પત્ર નં. ૧૬… એપ્રિલ ૧૬, ૨૦૧૬..

કલમ-૨

દર શનિવારે

પ્રિય દેવી, 

દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય એ વાત ખૂબ ગમી. એજ રીતે પ્રલોભનોમાં લપસી પડતાં લોકો માટે  તેં યોજેલી મેનકા અને વિશ્વામિત્રની ઉપમા ખુબ જ સ-રસ લાગી. 

એટલે હવે આવું તારી બાળકોને અમેરિકામાં મળતા શિક્ષણની વાત ઉપર.

અહીં યુ.કે.માં પણ નર્સરી(રીસેપશન ઈયર)થી શિક્ષણ પધ્ધતિ દ્વારા એમની અંદર રહેલી કુદરતી ટેલન્ટને બહાર આવવા દેવા માટે જે પ્રયત્ન થાય છે તે સાચે જ ઉમદા છે. અહીં સ્પેશીયલ નીડ્સનો એક વિભાગ અલગ કરીને સ્કુલોમાં જે બાળકો સામાન્ય બાળકો કરતાં થોડા માનસિક રીતે નબળા હોય અને ભણવામાં તકલીફ પડતી હોય એવા વિદ્યાર્થીઓને માટે સામાન્ય સ્કુલોમાં જ ખાસ સગવડ કરી આપવામાં આવે છે. જેથી તેઓ લઘુતાગ્રંથીથી ન પીડાય અને એમને પણ લાગે કે તેઓ સામાન્ય બાળકો જેવાં જ છે.

શારિરીક અને માનસિક રીતે અક્ષમતા ધરાવતાં બાળકો માટે પણ અલગ સ્કુલો રાખીને બને એટલા એ લોકોને સક્ષમ, સ્વતંત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી શારિરીક ખોડ હોય કે ઉંમરના પ્રમાણમાં માનસિક રીતે અવિકસિત હોય તેવા બાળકોને અન્યો પર ઓછો આધાર રાખવો પડે.

અમેરિકા અને યુ.કે.ની શિક્ષણ પધ્ધતિમાં બહુ મોટો તફાવત કદાચ નહી હોય પરંતુ તે માટે આર્થિક સહાયતાની રીત ઘણી જુદી છે એમ મારું માનવું છે. યુ.કે.માં પ્રથમ ૧૦,૦૦૦ પાઉંડ કમાયા પછીની કમાણી પર ટેક્ષ ૨૨%થી શરુ થઈ ૩૦%/૩૫% સુધી આપવો પડે છે એના બદલામાં શિક્ષણ, બાળ ઉછેર, મેડીસીન વિગેરે નિઃશૂલ્ક છે. હોસ્પિટલની સેવાઓ પણ મફત મળે છે. જ્યારે અમેરિકામાં વ્યક્તિગત વીમાની પધ્ધતિ છે એમ મેં વાંચ્યું છે. વીમો ન હોય તેવી વ્યક્તિઓને સેવાઓ નિઃશૂલ્ક મળતી નથી. શું એ સાચું છે?

તું કહે છે તેમ બાળકોને મળતી તકોને લીધે કેટલાય ભારતિય વિદ્યાર્થીઓ ભારતનું નામ ઉજાગર કરે છે અને તેથી ગૌરવની લાગણીની સાથે સાથે આંખમાં કંઈ પડે અને ખૂંચે તેમ એક વાત થોડી મનને કઠે છે અને એ કે ભારતમાં જો એ લોકોને આ તક મળે તો આપણું બુધ્ધિધન આપણા જ દેશના વિકાસાર્થે વપરાયને!

ખેર, આ સિવાય પણ યુ.કે.માં જે સેવાઓ મળે છે તેમાં ઘટાડાઓ થતાં રહે છે તેના કારણો અનેક છે પરંતુ તેમ છતાંય સરકારી બેનીફીટ્સ અહીં જે મળે છે એ કદાચ વિશ્વમાં અજોડ છે. બેકારી ભથ્થાથી શરુ કરી, બાળક ૧૬ વર્ષનું થાય ત્યાં સુધી મળતું ચાઈલ્ડ બેનીફીટ, જન્મેલા બાળકની માતાને એક વર્ષ સુધી મળતી મેડિકલ સેવાઓ અને મેડિસિન્સ બધું જ મફત મળે. આ ઉપરાંત વૃધ્ધોને મળતાં કાંઈ કેટલાય જાતનાં બેનીફિટ્સ અને તેમની કાળજી રાખનારને મળતી સહાય અને એવું તો ઘણુંય. એટલે અહીં આવવા માટે લોકોનો ધસારો ઓછો નથી. ખાસ કરીને યુરોપીયન યુનિયન બન્યા પછી જ્યાં જ્યાં યુરોપિયન લોકોએ રાજ કર્યું હતું તે બધા જ અહીં કાયદેસર આવી શકે છે-દા.ત. પોર્ટુગીઝ લોકોએ દીવ-દમણ પર રાજ કર્યં હતું-પોર્ટુગીઝ કોલોની હતી એટલે ત્યાં અને પોર્ટુગલમાં રહેતાં લોકો અહીં આવે છે. એ જ રીતે બોઝ્નીયા, સોમાલી જેવા દેશોમાંથી પણ અઢળક લોકો આવે છે. અને અસાયલમ સીકર આવે તે જુદા!!

અમેરિકાની જેમ માત્ર વ્યવસાયી હોય કે માત્ર ભણવા માટે જ આવનારા લોકો પ્રમાણમાં અહીં ખૂબ ઓછાં છે. એટલે જ અહીં એક નવી દુનિયા છે. તેં કહ્યું તેમ તને જેમ ૩૬ વર્ષના વ્હાણા વાયા તેમ મને ૪૭ વર્ષના વ્હાણા વાયા.  હવે આપણે માટે આ નવી દુનિયા નથી રહી. આપણે એના એક અભિન્ન ભાગ બની ગયા છીએ અને છતાંય…છતાંય  ભારત જઈએ એટલે અંતરને તળીયેથી એક  જે હાશકારો નીકળે છે એ અહીં નથી થતો.

એક વખત હતો દેવી, કે જ્ગજીત અને ચિત્રા સીંઘનું પેલું પ્રસિધ્ધ ગીત-હમ તો ભયે પરદેશમેં, દેશમેં નીકલા હોગા ચાંદ….સાંભળીને રડવાનું બંધ ન્હોતું થતું અને હવે કદાચ અનુભવો, ઉંમર કે પછી જમાનાની થપાટો ખાઈ ખાઈને સ્પંદનહીન બની ગયેલું મન! સાચે જ ક્યારે અને ક્યાં બાળપણની નિર્દોષતા ખોવાઈ ગઈ એ જ ખબર ન પડી!

 કૃષ્ણ દવે મારા માનીતા કવિઓમાંથી એક છે તેમની એક પંક્તિ યાદ આવે છે-

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર, કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર’.

  અને એ દ્વાર એવા ખુલ્યા કે હવે પેલી સુગંધ અને ઝાકળ ભૂતકાળ બની ગયાં નહી?

હાલમાં જ આ. ભીખુદાન ઘડવીને પદ્મવિભુષણનો ખિતાબ મળ્યો વાંચીને ખુબ આનંદ થયો એમની કહેલી એક જોક કહું. ઘણા વર્ષો પહેલા સાંભળી હતી-

એક ભાઈને તેઓ મળવા ગયા ત્યારે એ ભાઈ જડબે હાથ દઈ બેઠાં હતાં, એમણે પૂછ્યું શું થયું?

તો એ ભાઈએ કહ્યું, ‘ ઈસ્ત્રી કરતોતો ને ફોન આવ્યો!!!!!!

હસવું આવ્યું કે નહીં યાર?

નીનાની સ્નેહ યાદ.

 

Advertisements

8 thoughts on “પત્ર નં. ૧૬… એપ્રિલ ૧૬, ૨૦૧૬..

 1. અનુભવો, ઉંમર કે પછી જમાનાની થપાટો ખાઈ ખાઈને સ્પંદનહીન બની ગયેલું મન! સાચે જ ક્યારે અને ક્યાં બાળપણની નિર્દોષતા ખોવાઈ ગઈ એ જ ખબર ન પડી . very touchy emotional and sentimental but true expression of life of Indians settled in America. enjoy reading PATRA SHRENI. kEEP IT UP.

  Liked by 1 person

 2. તમારી લેખ શ્રેણી સરસ મજાની છે. અમને પણ હવે અહીં ફાવી ગયું છે.
  ——-
  એક ભાઈને તેઓ મળવા ગયા ત્યારે એ ભાઈ જડબે હાથ દઈ બેઠાં હતાં, એમણે પૂછ્યું શું થયું?
  તો એ ભાઈએ કહ્યું, ‘ ઈસ્ત્રી કરતો’તો ને ફોન આવ્યો!!!!!!

  એમનો ઈમેલ શો? અમારે હાસ્ય દરબાર માટે કામના માણસ લાગે છે !!!

  Liked by 2 people

 3. સરસ..ભીખુદન ગઢવી ની વાત ઉપર રહી રહીને હસવુ આવે છે.. શું થયું હશે કપડાનું… ઘરનું ..અને પરણીત હોય અને પત્નીનું વસ્ત્ર શહીદ થયુ હોત તો?

  Liked by 1 person

 4. નીનાબેન, તમારી વાત સાચી છે. અમેરિકા કે યુરોપ, માનસિક વિકલાંગ બાળકોને મળતી સુવિધા કદાચ હજી ભારતમા ઉપલબ્ધ નહિ હોય. હું પણ અમેરિકામા છેલ્લા ૧૪ વર્ષથી આવા બાળકો સાથે કામ કરું છુ અને એમનો વિકાસ જોઈ શકું છું.
  ગંભીર વાત કરી છેલ્લે હળવી રમુજ પીરસી વાચકોને હળવા મુડમા લાવી દીધા.
  પત્રો વાંચવાની ખુબ મઝા આવે છે.

  Liked by 1 person

 5. આંખમાં હહુ જરા તકલીફ છે એટલે વાંચવાનું લગભગ બંધ છે. પણ યુ.કે.ની વાત આવી એટલે વાંચી લીધું. ૧૯૬૮ થી ૧૯૭૦ ત્યાંની રિસર્ચ લેબમા< કામ કર્યું હતું. દુનિયાભરની સમૃધ્ધી ત્યાંની ટ્રેઝરીમાં વ્યવસ્થીત રીતે સચવાયલી છે. ત્યાંના કામ કરતાં લોકો ટેક્ષ માટે બુમો પાડે છે પણ કામ ન કરતાં ખોટી ડિસેબિલિટીનો (ગેર)લાભ ઉઠાવવાવાળાઓને સારા જેવા જલસા છે. [ મારા દોઢ બે વર્ષના કામ બદલ પણ સરકાર સ્ટેટ પેન્સન મોકલી આપવાનું સૌ જન્ય દાખવે છે ] હેલ્થ કેરની બાબતમાં અત્યારે ત્યાનું ધોરણ કેવું છે તે ખબર નથી પણ યુ.એસ.એ ખર્ચાળ હોવા છતાં.યુ. કે. કરતાં ઘણું સારું છે.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s