વકરેલો ભાડૂઆત..

અણમોલ ઈમારતના રૂપક દ્વારા રોગીષ્ઠ તનની વેદનાને વ્યક્ત કરતું મુનીરાબેન અમીનું એક અસરકારક અછાંદસ કાવ્ય આદરણીય શ્રી ઉત્તમભાઈ ગજ્જર દ્વારા વાંચવા મળ્યું હતું. તેને આધારે લખાયેલ મારી આ રચનાઃ
*********************************             ************************************


સરસ મઝાના સજાવેલા ઘરમાં, આવ્યો એક ભાડૂઆત માથાભારે.
જાકારો દઉં ત્યાં તો પેસી જ ગ્યો, જેમ હોય એના ખુદના દ્વારે.

પેઠો પેઠો તો પછી એવો એ પેઠો
કે એક પછી એક એમ બધે ય બેઠો.
સાચવેલું સઘળુ તોડવા એ માંડે.
સુધારું, સમારું તેમ વધુ બગાડે, આવો એક ભાડૂઆત માથાભારે.

ભવનમાં પાડ્યા કંઈ કેટલાં યે કાણા.
ને પૂરું, પૂરું ને પાડે નવા જ બાકોરા.
થાય તૂટતી દિવાલો તો અંદર ને બહારે
ખાય ચાડી એ અંતે તો જીર્ણોધ્ધારે, કેવો એક ભાડૂઆત માથાભારે.

હજાર નુસખાઓ અજમાવી દીધા.
ધક્કા મારીને રોગ કાઢ કાઢ કીધા.
ખંડેર શી થાતી  ઈમારત રડાવે.
ભમી ભમીને ભીતરને ડરાવે, કે આવે ના ભાડૂઆત માથાભારે.

 

10 thoughts on “વકરેલો ભાડૂઆત..

  1. sachi vaat  Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1

    Liked by 1 person

  2. મારા દેહભુવનમાં મીઠો મીઠો ડાયાબીટીઝ નામનો ભાડુત ભરાયો, એની સાથે એના સગા વ્હાલાઓ પણ ભરાયા એમણે હાર્ટ, કિડની, આંખ ના સુંદર સજાવેલા રૂમમાં તોડ ફોડ કરી .

    ભવનમાં પાડ્યા કંઈ કેટલાં યે કાણા.
    ને પૂરું, પૂરું ને પાડે નવા જ બાકોરા.
    થાય તૂટતી દિવાલો તો અંદર ને બહારે
    ખાય ચાડી એ અંતે તો જીર્ણોધ્ધારે, કેવો એક ભાડૂઆત માથાભારે.

    કહે મને
    ન જઈશ,
    ભસ્મિભૂત થઈશ
    તારા દેહભુવનની સાથે જ

    ખૂબ ગમ્યું બહેન.

    Liked by 1 person

  3. ભાદૂઆત ભરાય, ભાડૂ ન આપે, ઉપરથી ભાડૂ માંગે ,
    ઘર ખાલી કરવાની વાત જ નહી,ગાત્રો ગાળી નાંખે,
    એવો ભૂંડૉ આ ભાડૂઆત બેઠો દેહ ભૂવને.

    સરસ દેવિકાબેન,

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s