કહેવું શું?

પળેપળની સદા જેને ખબર છે, તેને કહેવું શું?

 પડી કોઈ નથી જેને, કહીને તેને કરવું શું?

 

કહ્યું છે,પાણી ને વાણી જગે ગાળીને વાપરજે.
નીરોગી મન રહે તન સંગ, જંગે તેને  ડરવું શું?

 

ઊંચું આકાશ છે કારણ ઝુકેલું ચાર બાજુ છે.
ન જાણે રાઝ જો સાચું તો દર્પણ તેને ધરવું શું?

 

લગાવે બુધ્ધિ ધક્કા લાખ ચાલે જોર ના એનું,
સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?

 

ભર્યા છે રંગ કુદરતમાં પતંગિયા ને પીંછાઓમાં,
હવાની લ્હેરમાં  રંગો પૂરી જાણે તો પૂછવું શું?

12 thoughts on “કહેવું શું?

  1. ફેલાયું સૌંદર્ય ચારેકોર વહેતી નદીને અવધિમાં
    પહેરી કાળા ચશ્મા નિહાળે તેને કહેવું શું ?

    દેવિકા બહેન તમારી સુંદર રચના વાંચીને લખાઇ ગયું.
    પ્રવિનાશ

    Like

  2. Nice rachana. ન જાણે રાઝ જો સાચું તો દર્પણ તેને ધરવું શું?
    saryu

    Like

  3. લગાવે બુધ્ધિ ધક્કા લાખ ચાલે જોર ના એનું,
    સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?
    Wah second line is for u. સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?

    Like

  4. ક્લ્પનાના ક્યારામાં ન કલ્પેલા વિચારોના છોડ ઉગાડી શબ્દ પુષ્પોનો પમરાટ પામ્યા પછી શું લખું!
    “ચમન”

    Like

  5. લગાવે બુધ્ધિ ધક્કા લાખ ચાલે જોર ના એનું,
    સુંવાળુ હૈયું દોરે ફૂલને તેનું તો ખરવું શુ?
    -વાહ! ખૂબ જ સરસ દેવિકા, ફૂલની નાજૂકતા અને હૈયાની સુંવાળપને સજોડે રાખીને સુંદર ભાવ નિપજાવ્યો!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s