ઈશ્કે હકીકી..

વિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની  ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ  લઈ જતી હતી..

આજે  એક  ઈશ્કે હકીકી પ્રસ્તૂત છે. ( સ્વરચના )

 

કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે.
ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.

 

ઢળી’તી આંખ જોઈને ખરેલા પાન વૃક્ષોના,
પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે.

 

સજાવે લોક મંદિરો ભરી, સોના-રુપા થાળે,
મેં ભૂખ્યાં બાળના લોચનની ધારે તમને જોયા છે.

 

સુંવાળી સુખની શૈય્યા કરી પૂજાવ છો ખોટા,
ખરેખર તો ખરા ભક્તોની વ્હારે તમને જોયા છે.

 

હવે લાગે છે કે, અવતાર લેવા બંધ કીધા છે.
નહિતર  કોઈ તો આવી પુકારે, “તમને જોયા છે.”!

12 thoughts on “ઈશ્કે હકીકી..

  1. વાહ દેવિકા મસ્ત ગઝલ લાવી છે…મારા વ્હાલાને હર એક દિશાએ ભાળુ છું..મસ્ત મસ્ત

    Like

  2. ગઝલનો વિષય સરસ છે. પ્રથમ ચાર પંક્તિઓનો સંદેશ સ્પષ્ટ છે. પછીની ચાર પંક્તિઓમાં ઈશ્વર માટે Blow hot Blow Cold છે, અને છેલ્લી બે પંક્તિઓમાં ફરિયાદ છે અને પુરાવો માગે છે.
    શબ્દો અને રજૂઆત સરસ છે. પ્રથમ ચાર પંક્તિઓ બહુ સરસ છે.

    Like

  3. વાહ! દેવિકાબેન

    ઢળી’તી આંખ જોઈને ખરેલા પાન વૃક્ષોના,
    પરોઢે ફૂટતી કૂંપળની કોરે તમને જોયા છે….

    રચના ખુબ ખુબ ગમી.

    Like

  4. કુદરતમાં ઈશ્વરને જોવો બહુ મોટી વાત છે. સુંદર રચના, સરસ Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1

    Like

  5. પ્રેમ આંખથી નીતરે ત્યારે પ્રથમ પ્રકૃતિમાં પરમાત્મા ભાસે. પરંતુ જેમ જેમ પરિપક્વ થતો જાય તેમ તે વિસ્તરતો જાય અને એક દિવસ રામમાં જ નહીં પણ રાવણમાં પણ એનુ જ રુપ દેખાય. અને જે દિવસે સર્વત્ર એના જ દર્શન થાય ત્યારે માનવ જીવનનુ લક્ષ્ય પુરું થાય. ત્યારે ભિતર ભાવ ઉઠે,” જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે આપની.” એના સિવાય અહીં બીજું છે પણ શું?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s