સમયનો તકાજો..

સમયનો તકાજો

 

 

 

 

 

 

 

 


 

જીતી જો જાવ તો ખુદના બધાં, પાછળ રહી જાય છે.
અગર હાર્યાં તમે, તો પોતીકા પાછળ મૂકી જાય છે.

સમયનો આ તકાજો પણ અરે, સોદો કરી જાય છે,
અનુભવ આપી સઘળી માસુમિયત એ લઈ જાય છે.

અજાયબ ને અકળ છે દોડ આ જીવન સંગ્રામે,
કપાતી રાત ના, ને વર્ષના વર્ષો વીતી જાય છે!

અમે વરદાન માંગ્યું, દુશ્મનોથી છૂટવાનું જ બસ,
થતું આશ્ચર્ય કે મિત્રો બધાં ઓછા થઈ જાય છે !

ન જાણે કોને માટે સ્વર્ગ, ઉપર તેં બનાવ્યું હશે.
કહેને કોણ ક્યારે અહીં, ગુના વિના જીવી જાય છે?

 

Advertisements

9 thoughts on “સમયનો તકાજો..

  1. દરેક શેરમાં કેટલો વિરોધાભાસક ભાવ લાવી મૂક્યો છે એ કમાલ નહીંતો બીજુ શું? મારા અભ્યાસ માટેઃ શું આ છંદ; ગાગાગાલ, ગાગાગાલ, ગાગાગાલ, ગાગાગાલ છે? સુમન અજમેરીના પુસ્તક પ્રમાણે ‘મક્તા’માં કવિ/કવિત્રીનું તખલ્લુસ (ઉપનામ) વણાઈ જવું જોઈએ. એના વગરનો ‘મક્તા’ અધૂરો ગણાય એ શું સાચું?
    ‘ચમન’

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s