વંટોળ.

જ્યારે વિચારોના વંટોળ ઊડે ત્યારે રાત્રિના શાંત અંધકાર વચ્ચે નાનકડી સોનેરી આશાની રજકણ ઝબૂકે ને પછી મન શાંત થઈ જંપે એ ભાવને વ્યક્ત કરતી, શિખરિણી છંદમાં ગૂંથેલ એક રચના….

શિખરિણી-૧૭ અક્ષર- યમનસભલગા
( લગાગા ગાગાગા લલલ લલગા ગાલલ લગા )

**********************************************

ફરે, ઘૂમે, ઊડે, ભીતર મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ  થઈ ખુબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે નીરવ રજનીના વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ  ઘૂમે વમળ શું,
ઊંચે, નીચે થાતું, સઘળું વલવાતું હ્રદયનું.
પછી ધીરે આવે સરવર  પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
મિટાવી ચિંતાઓ, કરકમલ  લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન  શ્વસે પ્રાણ દઈ દે.
કશું ના જાણું હું, કલમ  કરતાલે રણકતું,
અહો, કેવી લીલા 
કવન કણથી એ શમવતું..

 

 

Advertisements

5 thoughts on “વંટોળ.

 1. શિખરિણી-૧૭ અક્ષર- યમનસભલગા
  ( લગાગા ગાગાગા લલલ લલગા ગાલલ લગા )
  **********************************************
  શિખરિણી-૧૭ અક્ષર- યમનસભલગા
  ( લગાગા ગાગાગા લલલ લલગા ગાલલ લગા )
  **********************************************
  ફ રે, ઘૂ મે, ઊ ડે, ભીતર મનની ખીણ મહીં એ,
  લગા ગા,ગા ગાગા, લલલ, લલગા, ગાલ લ,લગા
  કદી સૂ તી જાગે સળવ ળ થઈ ખુ બ ઝબકે.
  લગાગા, ગાગાગા લલલ,લ લગા,ગાલ લલગા
  વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમ કે.
  લગાગાગા ગાગા લલલલ લગાગાલ લલગા
  અને ઘેરે શબ્દે નીરવ ર જનીના વ નવને.
  લગાગાગા ગાગા લલલલ લગાગા લ લલગા
  ચડે વંટો ળે એ ઘમરઘ મ ઘૂ મે વમળ શું,
  લગા ગાગા ગાગા લલલલ લ ગાગા લલલગા
  ઊંચે, નીચે થાતું, સઘળું વ લવા તું હ્રદય નું.
  લગા ગાગા ગાગા લલલલ લગાગા લલલગા
  પછી ધીરે આવે સરવ ર પ રે શાં તજલ થૈ
  લગા ગાગા ગાગા લલલલ લગાગાલ લલગા
  મઢી ચા રે કો રે મખમલ સમી સેજ બિછવે.
  લગા ગાગા ગાગા લલલલ લગાગાલ લલગા
  મિટાવી ચિં તાઓ,ક ર કમ લલેખિની ધરીને,
  લગાગા ગાગા ગા લલલલ લગાગાલ લલગા
  જગાવી શ ક્તિ સૌ તનમન શ્વ સે પ્રાણ દઈ દે.
  લગાગા ગા ગા ગા લલલલ લગા ગાલ લલગા
  કશું ના જા ણું હું, કલમ ક રતા લે રણ કતું,
  લગાગાગા ગાગા લલલ લ લગાગા લલલગા

  “ચમન”
  અહો, કેવી લીલા કવન ક ણથી એ શમવતું..
  લગા ગાગા ગાગા લલલલ લગા ગા લલલગા

  • દેવિકા ધ્રુવ

  Like

 2. આજકાલ સંસ્કૃત છંદોમાં બહુ ઓછું લખાય છે ત્યારે આપની પરંપરા જળવાતી જોઈને આનંદ થાય છે, સુંદર કાવ્ય ..!! એકાદ બે રચના વર્ષો પહેલા મેં પણ કરેલી
  સવારે ઊઠીને તૃષિત મનને હું ટપારું,
  છતાં એ માંગે છે સતત નવું કંઇ એ નઠારુ……. !! જેવુ

  પણ હવે ફરી શરૂ કરવા ઇચ્છા છે..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s