“કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…”

kumar-march'15

 “કુમાર” માર્ચ ૨૦૧૫ માં પ્રકાશિત થયેલ મારી એક ગઝલઃ  “બાકી છે…”

 જીવન કે મોત વિષે ક્યાં, કશો કંઈ, અર્થ બાકી છે.
ઘણી વિતી, રહી થોડી, છતાં યે, મર્મ બાકી છે.

જમાનો કેટલો સારો, બધું સમજાવતો  રે’છે !
દિવા જેવું બતાવે લો, કહો ક્યાં, શર્મ બાકી છે !

સદા તૂટ્યાં કરે છે આમ તો શ્રધ્ધાની દીવાલો.
સતત મંદિરની ભીંતો, કહે છે,ધર્મ બાકી છે.

ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,
મથે છે રોજ તો ઈન્સાન, પણ હાયે,દર્દ બાકી છે.

જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે.

 

 

Advertisements

20 thoughts on ““કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…”

 1. ખુશી,શાંતિ અને પ્રીતિ, ત્રણેની છે અછત અત્રે,- what a nice expression of present day’s reality in
  In “ગઝલ” from. Three cheers. Devikaben. Keep it up.

  Like

 2. Pingback: શબ્દોને પાલવડે » “કુમાર” માર્ચ ૨૦૧૫-“બાકી છે…”

 3. ખુબ સરસ, દેવિકાબેન ! સરસ લખો છો. અમે વાંચીએ છીએ. ગમે છે.
  નવીન બેન્કર

  Like

 4. સરસ! સરસ!! સરસ!!!
  કુમારમાં કદ મૂક્યા, ઘણા માસિકોના માર્ગ બાકી છે!

  Like

 5. કુમારમાં પગ મૂકયા, ઘણા માસિકોના માર્ગ બાકી છે.
  આમ સુધારી લેશો?

  Like

 6. what a coincidence Devika! my story came in Navneet Samarpan in march issue as well as yours in Kumar!
  જીવનના મૂળભૂત પ્રશ્નોને ખૂબ જ સરસ રીતે અભિવ્યક્ત કર્યા છે. અભિનંદન!

  Like

 7. ખુબ સુંદર!!! તમારી આ ગઝલની એકેએક લીટી ખુબ માણી! સાચે જ બધું “બાકી છે”.

  Like

 8. સૌ મિત્રોનો ખુબ ખુબ આભાર.
  આ સાથે મળેલી કેટલીક ઈમેઈલના પ્રતિભાવોઃ

  Krushna Dave
  To Devika Dhruva
  Apr 20 at 6:20 AM
  દેવિકાબેન રાહુલભાઈ નમસ્કાર
  હું પરિષદમાં ગયો ત્યારે કુમાર હાથે ચડેલું અને એમાં રચના વાંચી ને આનંદ થયેલો।
  કૃષ્ણ દવે

  Sandhya Bhatt
  To Devika Dhruva
  Apr 20 at 1:45 AM
  સ્નેહી દેવિકાબેન,
  કુમાર માં પ્રગટ થયેલી રચના માટે ઊમળકાભર્યા
  અભિનંદન

  Kamlesh Lulla
  To Devika Dhruva
  Apr 18 at 4:21 PM
  Many congratulations!
  It is a wonderful ghazal.
  We wish you many successful publications.
  Kamlesh bhai

  Uma Nagarsheth
  To Devika
  Apr 20 at 2:30 AM
  Hello,
  Great news. Congrates on ur published ghazal in Kumar.Regards.
  Uhn

  Kishore Modi
  To Devika Dhruva
  Apr 20 at 9:06 AM
  બહુ સરસ. અભિનંદન

  Like

 9. જુએ છે કોક ઊંચેથી, હસી ખંધુ, કહી બંધુ,
  ફળોની આશ શું રાખે, હજી તો, કર્મ બાકી છે… વાહ એકદમ સ…ચોટ.. આખી ગઝલ.. સુંદર, ‘કુમાર’ના એ અંકમાં મારી ટૂંકી વાર્તા.. ‘લે….. લખ, મને..!! ‘ શામેલ છે.. તે સહેજ… 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s