‘કવિલોક’માં પ્રસિધ્ધ થયેલ એક અછાંદસ રચના…
(અંકઃ જાન્યુ-ફેબ્રુ.૨૦૧૫-પાના નં ૨૪)
મન…મન…
સાવ નાજુક કુમળાં છોડ જેવું.
હઠીલાં નાનકડાં બાળ જેવું.
વારંવાર એને સમજાવવું પડે.
ઘડીઘડી એને મનાવવું પડે.
મન….આ મન……
માની જાય, સમજી જાય,
વાળીએ તેમ વળી પણ જાય ને
વળી પાછું અચાનક છટકી જાય.
મર્કટ બની કો’ મદારીની
ડુગડુગી પર નાચવા માંડી જાય.
મનગમતી જગાએ પહોંચી જ જાય,
આપમેળે ગમતું સઘળું કરતું થઈ જાય.
આ મન.. મન…
કોઈનું મન સુદામાના તાંદુલમાં,
કોઈનું ભરસભામાં ચીર પૂરતા સખામાં.
કોઈનું ભીલડીના એંઠા બોરમાં,
તો કોઈનું મન કેવટની નાવમાં..
હં…આજના માનવીનું મન,
ચંદ્ર અને મંગળમાં.
વિધવિધ ટેક્નીકલ રમકડાંમાં!
પણ એ કદી કેમ નથી પહોંચતું
એકબીજાંના મન સુધી !!!
કેમ?! કેમ!!!
આ મન…મન…..
khub saras rachna chhe
LikeLike
સુંદર રચના
LikeLike
મન મરકટ છે એટલે કવિઓ અને કવિત્રીઓને કવિતામાં નચાવે છે; વિવિધ પંક્તિઓની ડાળો પર!
દરેક વખતે નવું નવું લઈ આવો છો એ ગમે છે.
અભિનંદન
‘ચમન’
LikeLike
vah vah, kem bija man pase nathi pohochatu, sundar
LikeLike
Khub sunder.
LikeLike