મેળો

મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા.

સગપણના ચક્ડોળ તો હારે ને હારે,
બચપણથી ફરતાં રોજ રેશમને તારે.
વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે,
ને ગણગણતા ઉમટે જેમ સાગરકિનારે.
લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ ઉમટ્યા છે મેળા.

ક્યાંક ઇચ્છાના રંગીન બે ફુગ્ગાઓ ફૂટે,
ને બર્ફીલા ઠંડા ગાર ગોળાઓ છૂટે.
આ ફૂટવા, છૂટવાની વચ્ચે એક હાલતો,
લોલક શો હિંચકો તો હૈયું હલાવતો,
ટકરાતા ટોળાંથી, અળગા સવેળા, તો ઠમકારે મહાલે ભીતરના આ મેળા..

વાળુ વેળાએ મેળો વિખરાતો જાય,
ગોળ ગોળ ચકરાવો વિરમાતો થાય,
પલમાં તો લોક સૌ અલોપ થતાં  જાય,
બાંધેલી ધમણો પણ ઓસરતી થાય,
ત્યાં હળવાં મૂકેલાં મારગ અલબેલાં, ત્યાગી જે માણે  માયાના આ મેળા….

 

Advertisements

6 thoughts on “મેળો

  1. અદભુત ! કેટલો ગહન વિચાર ! કેવું તત્વજ્ઞાન…વાહ…છેલ્લી પંક્તિઓમાં, મનના મેળા અને જીવતરના મેળાની વાત સમજાય છે. વાળુ વેળાએ મેળો વિખરાતો જાય, ચકરાવા થંભાતા જાય,,એટલે મૃત્યુ ટાણે, બધા અલપ થતા જાય અને ધમણ પણ ઉંચીનીચી થતી એ ઓસરતી જાય,,, કેવું ગહન સત્ય ? … ત્યાગી જે માણે માયાના…
    દેવિકાબેન તમે દાર્શનિક થતા જાવ છો… ‘કેડી’ અને ‘મેડી’ના પ્રાસ મેળવીને રચાતા જોડકણા એ કાવ્યો નથી. એ તો શબ્દોના સાથિયા જ હોય છે. આને કહેવાય કાવ્ય ! ‘સાહિત્ય સરિતા’માં આવા કાવ્યો પર વિવેચન થવું જોઇએ. આપણા દીપકભાઇ કે નિતીન વ્યાસ માં આવું વિવેચન કરવાની ક્ષમતા છે.

    નવીન બેન્કર- ૨૭ જાન્યુઆરિ ૨૦૧૬

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s