પત્ર નં ૧૫… એપ્રિલ ૦૯, ૨૦૧૬

કલમ-૧

 

 

 

દર શનિવારે

નીના,

સમય કેવો ઉડે છે? જોતજોતામાં તો આ મહિને,આ દેશમાં ૩૬ વર્ષ વીતી ગયા!!

તારો પત્ર વાંચીને ઊંડા વિચારોમાં ડૂબી જવાયું. તેં વર્ણવેલી ઘટના અતિશય દુઃખકારી છે. એમ લાગે છે કે જીવનની પાયાની સમજણ જ્યાં કાચી હોય છે ત્યાં આવા અનેક બનાવો બનતા હોય છે. એક વાત તો સાચી જ છે કે, માણસ એટલે  માણસ+ સંજોગોનો સરવાળો.  વિદેશની ધરતી લપસણી તો છે જ અને એવી ભૂમિકા પર પ્રલોભનોની મેનકા પ્રવેશે ત્યારે સંયમનું પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે. કુમળી વયના ભારતીય છોકરા-છોકરીઓના સંસ્કારો ઉપર  સ્વતંત્રતાને નામે જાણે અજાણે પાશ્ચાત્ય રંગોના લેપ રોજ ચડતા રહેતા હોય છે. પરિણામે  આવી દુર્દશા સર્જાય છે. આનો ઉકેલ તો માત્ર અને માત્ર વ્યક્તિની પોતાની અંગત સજાગતા જ હોઈ શકે. કોઈ કંઈ કરી ન શકે. હા, આવા દાખલાઓ નજર સામે દીવાદાંડીની જેમ રાખી કે બતાવીને  ભાવિ પેઢીને કદાચ બચાવી શકાય.

ચાલ નીના, હવે આમાંથી બહાર આવી જઈએ?  દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય. એને તો  સમજણપૂર્વક ઉડાડી દેવાનું હોય. બરાબર ને ? બાકી તો  “ઝુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.”

સાંભળ. એક જુદી વાત કરું. જેમ  અન્ય દેશો કરતાં આપણે ત્યાં ( ભારતમાં) પાયાની શિક્ષણ-પધ્ધતિ પાકી છે; તેમ મેં જોયું કે અમેરિકાની શિક્ષણ પધ્ધતિમાં એક વાત ખૂબ આવકારદાયક  છે. તે એ કે અહીં વિદ્યાર્થીઓમાં જે સારી આવડત છે તેને ખૂબ સરસ રીતે ખીલવવામાં આવે છે. નાનામાં નાની સારી આવડત, સૂઝ કે કલાને યોગ્ય રીતે વિકસાવવામાં આવે છે. કોઈની વાંચનશક્તિ સારી હોય, કોઈની આંકડા સાથે ફાવટ હોય  કે કોઈને ઈતિહાસ-ભૂગોળમાં વધુ રસ હોય તો તેને તે તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલું જ નહિ તેને માટેની યોગ્ય તકો પણ ઊભી કરી, પૂરી પાડવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળે છે. કદાચ એટલે જ America is a land of opportunity ગણાય છે.આને કારણે શૈક્ષણિક રીતે તેજસ્વી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રો સર કરવા માંડ્યા છે, વિકસવા અને વિસ્તરવા માંડ્યા છે. ઘણા બધા દાખલા અને નામો નજર સામે આવે છે ત્યારે ગૌરવની લાગણી અચૂક થાય છે જ.

એ ઉપરાંત, નીના, અહીં માનસિક અને શારીરિક જન્મજાત ખામીયુક્ત બાળકોને માટે પણ ખૂબ સુવિધાઓ આપવામાં આવે છે. કશી જ આશા ન હોય અથવા તો લગભગ અશક્ય હોય તેવી ખામીઓને અહીં ખૂબ ખૂબીપૂર્વક સુધારવામાં આવે છે અને ધીરે ધીરે પણ વ્યવસ્થિત રીતે એવા બાળકો ઘણી રીતે વિકસિત થતા આંખ સામે જોયા છે. આ આખો એક એવો નવો મુદ્દો છે એ વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે. એટલાં બધા આવા પ્રસંગોની વિવિધતા વહેંચી શકાય  કે  જાણે એક પુસ્તક લખી શકાય! અમારા જ શહેરમાં એવી સુંદર સેવા બજાવનાર શિક્ષિકાઓના અનુભવો  ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પણ લખાતા રહે છે. ત્યાં યુકે.માં પણ કદાચ એમ જ હશે. જાણીને પ્રકાશમાં લાવવું ગમશે. કદીક જરૂર લખજે.

હવે છેલ્લે એક મઝાની વાત.. હમણાં નેટસર્ફીંગ કરતા કરતા બકુલ ત્રિપાઠી વિષે વાંચવા મળ્યું. ગુજરાત સમાચારમાં ૪૩ વર્ષ સુધી તેમણે કોલમ લખી હતી.  તને યાદ હશે જ કે તેઓ ‘ઠોઠ નિશાળિયો ‘અને ક્કકો અને બારાખડી” ના શિર્ષક હેઠળ લખતા.  બકુલભાઈને યાદ કરીએ ને એમનો ચહેરો નજર સામે આવે તો પણ હસવું જ આવે.  એ હાસ્ય લેખક જ નહિ પરંતુ પૂરેપૂરા હાસ્યના અવતાર હતા. કહેવાય છે કે, તેઓનાં હંમેશાથી ત્રણ સ્વપ્ન રહ્યા હતાં. બેંક લૂંટવી, સફેદ અરબી ઘોડાં પર સવારી કરવી અને દાઢી- મૂછ રાખવી. પરંતુ બેન્ક લૂંટવા માટે બંદૂક ચલાવવી પડે અને તે માટેની હિંમત ને આવડત  તેમનામાં ન હતી. તેઓ અઢી વાર ઘોડાં પર બેઠા હતાં પરંતુ ઘોડાનાં દગાને કારણે  ઘોડેસવારી પણ કરી શકે નહિ. દાઢી-મૂછ રાખવી હતી પરંતુ પત્નીને ન ગમે તેથી તેમનું દાઢી-મૂછનું સ્વપ્ન પણ પૂરુ થઇ શક્યું ન હતું.આથી તેમણે વિચાર્યુ આખરે એક જ સ્વપ્ન એવું કયું? એ થ્રી ઇન વન સ્વપ્ન હતું “ગુજરાતી ફિલ્મ માં હીરો થવાનું”. હીરો થાય તો ભલે શૂટિંગ પૂરતી પણ દાઢી-મૂછ તો લગાવી શકાય! દબડાક-દબડાક ઘોડેસવારી કરી શકાય અને એ ઘોડે ચઢીને પ્લોટમાં ગોઠવણ હોય તો બેન્ક પણ લૂંટી શકાય! આ તેમનું થ્રી ઇન વન સ્વપ્ન વીર ફિલ્મ એક્ટરથવાનું!

આશા રાખું કે મૂડને બદલવાનો મારો આ પ્રયાસ તને શાતા આપશે અને તારા પ્રત્યેની મારી આ લાગણીસભર  છાલક  થોડી  આનંદપૂર્વક ભીંજવશે!

દેવીની યાદ.
એપ્રિલ ૦૯, ૨૦૧૬

Advertisements

8 thoughts on “પત્ર નં ૧૫… એપ્રિલ ૦૯, ૨૦૧૬

 1. સરસ! બે કાબેલ સર્જકો જ્યારે વાતો કરે ત્યારે તે દરેક વાતો પણ સાહિત્ય સર્જન નું ઉત્તમ સર્જન બને.. બકુલ ત્રિપાઠી ને ફરી માણ્યા…આભાર

  Liked by 1 person

 2. Hi,
  Adarniya Devikaben,
  There are two side of coin, most of successful Nri has education from villages from India and , they do not need calculators, we had slide rule for engineering calculation, try todays boy any where, and count on result snd reason.
  Yes, Here the assistance from education institute, counts a more, ground training, acts a prime cariculam,
  The iron nail in golden plate is worst health care priority system, even emergency pasiont waiting are nothing krss than 5 hrs, except life loss causality.

  The self decipline drives all infra structures, and so , the trsffic are not close like one snow @ J&K, here every thing found running, in routine even snow are of higher quantum.

  So, there r god and bed, noe the atire are to exposed the body , live n on face book as well.

  The shokingbr , the chsnging profile and shoeing picture to public,height of it is , await for like ftom un known so called friend.

  Kushal hasho,
  NIRANJAN SHASTRI

  Liked by 1 person

 3. it is really true that in USA students do get much more freehand  and opportunities to progress. Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1

  Liked by 1 person

 4. વિદેશની ધરતી લપસણી તો છે જ
  કુમળી વયના ભારતીય છોકરા-છોકરીઓના સંસ્કારો ઉપર સ્વતંત્રતાને નામે જાણે અજાણે પાશ્ચાત્ય રંગોના લેપ રોજ ચડતા રહેતા હોય છે. પરિણામે આવી દુર્દશા સર્જાય છે. આનો ઉકેલ તો માત્ર અને માત્ર વ્યક્તિની પોતાની અંગત સજાગતા જ હોઈ શકે. કોઈ કંઈ કરી ન શકે.
  દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય. એને તો સમજણપૂર્વક ઉડાડી દેવાનું હોય.

  “ઝુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.”

  સમગ્ર લેખમાં આલંકારિક ભાષા વાપરી, લેખનું સ્તર ઊંચે લઈ જવાયું છે. વિષય અને તેનું નિરૂપણ પણ ઉત્તમ રહ્યું.

  Liked by 2 people

 5. “દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય. એને તો સમજણપૂર્વક ઉડાડી દેવાનું હોય.”

  કેટલી સરસ અને સમજણભરી વાત !
  પ્રત્યેક પત્રમાં જળવાતી કન્ટીન્યૂટી સાથે પણ વિવિધ વાતોને વણી લેવાથી આ પત્રશ્રેણી ખુબ રસપ્રદ બનતી જાય છે.

  Liked by 1 person

 6. “માણસ એટલે માણસ+ સંજોગોનો સરવાળો.”…અને સંજોગ એટલે ‘કર્મ-ગત ‘કુદરતી સહજ વ્યવસ્થા જ ને?
  તેને શરણે જ …આપણે …

  ” આનો ઉકેલ તો માત્ર અને માત્ર વ્યક્તિની પોતાની અંગત સજાગતા જ હોઈ શકે. કોઈ કંઈ કરી ન શકે.” [PKD]
  ” અવેરનેસ ” જ આપણી ‘ઇન-બિલ્ટ’ શક્તિ -ચાલકબળને ઉપલબ્ધ રહી આ શક્ય બનાવે છે ! હા બહારથી પ્રેરણા-માર્ગ-દર્શન કવચિત ઉપયોગી જરૂર થાય, પણ ….”કર્મ-ગત ‘કુદરતી સહજ વ્યવસ્થા” અંતર્ગત જ …

  ‘શક્યતાઓ અસીમ છે !’ નો -જોવા -માણવા અનુભવ લેવા અને પછી માનવા અમેરિકા એક વાર જઈ શકાય તેમ હોય તો…… ચોક્કસ જવું . એમ કહેવાનું મન થાય …

  Like

  • Shakyata atle ? Potana mann thi sarjayella viklpo ne, jova , mannava ni vatt ma Fakt America j kem, ha darek vastu uchch kaksha ni khari, Canads kem nahi, Apanna j Bharat ma Kashmir thi kanya kumari, Himalaya ni god ma vasela vividh spots, Simals, manali, Are kerala ma Munnar, thekdi , tamilnadu ma temple no vaibhav,Gujarat ma sourastra, kachch,Ahmedavadno river front,Banaras, Mahabaleshvar, darek pradesh ni suvas, food, cloths,nature, aha prem thi avkar, mansai na diva, khabar chche, health care Indis maand YSA, CANADA, Emergency mma jav toye 4 to 6 hrs to thay, As a travellar to various states of Indis and various countries, My India is full of every thing, except certain disipline towarss driving, general house keeping , if these will taken care, nothing more., I have been frequent travellar to Us, Canada, Uae etc., but all and over all India for Anubhav, look, a public servant cleaning woman will have a piece of gold in earing, chuni., atleast, economy , now bullet train so hope u will agree on various expect, healthcare most required& all over all stares coveed with cardiac, knee replcament and all

   Liked by 1 person

   • ” NS ” …..Good . Got it … What you intend TO SAY is ‘AACEPTABLE’ . USA… + UK ARE under ref. ‘COZ ,considered as MOST POWERFUL materialistically promoting ABUNDANCE, Scientifically ADVANCED Countries it is w.r.to …Desciplines Open-ness, Freedom of Choice..etc. many factors for which any common man would go for or desire ….IS the general TREND TO-DAY .
    Factually, INDIA IS & will be most sought after place for many reasons we know,and as changing trends indicate . ‘ As everything “IS” UNDER effects of Duality & Theory of Relativity,[Saapekshtaa]… it depends on the POV/angle [ Drushti ] <> aapani potaani bhaav-dashaa paraj badhu avlambe chhe ne?
    shukriya ji … aj bas ITANA HI !

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s