દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

 http://youtu.be/wf9GLfEAaRY

 

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
હૂંફાળા હાથ લઇ હાથમાં,

આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

આદરી રમત કેવી પકડાપકડીની,
જાણે ઇશારે સમજીને સાનમાં,

સરતો ને તરતો એ દરશન દઇ દે,
દૂર કેમે ના જાય પેલાં વાદળા.

વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
વેગે ફૂંકાયો પાનપાનમાં,

ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
વિખરાયા ધીરે વરસાદમા.

ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
વાગોળી જૂની વાતવાતમાં.

તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
ભીંજાયા કુદરતના રાગમાં.

6 thoughts on “દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

  1. પિંગબેક: શબ્દોને પાલવડે » દ્રશ્ય અને શ્રાવ્ય-તડકો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s