શબ્દોની નાવ લઈ ચાલી સવારી…

 

શબ્દોની નાવ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

શબ્દોની નાવ લઈ ચાલી સવારી, સંવેદનાના સાગરમાં તરતી,
ભાવો-અભાવોના કાંઠાની વચ્ચે, આ અક્ષર હલેસેથી સરતી,
મારા, તારા ને કદી આપણા યે રસ્તાઓ, છેદી-ભેદીને બસ,
મસ્તીથી આગળ ને આગળ, સમયની ધારે વિહરતી…શબ્દોની નાવ લઈ ચાલી સવારી


ધાર્યું’તું, ઊંડે જઈ, ડૂબકી મારીને પછી, ભીતરના મોતી લઈ ધરશું,,
ફૂલ સમી કોમળ ખુબ માળાઓ ગૂંથી, આ હૈયાના હારને પહેરાવશું.
પણ ખેવનાના હાથમાં  અક્ષરનું  જ હલેસુ, ધસમસતા ભાવ-પૂર નાથતી,
લો, કવિતા સિવાય  કંઈ બીજું ના ધરતી…શબ્દોની નાવ લઈ ચાલી સવારી

કહે છે કે પાંખ હોય તો ઊડાય ને દૂર ઉંચે વાદળને  ય અડાય,
ને પંખીની જેમ મન ફાવે ત્યાં જવાય ને ફૂલ જેવાં હળવા રહેવાય
કલમ સહેલી આ વાત પાડે ખોટી ને ખેંચે આંગળીઓને ઝાલતી,
એ તો દોડે,ઊડે અરે,સૂરજ ને ચાંદ લગી
પહોંચે,નીતરતી….શબ્દોની નાવ લઈ ચાલી સવારી..

 

Advertisements

7 thoughts on “શબ્દોની નાવ લઈ ચાલી સવારી…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s