

દર શનિવારે..

પ્રિય નીના,

આજે સૌથી પહેલાં તો આપણા માનીતા અદમભાઈની ગઝલ તેં યાદ કરાવી તે ખૂબ જ ગમ્યું.
ક્વેશ્ચન ટૅગ માં બંધાઈ ગયા, વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા,
પહેલાં તો હરપળે હતા હોમ-સીક, ધીરે ધીરે પછી ટેવાઈ ગયા.

ફરી એક વાર વાંચવાની, વાગોળવાની અને મમળાવવાની મઝા આવી ગઈ.

 બીજું, અહીંના કરતાં યુ.કે.નું વાતાવરણ જુદું કેમ છે એ મુદ્દા પર ૧૯૫૦થી માંડીને આજ સુધીની સામાજિક, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિની વિગતો સરસ ઝલકની જેમ વર્ણવી. વાત સાચી છે કે જે લોકોને કમાવા સિવાય છૂટકો જ નથી કે બીજો કોઈ વિકલ્પ જ નથી, તેને વળી શોખ કે સફળતા-નિષ્ફળતાનો વિચાર કરવાને ક્યાંથી અવકાશ હોય? માંડ કરતાં ત્રણ સાંધે ત્યાં તેર તૂટતા હોય એટલે જેમ તેમ કરીને ગાડું ગબડાવવું પડે. ચાલો, સારું થયું કે સમય બદલાયો અને તું લખે છે તેમ ત્યાંની છેલ્લી બે પેઢીની આર્થિક સધ્ધરતા ઉંચે આવી.

ધાર્મિક પ્રવચનકારોનો વિષય છેડીને, મારી દયા ખાઈને તેં છોડી દીધો પણ હું તારા જેટલી દયાળુ નથી! મને આગળ વધારવાનું મન થયું, એટલા માટે કે, થોડા વખત પહેલાં એક મઝાનો લેખ વાંચ્યો હતો. નીના, તને ગમશે જ એની ખાત્રી સાથે ટાકું છું.
પ્રવીણકાંત શાસ્ત્રી લખે છે કે, “ હું ૧૯૭૦માં અમેરિકા આવ્યો તે પહેલા ઘણાં ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકા સ્કોલશીપ મેળવીને અમેરિકા આવ્યા હતા અને કાયમને માટે સ્થાયી થયા હતા. મોટા ભાગના ડોક્ટર્સ ઈન્જીનીયર્સ કે સાયન્ટીસ હતા. ત્યારપછી અમારા જેવા નશીબદારો પ્રોફેશનલ વીઝા પર અમેરિકામાં ખડકાયા. કેટલાક પ્રોફેશન બદલીને હોટેલ મોટેલ ગ્રોસરી કન્વિનિયન સ્ટોરોમાં આગળ વધ્યા. બીજો મોટો ફાલ એમના શિક્ષિત અર્ધશિક્ષિત પણ પુરુષાર્થી સ્વજનોનો આવ્યો. તેઓના દેહ અમેરિકામાં
  પણ મગજ ગુજરાતમાં જ..મંદિરો બન્યા એમણે અમેરિકામાં ઠેર ઠેર ગુજરાત ઊભા કર્યા. સ્વાભાવિક રીતે સિનેમા, મંદિરો ઊભા થયા. મંદિરો આવ્યા એટલે બાવા બાપુઓની ભવ્ય પધરામણી શરૂ થઈ. અમેરિકામાં ઊનાળો શરૂ થાય એટલે એમનો વ્યવસ્થિત બિઝનેસ ચાલુ થવા માંડ્યો.!”
આ ભાઈની વાત એટલી બધી સાચી છે કે, ભલે તેમણે હળવી રીતે લખ્યું છે પણ વાંચીને ગંભીર વિચારમાં ડૂબી જવાયું. છેલ્લાં કેટલાં યે વર્ષોથી હું જોતી આવી છું કે ધર્મને નામે, સાચેસાચ જાતજાતના ધંધા અને વાડાબંધી જ ઉભા થયાં છે. જેવી ઠંડી ઓછી થવા માંડે કે તરત જ અમેરિકાના જુદા જુદા શહેરોમાં પરમ પૂજ્ય ધર્મ ધૂરંધરોની, મહારાજોની આવન-જાવન ધામધૂમથી થવા માંડે, ડોલરથી થેલા ભરાવા માંડે અને કરુણતા તો એ બની જાય કે સરવાળે, ધર્મ અને શ્રધ્ધા જેવા ભાવો, સંપ્રદાયોની ગલીગૂંચીઓમાં અટવાઈ અલોપ થઈ જાય !!! આંખને ઉઘાડી શકે અને દ્રષ્ટિને માંજી શકે એ માનવતા નામનો સાચો રાહ જ અદ્રશ્ય થઈ જાય!

કેટલીક વાર તો એમ લાગે છે કે, જગત ઇર્ષા અને સ્પર્ધા વચ્ચે જીવે છે. સૌને દેખાડાના અખાડામાં રસ છે. એ જ એની તાસીર છે અને તસ્વીર છે. અધમોની અંધારી આલમનું આજે પૂરેપૂરું વર્ચસ્વ છે. હેનરી મિલરે ક્યાંક લખ્યું છે કે, દેખાતા ધર્મની હિલચાલના જો એક્સરે કઢાવીએ તો તેમાં એક નહિ, અનેક રોગ મળે. સંસ્કૃતિને અને ધર્મને જાણે કે કેન્સર થયું છે જેનું નિદાન ચિંતાનો વિષય છે.  સારું છે કે હવે તો નેટ-જગત પર કેટલાં બધા લોકો આ વિષે લખી લખીને આંખ ઉઘાડવાના પ્રયાસો કરી રહ્યાં છે. સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં છે. આપણે આશા રાખીએ કે એક નવા સમયનો ઉદય થાય અને સારું પરિવર્તન આવે.

ચાલ, વાતને થોડી વાળું? ગયા પત્રમાં મેં વિસરાતા જતા શબ્દો ( બૂઝારુ,ડોયો વગેરે) વિષે લખ્યું હતું. એ વિષે તારો કંઈ પ્રતિભાવ? અરે, હાં, એ જ સંદર્ભમાં એક જૂનો પ્રસંગ યાદ આવ્યો.. સાંભળ.આપણે ગુજરાતીમાં ‘ઘોડો’ એટલે એક પ્રાણીનું નામ અને બીજો અર્થ ‘ઘોડો’ એટલે વાસણ કે બીજી કોઈ ચીજ-વસ્તુ મૂકવા માટે બનાવેલ લાકડાનું કબાટ જેને ઘોડો પણ કહેવાય. એક વખત એક ગુજરાતી બેને તેમના અમેરિકામાં જન્મેલા,પૌત્રને કહ્યુઃ  “બેટા, જા તો જરા ઉપર ઘોડામાંથી પૂજાની મોટી થાળી લઈ આવ તો.” એટલે થોડું ઘણું ગુજરાતી સમજતા છોકરાએ આશ્ચર્યથી પૂછ્યુઃ ” હેં.. એટલે આપણા ઘેર ઘોડો છે?” આ છે વિસરાતા જતા જૂના ગુજરાતી શબ્દોની અવદશા!!

હવે છેલ્લે, તારા કુશળ-મંગળ પૂછી લઉ? અને તારી વધુ એક વઢ ખાઈ લઉં?!! યાર,કુશળ તો તું હંમેશા વર્તાય જ છે. ન હોય તો મારા વગર તું બીજાં કોને કહેવાની ? પહેલાં પૂછું કે છેલ્લાં, શું ફરક પડે છે?’ પાણીમાં ચણો’ ને ‘સુખના સોજા’ વાંચીને મને યાદ આવ્યું કે જ્યારે  પાતળી હતી ત્યારે હું પણ એમ કહેતી હતી કે, સાલું સુખ જીરવાતું નથી !! સમજી કંઈ?

વધુ આવતા પત્રમાં

દેવીની યાદ.

 

 

Advertisements

12 thoughts on “પત્ર નં ૨૧- મે,૨૧ ૨૦૧૬

 1. પાણીમાંના ચણા અને સુખના સોજાઓ જો નીના બહેન કે દેવીબહેનની વાાત હોય તો શાસ્ત્રી જેવા અનેકના પુરુષોના બેલ્ટના કાણાઓ પણ સુખની દિશામાં આગળ વધ્યા છે.
  મારા એક સ્નેહી ૮૦ના દાયકામાં લગભગ દર વર્ષે અમેરિકા આવતા અને ઠેર ઠેર વેદ અને પુરાણોના પ્રવચનો કરતાં. એમને મેં પૂછ્યું, તમે ભારતમાં કેમ આટલા બધા પ્રવચનો નથી કરતાં અને અમેરિકામાં કેમ લોકો તમને સાંભળે છે?

  એમણે એક જ વાક્યમાં જવાબ આપ્યો. “ભાવનો અભાવ અને અભાવનો ભાવ”.
  બીલકુલ સાચી વાત. ૧૯૭૦માં ન્યુ જર્સીમાં નજીકમાં એક પણ મંદિર ન હતું. ન્યુ યોર્કમાં બ્રુકલિન સૂધી લાંબા થવું પડતું. ધાર્મિક ન હોવા છતાં વેસ્ટ વર્જીનીયામાં યાત્રા કરવા દોડતા હતા અને હવે જાણે ગલીએ ગલીએ (આઈ મીન દરેક કોમ્યુનિટીમાં) મંદિરો થઈ ગયા છે. અમારા જેવાઓએ જવાનું બંધ કર્યું છે પણ, રોજ એર ઈન્ડિયા ઢગલાબંધ વડીલોને અમેરિકામાં ઠાલવે છે અને મંદિરોમાં ગિર્દી થતી જ રહે છે.

  હવે ભાષા બચાવ હેઠળ કવિ, લેખક અને સાક્ષરો ની આવન જાવન પણ વધી છે. મેં એમ પણ નોંધ્યું છે કે અમેરિકામાં ભારત વધ્યું છે અને ભારતમાં અમેરિકા ફાલ્યું છે.

  દેવિકા બહેન પત્રમાં મારી વાતના ઉલ્લેખ બદલ આભાર.

  Liked by 2 people

 2. કહેવાતા ધર્મો અને કહેવાતા ધાર્મિકો, સાચા અર્થમાં રોગો અને રોગિષ્ટો છે.તેમની પાસે વધુ અપેક્ષાઓ રાખવી એ નાસમજી છે.

  Liked by 1 person

 3. Adarniya Devika , Visarati anne badalati jaruriyato ye Shabdo na vaibhav nne vasi banavi didha , Ascharya tyare thayechche jyare India ma pan CBSC ma bhanata children guharati mavat thati hoi tyare ghani var ouchche, atle shu? Off course, US, CANADA ma bhanata children gujarati boli shake , thodu thodu boli pan shake chhe, common chche food choice, Pizza, Ice cream, pasta, megi.
  Thik, mandiro ne anne bhagvan nu nam, ye majaburi chche, family thi Akla añe majaburi nu circle, bimari, vadhatinjati potani n chikdren ni ummar, be ma ek thayee jay to shu?, bimari ma saoadsy to shu, pariman social thava taeaf na prayaso.
  Na game tevi parishthity, satya ghatana— small childrens, mr. Bimar pade chhe, hispital, medicine suport un beliveable chhe, pan, hodpital ni visit, dardi pase kon rahe, dava , kudarati hajat, vanasati jati bimari, jivan no dekhato ant, dedh ma thi saga bolavo, driving kon kare, grossary kon kare, spouce ne job chhe, arthik chinta nahi, parantu, nana santano, anne ye samay ave ke crimitorium appointment, dharmik vidhi vidhan n ubhi thayelo shunyavkash, pali par desh ma, ma, bap, bhai, bhandu, sasu, sasara , saga anne vahala, lachar, proshno anek , Tamaro anubhav, mantavya, paristhiti ma best solotuion
  Jindagi to vaheti jashe, havve shu ??

  Liked by 2 people

 4. ઈર્ષા અને સ્પર્ધાના આ જગમાં ધર્મ અને ધર્મગુરુના નામે અંધશ્રદ્ધા વધી રહી છે, બધાને ડોલરોના કોથળાં ભરવામાં રસ છે. લોકોનુ અને ધર્મ નુ જે થવું હોય તે થાય.
  ગુજરાતી ભાષા જ જ્યાં ભુલાતી જાય છે ત્યાં જુના શબ્દો તો ક્યાં વિસાતમાં!!!!!!

  Liked by 1 person

 5. પ.પૂ.ધ.ધૂ બાવાઓ અને બાપુઓથી જ આપણી સંસ્કૃતિ જળવાશે એવી બીક અધકચરા અમેરિકન ભારતિયોના મનમાં હશેને તો જ એમની થેલીઓ ડોલરોથી છલકાતી હશે ને?

  સંતાનોને સંસ્કાર આપવાનો હેતુ પણ અહીં બદલાઇ ગયેલો જોયો છે.

  Liked by 2 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s