‘પ્રતિલિપિ’ના સૌજન્યથી મળેલ તસ્વીર બોલે છે…..
છંદવિધાનઃ હરિગીત ( ૨૮ માત્રા)
બે બાહુમાં બળને ભરી ને અંગમાં ઉમંગ લઈ,
સપનાની સંગે આશને એણે તરંગોથી મઢી,
કાળા થતા પડછાયાને પાછળ બધા ય છોડતો,
સુદૂર નભના તારલાઓ પામવાને દોડતો.
મસ્તીના મ્હેલે રાચતો, આનંદથી એ નાચતો,
બસ, ચાલતો, ને ઊડતો, ભૂસ્કા ઘણાં એ મારતો,
ને આભના સહુ વાદળાઓ સ્પર્શવાને ચાહતો,
સુદૂર આભે તારલાઓ પામવાને દોડતો.
મનડા મહીં જ્યોતિ મઝાની ધ્યેયની જે જાગતી,
એ રાહમાં અથડાઈ, નડતા કંટકો મિટાવતી,
ને લક્ષ્ય એનું એક છે જે પ્હોંચવાને કૂદતો,
સુદૂર ઉંચે તારલાઓ પામવાને દોડતો.
વાહ ખુબ સુંદર રચનાં
LikeLiked by 1 person
લક્ષ્ય એનું એક છે જે પ્હોંચવાને કૂદતો,
સુદૂર ઉંચે તારલાઓ પામવાને દોડતો
well described in poetic form for adventurous, enterprising and ambitious youngsters. keep it up.
LikeLiked by 1 person
સરસ રચના.
LikeLiked by 1 person
Thank you, Shailaben.
LikeLike
sunder rachana
LikeLike
Welcome to my blog Bharatbhai. Thank you for your comment.
LikeLike