દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

 http://youtu.be/wf9GLfEAaRY

 

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,

આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,

સરતો ને તરતો એ દરશન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.

વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,

ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
વિખરાયા ધીરે વરસાદમા.

ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
વાગોળી જૂની વાતવાતમાં.

તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.

6 thoughts on “દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

  1. ખુબ સુંદર રીતે ગવાયું છે. સ્વરકાર શ્રી. કર્ણિક શાહને અને રચયિતા એવા આપને અભિનંદન.
    નવીન બેન્કર

    Like

  2. Devikaben, your songs are truly sparkling ! Karnikbhai’s composition is also excellent ! I strongly feel that a professionally made CD will sound hundred times better with various instruments and professional singers voice. Good Luck from Nadiad, Gujarat where I came a week ago.

    Dinesh O. Shah

    Like

  3. Pingback: શબ્દોને પાલવડે » દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

  4. શ્રાવ્ય રચના “તડકો’ સાંભળી મન પુલકિત થયું અાપને તથા શ્રી.કર્ણિકશાહને અમારાં દિલી અભિનંદન. Please keep in touch
    through poems thanks.

    Like

  5. તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
    હૂંફાળા હાથ લઇ હાથમાં,

    આનાથી વધારે સરસ શબ્દચિત્ર હોઈ જ ન શકે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s