રાખના પણ લાખના ….

રાખના પણ લાખના આ માનવ નામે પૂતળાં રે,
ખેંચે દોરી કોઈ છતાં યે વાળે ભારે ગૂંચળા રે…. રાખના પણ લાખના

રંગમંચ પર ભજવે આવી, નિત નિત ખેલો નોખા,
બાલક,યુવક,હર કોઈ અંકે, દીસતાં સાવ અનોખા રેરાખના પણ લાખના

અલકમલકના પાઠો લઈને કેવા પાકા આવે,
બનાવ્યો જેણે એને એ તો, રોજ રોજ બનાવે રે…… રાખના પણ લાખના

વેદ પુરાણને નામે સામે જટિલ વ્યૂહો રચતાં,
આંટીઘૂંટી ઘડી ઘડીને અવળી રમતો રમતાં  રેરાખના પણ લાખના

પ્રેમને ઝંખી વેરને સર્જી, દર્દીલા ગીત ગાતાં,
બાજીગરના ખેલ સમા સૌ, અલોપ પણ એ થાતાં રે….. રાખના પણ લાખના

Advertisements

9 thoughts on “રાખના પણ લાખના ….

 1. AAFREEN, VAH ,
  Lakh na to ye ante to rakh ma j, patra varani ye yeni ne, patra ye yenu j, rang bhumi ye yeni ne paddo khole ne bandh pan ye j kare ne, samvade yena ne samvedna vethe lakh no mali jay rakh ma, KAHE KE ALOP , NA khel chhello ,karva rakh bhego, kare sahu putla bhega, karave yenu nsm jap, ne bski hoi jindagi ma agni no dah, te ye devadave sahu ni saksji ma, ne kahevdave ke hato lakh no,yhayo kem rakh no.?

  Liked by 1 person

 2. AAFREEN, VAH VAH,
  Lakh na ante to rakh ma,manav name khel khelvo, patra varahi ye koni ne patra bhajava ye oan koi nakki kare, samvad pan anaaj and rang manch oan anoj ne, paddo ye kon khole ne paddo ye kin pade, viram ke ant ye pan annaj, aaa kakh na rakh ma,toye jahe rakhna lakh na., vah, HA , SATH TYA SUDHI LAKH NA NE RAKH MA , RAKH NA, YE TO NAHA KALESHVAR , JE RAKH NE BANABE LAKH NI, KARE SNAN AA ANSNT MA, NE LAKH NO ANTE TO RAKG MA J.,

  Liked by 1 person

 3. માનવ નામ ના પૂતળાને રાખના કહીને એની ક્ષણભંગુરતા પણ દર્શાવી દીધી અને લાખના કહીને એનું મૂલ્ય પણ સમજાવી દીધું. શ્રી અવિનાશ વ્યાસની રાખના રમકડાં યાદ આવી ગઈ.
  ખુબ સરસ રચના.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s