યાદ આવે…

મા

માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.

આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
કેમ સમજાવું  કે, મારા મનમાં ખરતા પાન આવે.

હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.

રોજ કાગળ-પેન લઈ  શાંતિથી ને ધીરે ધીરે,
કંઈક લખતી ને પછી થોડુંક હસતી, યાદ આવે.

ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં એ ઉપર ગઈ!
ને ‘છે’માંથી તો ‘હતી’ થઈ ગઈ, મા તુજ વિણ તાણ આવે.

‘પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા,આપતી તું
હર પલે ઝંખુ  કે આ દિલે  સતત એ ગાન આવે.

માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે..
માર્ચનો મહિનો ફરે ને મા,  મને બહુ યાદ આવે.

Advertisements

8 thoughts on “યાદ આવે…

  1. લાગણીની સુંદર રજુઆત. “આમ તો સૌ કહે છે, કુદરતમાં વસંત આવીને ખીલી,
    કેમ સમજાવું કે, મારા મનમાં ખરતા પાન આવે.” વાહ!
    સરયૂ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s