અહમની આ દિવાલ તૂટી, પથ્થર વચ્ચે કૂંપળ ફૂટી.
ઘૂંટી ઘૂંટી મહેંક મધુરી, ઝરણાં સરખી કેવી છૂટી!
ચિરાડ કહો કે તિરાડ જુઓ,
જોઉં મધ્યે ખીલ્યાં ફૂલો,
કોઈ કળી શાને મૂરઝાયે,
તેજ, પાણી ને પવન લ્હેરાયે,
ઝુમી ઝુલે ડાળી ડાળી, નાજુક નમણી દિલને લૂંટી
કોમળતાની કલા અનોખી, પથ્થર હૈયે કૂંપળ ફૂટી…અહમની
અડિયલ પથ્થર મંદિર જઈ જઈ
તીણા તીણા પ્રહારો ઝીલી
શિલ્પી-ટાંકણે ઘડાઈ ગયો,
ને મૂર્તિ બની પૂજાઈ ગયો!
તોડો, તોડો, દોડી દોડી, આસુરી સહુ વૃત્તિઓ ખોટી,
મોડી,છોડી,ભૂલી ચિરાડ, પથ્થર હૈયે કૂંપળ ફૂટી…..અહમની
saras rachana.liked it
Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde
http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1
LikeLike
દેવિકાબેન, ખુબજ સુંદર !
LikeLike