રીમોટ કન્ટ્રોલ..

morning

 

 

 

 

 

 

 

 

 

સવાર પડી.

બાળક ઊઠ્યું.

બહાર જોયું.

કાળું આકાશ.
અંધાર પટ…
વીજળીના કડાકા-ભડાકા,

મેઘની મુશળધારા,

નૃત્ય કરતા પૃથ્વીના

લીલાંછમ ફુવારા જેવાં
વૃક્ષો, ને ડોલતા
ડાળ-પાનની માદક સુગંધથી
ચક્નાચૂર થયેલી ધરતીને
જોઈ  સંતાયેલો સૂરજ.
બાળક પણ,
ફરી સૂઈ ગયુ.
વિચારતું હતું,
આજે તો રજા છે.
બહાર રમવા જવાનું છે,
ફરવા જવાનું છે.

થોડીવારે ફરી જાગ્યું.
બહાર જોયું.
એ જ દૃશ્ય..
એ ટીવી જોવા માંડ્યું.
અચાનક એક સવાલ ઉઠ્યો.
ને નાનકડું આ બાળક પૂછી રહ્યુ.

મા, રીમોટ કન્ટ્રોલ ક્યાં છે?

બટન દબાવી વરસાદને બંધ કરી દે ને ?

મારે બહાર રમવા જવું છે!!!

8 thoughts on “રીમોટ કન્ટ્રોલ..

  1. દેવિકાબેન,ખુબ સુંદર રચના. આ વાંચ્યા પછી મને પણ એક પ્રશ્ન થાય છે કે આપણે પણ શું આખુ આયખુ રીમોટ કંટ્રોલ શોધવામાં ના કાઢયું?

    Like

  2. કવિતા એક વિદ્રૂપને પ્રગટ કરે છે. ટીવીબદ્ધ બાળકની (કે વ્યક્તિની) કેટલી નાની અને unreal છે. એ પોતાને એટલો શક્તિમાન સમજે છે કે જાણે રિમોટ કંટ્રોલથી એ બધા પર નિયંત્રણ રાખી શકશે.

    Like

Leave a comment