‘તઝમીન’

ગઝલની સાથે સાથે કેટલાંક રચના-કળામાં નિષ્ણાત એવા ઉસ્તાદોએ ‘તઝમીન’ જેવા કાવ્ય પ્રકાર ઉપર હાથ અજમાવ્યો છે. બરકત વીરાણીએ લખ્યું છે કે, ’તઝમીન’ કોઈ શાયરની મૂળ બે પંક્તિઓ મત્લા, શેર કે મક્તા લઈને એના ઉપર અન્ય શાયર પોતાના તરફથી ત્રણ પંક્તિઓ ઉમેરી એનું અનુસર્જન કરે અથવા વિશેષ સર્જન કરે એને કહેવાય છે. આ કાવ્ય પ્રકારને કોઈ ઉદાહરણ રૂપે રજૂ કરવો હોય તો ગની દહીંવાલા કહે છે કે કોઈ સારા નીવડેલા ગઝલકારના ઉત્કૃષ્ટ એવા ‘શેર’ની બે પંક્તિઓને સુઘડ એવા કોઈ બેઠા ઘાટના મકાનની ઉપમા આપી શકાય. એ મકાન ઉપર ત્રણ માળ ચઢાવી આપનાર કુશળ સ્થપતિ તે તઝમીનકાર.

આ વાતનું સમર્થન કરતા શ્રી શેખાદમ આબુવાલા કહે છે કે, તઝમીનકારને કોઈપણ ગઝલકારનો એક શેર મળવો જોઈએ એ તેને આધારે ઊર્મિનો વિસ્તાર કરી શકે છે.

મુસાફિર પાલનપુરીએ ૧૯૮૪માં એક તઝમીન સંગ્રહ બહાર પાડ્યો હતો. તેમાં મૂળ કસબી પણ જોતો રહી જાય તેવું કૌશલ દાખવ્યું છે. એમની કલમ કુતુબમીનારના પહેલાં કઠેરા પરથી ઊંચા સોપાને ચઢે છે. મૂળ ‘શેર’ના ભાવ-જગત સાથે એકરસ થઈ પોતાને સાધ્ય એવી રચનાકળાના દર્શન કરાવે છે.

તઝમીનની આટલી સમજ પછી આપની સમક્ષ એક તઝમીનઃ

‘અબ્બાસ’ તખલ્લુસથી જાણીતા ગઝલકાર શ્રી ગુલામ અબ્બાસનો એક શેર (મત્લા) છે કેઃ

ભાગ્ય વિફરે તો જીવનમાં એ દશા સર્જાય છે.
ઝાંઝવાઓ રણ ત્યજીને ઉંબરે ડોકાય છે.

તેને આધારે રચેલ આ તઝમીન. 

રામ ને સીતાની મૂર્તિ જગ મહીં પૂજાય છે.
ઊર્મિલાના ત્યાગ વિશે ક્યાં અહીં પૂછાય છે.
નિયતિના માપદંડો આ રીતે પરખાય છે.
ભાગ્ય વિફરે તો જીવનમાં એ દશા સર્જાય છે.
ઝાંઝવાઓ રણ ત્યજીને ઉંબરે ડોકાય છે.

 

Advertisements

5 thoughts on “‘તઝમીન’

  1. વાહ બહેન નવી વાત જાણવા મળી….સરસ દેવિકા મને તારા પર ગર્વ છે…

    Like

  2. Jo ae tyag pujava laage to Ghani badhi streeo dukhi thai… kadach kavi valmiki ne pan aa manjoor nahi hoi ane kafach urmila pan nahi! Kavi ni Kalpana tarike theek chhe.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s