પત્ર નં ૨૦… મે ૧૪, ૨૦૧૬

કલમ-૨ દર શનિવારે..

 

પ્રિય દેવી,

તારી અને તારા કુટુંબની ક્ષેમકુશળતા પૂછી લઉંને?

યાર, મારા કુશળમંગળ છેક છેલ્લે, પત્ર પૂરો થાય ત્યારે યાદ આવે છે એમને?

ખેર, મારી કુશળતા અંગે જો મારે કહેવું હોય તો આપણી એક કહેવત મુજબ કહી શકું કે મારી દશા– ‘ પાણીમાં ચણા જેવી છે.’!

મારા એક ઓળખીતા બહેન છે એમને તમે પૂછો કે કેમ છો?’ તો મોઢું ગંભીર રાખી કહે કે, ‘શું કરું બેન, જુઓને આ શરીરે સુખના સોજા ચઢ્યા છે!’ મારું પણ કંઈક એવું જ છે. 

ગોરંભાયેલું વાતાવરણ હોય, ઘરમાં પુસ્તકોનો મેળો જામ્યો હોય, તેમાં જૂના ગીતો સી.ડી પ્લેયર પર વાગવા માટે તડપતાં હોય અને કોફીનો કપ પણ આમંત્રણ આપતો હોય,પછી તો પૂછવું જ શું!

પરંતુ એવું વાતાવરણ નોવેલ વાંચવા માટે બરાબર છે. ગયા અઠવાડિયે તેં જે વાંચ્યુ તેને માટે તો શાંત વાતાવરણ જ જોઈએ.

જો કે અમારે ત્યાં તો ગોરંભાયેલું વાતાવરણ જ વધારે હોય અને એને લીધે ઘણા લોકોને ડિપ્રેશન આવી જતું હોય છે. બહાર કડકડતી ઠંડી, ઘરની ચાર દિવાલ અને અનનેચરલ હિટિંગસેન્ટ્રલ હિટિંગ. ઉપરાંત મેં નોંધ્યું છે કે આપણા ઘણા લોકોએ આખી જીંદગી કુટુંબ માટે વૈતરું જ કર્યું છે અને કોઈ પણ જાતની હોબી ડેવલપ કરવાનો સમય જ ન ફાળવ્યો હોય તેઓ ડિપ્રેશનનાં ભોગ વધુ બને છે. એટલે એવું નથી કે યુરોપિયન પ્રજાને ડિપ્રેશન નથી આવતું. પરંતુ એ લોકોને ડિપ્રેશન આવવાના કારણો આપણા કરતાં અલગ હોય છે, જે પછી ક્યારેક કહીશ.

તેં લખ્યું હતું તેમ મારી પાસે દુભાષિયા ( અહીં આપણા ઓછા ભણેલા એશીયન લોકો અમનેઈંટરપ્રિંટરકહે છે ) ની નોકરી દરમ્યાન ભેગા કરેલાં જે અનુભવો છે તે તારી સાથે શેર કરવા મને ખૂબ ગમશે.

તેં સફળતા અને નિષ્ફળતા વિશે જે વાંચ્યું અને શેર કર્યું તે ખૂબ જ સાચું અને રસપ્રદ છે.

પરંતુ અહીં આવીને મેં આપણા એશિયનોનો એવો સમાજ જોયો છે કે જેમને માટે સફળતાનિષ્ફળતાની આગળ જઈનેયેન કેન પ્રકારેકમાવા સિવાય કોઈ બીજો વિકલ્પ જ ન્હોતો.

મેં આગળ લખ્યું હતું તેમ અહીંનું વાતાવરણ યુ.એસ. કરતાં કેમ જુદું છે તે કહું. ખૂબ દુઃખદ છતાં જાણવા લાયક વાત છે આ. અહીં જે એશીયન લોકો ૧૯૫૦ અને ત્યાર પછી આવ્યા એ લોકોને, તે વખતની બ્રિટિશ સરકાર તરફથી મજૂરી કરવા માટે જ વધુ ઉત્તેજન આપી, અહીં બોલાવવામાં આવતા હતાં.

બીજા વિશ્વયુધ્ધ પછી યુ.કે.માં પુરુષ કારીગરો અને મજૂરોની સંખ્યામાં સારો એવો ઘટાડો થયો હતો. એટલે એ માટે એમની જ્યાં જ્યાં કોલોની (જ્યાં જ્યાં એ લોકો રાજ કરીને આવ્યા હતાં એ બધા દેશો) હતી ત્યાંથી પુરુષોને મજૂરી કરવા માટે આકર્ષવામાં આવતાં.પરિણામે ૧૯૫૦ની આસપાસ ઘણા ગુજરાતીઓ, પંજાબીઓ અને નોર્થ ઈન્ડયનો અહીં આવીને વસ્યા. એ લોકો પોતાના કુટુંબને ભારતમાં મૂકીને પહેલાં એકલા જ આવતાં. એક જ નાનકડાં અને સસ્તા ઘરમાં ૧૨ થી ૧૫ લોકો રહેતાં. ત્યારે સેન્ટ્રલ હિટિંગ જેવું કાઈ હતું જ નહીં. માત્ર સિટીંગરૂમમાં કોલસાથી ચાલતો ફાયર રહેતો. આખા અઠવાડિયાની રોટલી અને મગનું શાક બનાવી આ ફાયર ઉપર મૂકી રાખતાં જેથી ગેસ ચૂલો સળગાવવો ના પડે અને ખાવાનું હૂંફાળુ રહે! એ લોકો ઘણા પાળીમાં કામ કરતાંએક પાળીવાળા જાય એટલે એ જ ખાટલામાં બીજી પાળીવાળા લોકો આવી સૂઈ જતાં. અહીં સફળતા અને નિષ્ફળતાની ઉપર જઈને કઈ રીતે ભારતથી આવતી વખતે કરેલું દેવું ચૂકવવું અને ક્યારે ભારતથી ફેમિલિને બોલાવવું એ જ ધ્યેય.

૧૯૭૩માં ઈદી અમીને કેનીયામાંથી એશીયનોને હાંકી કાઢ્યા એ લોકોની પરિસ્થિતિ ઉપર જણાવ્યા એ લોકો કરતાં થોડી સારી હતી. આફ્રિકામાં પેઢીઓથી સ્થાઈ થયેલા અમુક લોકોને ભલે ઈંગ્લીશ આવડતું ન્હોતું પરંતુ તેમના બાળકો આફ્રિકામાં અંગ્રેજીમાં ભણ્યા હતાં. એમાના જે યુવાનો હતાં એ લોકોને થોડું ઘણું ઈંગ્લીશ આવડતું હતું, તેમાંના થોડા લોકો પાસે ડિગ્રીઓ પણ હતી. આફ્રિકા પણ બ્રિટિશ કોલોની હતું એટલે ભણતરનું સ્ટન્ડર્ડ પણ થોડું બ્રિટન જેવું હતું એટલે એ લોકો આવ્યા પછી પરિસ્થિતિ ઘણી બદલાઈઆર્થીક દ્રષ્ટિએ.

પરંતુ આફ્રિકા ગયા હતાં કે ઈંગ્લેંડ આવ્યા હતાં એ લોકોનો મુખ્ય ઉદ્દેશકમાવાનોજ રહ્યો હતો. વળી પોતાનીભારતીયતરીકેની ઓળખ સાચવવા, બાળકો અહીંના લોકો જેવા ન થઈ જાય તેને માટે સતત જાગૃત ( કેટલો વિરોધાભાસ છે, હેં ને દેવી?) રહેવાનું હોય ત્યાંહોબીકેળવવાનો સમય જ ક્યાં હતોએ લોકોની ભાષામાં કહું તો એવામોજશોખઅમને પોષાય જ ક્યાંથી?- આ સમૂહનાં ઘણા લોકો ડિપ્રેશનના ભોગ બન્યા છે.

પરંતુ અહીં જીવી જવા માટે એમણે ધર્મને પકડી રાખ્યો. અંધશ્રધ્ધાથી યુક્ત અને ચીલાચાલુધરમ’ – ‘પાણીમાં ડૂબતાંને તરણાં નો સહારોજેવો કામ ભલે લાગ્યો પરંતો આગલા પત્રમાં મેં લખ્યું હતુ તે મુજબ આપણા ધર્મનું સારૂ અને સાચું પ્રતિનિધિત્વ કરી શકીએ તેવો પ્રયત્ન ખૂબ જ નહીવત્કહી શકાય એવો થાય છે. જો કે હવે તો સામાજીક પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ ગઈ છે. અત્યારની છેલ્લી બે પેઢી પાસે ભણતર, ર્થિક દરજ્જો અને સુખસામગ્રીની ખોટ નથી અને એ લોકો હોબી કેળવે છે અને એમને પોષાય પણ છે! અને અહીંનો ઉનાળો આવતાં જ કહેવાતાં ધાર્મિક પ્રવચનકારોનો રાફડો ફાટી નીકળે છે.

હજુ કહે તો પાનાનાં પાના ભરીને લખતી રહું એમ થાય છે પરંતુ તારી દયા ખાઈને અહીં જ વિરમું?!!! પરંતુ તે પહેલા વર્ષોથી સ્થાઈ થયેલાં અને યુ.કે.ની એશિયન પ્રજાની નાડ જેમણે ખૂબ જ સરસ રીતે પારખી છે એવા આપણા બન્નેનાં માનીતા ગુજલીશ ગઝલકાર અદમભાઈની ગઝલ શેર કરવાનું રોકી શકતી નથીઃ

ક્વેશ્ચન ટૅગ માં બંધાઈ ગયા.

વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા.     

પહેલાં તો હરપળે હતા હોમસિક

ધીરે ધીરે પછી ટેવાઈ ગયા.         

થઈ ગયા આપણે કલર બ્લાઈન્ડ,

આ વિલાયતથી લ્યો અંજાઈ ગયા.         

પેલો ઍરો હજી છૂટ્યો જ નથી, 

તે છતાં આપણે વીંધાઈ ગયા.    

આપણે નાઈધર હિઅર નૉર ધૅર,

એક વૉઈડમાં ખોવાઈ ગયા.

લૂંટવા આવ્યા યુનાઈટેડ કિંગડમ

ને ‘અદમ’ આપણે લૂંટાઈ ગયા.   

  

Advertisements

17 thoughts on “પત્ર નં ૨૦… મે ૧૪, ૨૦૧૬

 1. ‘હોબી’ કેળવવાનો સમય જ ક્યાં હતો – એ લોકોની ભાષામાં કહું તો એવા ‘મોજશોખ’ અમને પોષાય જ ક્યાંથી?
  ——-
  એકદમ સાચી વાત. આપણા બ્લોગવેડા ‘નવરા’ઓની જમાત !!

  Liked by 2 people

 2. આપણે નાઈધર હિઅર નૉર ધૅર,

  એક વૉઈડમાં ખોવાઈ ગયા.

  લૂંટવા આવ્યા યુનાઈટેડ કિંગડમ

  ને ‘અદમ’ આપણે લૂંટાઈ ગયા.

  એકદમ સાચી વાત!
  સરસ પત્ર કહાણી ચાલે છે..વાતો ક્યારે કહાણીમાં પુનરાવર્તીત થાય તેની રાહ જોઇ રહ્યો છું

  Liked by 2 people

 3. પચાસ સાઠના દાયકામાં વિદેશ ગયેલી ભારતીય પ્રજાનો ઈતિહાસ બધે લગભગ સરખો જ છે. અર્ધા ભુખ્યા રહી કુટુંબને કેમ બોલાવવું એ પળોજણમા કોઈ હોબી વિકસાવવાનો સમય ન રહે, એ સત્ય સુપેરે રજુ કર્યું છે.

  Liked by 1 person

 4. જુઓને આ શરીરે સુખના સોજા ચઢ્યા છે!’ મારું પણ કંઈક એવું જ છે. prosperity- ni Gujarati bhasa ma khub sunder Rajooat. PATRA SHRENI NA VAANCHAN THI GUJARATI SAHITYA MA RAS VADHTO JAY CHHE. THANK YOU Devikaben.

  Liked by 1 person

 5. નયનાબેન,
  ૫૦, ૬૦ ના સમયમાં કદાચ અમેરિકા વિદેશીઓને આવકારતું હતું , અને ખાસ કરીને ભારતીઓ માટે વિષેશ આદર અહીંની પ્રજામા હતો!!ઇંગ્લેન્ડનો મને અનુભવ નથી.

  Liked by 1 person

  • ઈન્દુબેન, વર્લ્ડવોર ૨ પછીની આ વાત છે ત્યારે અમેરિકા અને ઈંગ્લેંડની પરિસ્થિતિમાં ખૂબ ફેર હતો. અને આમે ય ગમે તે પ્રકારે અન્ય દેશોમાં જઈને રાજ કરનાર પ્રજામાં ગુરુતાગ્રંથી આવે એ સ્વાભાવિક છે. અમેરિકામાં કોઈ એક જ પ્રજા પ્રભાવી નથી. પરંતુ આ વિષય પર પત્રશ્રેણીમાં સ્થાન આપીશું.
   આભાર.
   નયના
   .

   Like

 6. નયનાબેન, સાચી વાત છે. ભરેલે પેટે જ હોબીઓ વિકસાવાય છે, બાકી જ્યાં રોજબરોજની રોટીની દોડધામ હોય ત્યાં આવું બધું સુઝતું નથી.

  નવીન બેન્કર

  Liked by 2 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s