વિશ્વગુજરાતી દિન- અંતાક્ષરી સંકલન.

gujarati day

કોમ્પ્યુટરના આકાશમાં વેબની રંગબેરંગી પાંખો લઈને વિશ્વભરમાં ઊડતાં, ઝુમતાં, નાચતાં, ગાતાં,

એકમેકની સાથે સંધાતાં અને બંધાતાં  ગુજરાતી ભાઈ-બેનોનો  મહામૂલો દિવસ છેઃ

વિશ્વગુજરાતી દિન.

આજે  વિશ્વગુજરાતી દિન માટે ખાસ….ગુજરાતી તરીકે ગૌરવભેર….

માત્ર ગુજરાત કે ગુજરાતી વિશેની જ  પદ્ય-પંક્તિ કે શેરની અંતાક્ષરી…

************************************************************

ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી, ગુર્જર શાણી રીત.
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.                   ખબરદાર

તું વિશ્વગુર્જરી છે, આજ ગુર્જરીની વાત કર.
નવા યુગોના રંગથી, નવી નવી તું ભાત કર.               રસિક મેઘાણી

રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત!
વીરનરોની માત , અમારી રઢિયાળી ગુજરાત!
           માધવ ચૌધરી

તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
નાત-જાત-ભાત તારી કોઈ પણ હજો,
તૈયાર થઈ જજો.                                                    ઉમાશંકર જોશી.

જય સોમનાથ, જય દ્વારકેશ,
જય બોલો વિશ્વના નાથની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ,
યશગાથા ગુજરાતની…                                             રમેશ ગુપ્તા

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
ખબર છે એટલી કે, માતની હાકલ પડી છે.              ઝવેરચંદ મેઘાણી


છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત..             દેવિકા ધ્રુવ

તારા સપૂતો આ નૈયા ઝુકાવી,
શ્રધ્ધા-હલેસે હંકારે નિત્યે,
વિશ્વે વગાડે ડંકાઓ તારા,
ફેલાવે શાન ઓ, ગુજરાત માત.                              ઈન્દુબેન શાહ

તને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં
હર પળે,ને હર જગે,  શિર નમે તુજને ગુજરાત.          શૈલા મુનશા 

તારે ક્યારે કૈંક દુલારે,
દિલના શોણિત પાયાં.
પુત્રવિજોગી માતાઓના,
નયન-ઝરણ ઠલવાયા.
ઝંડા અજર અમર રે’જે,
વધ વધ આકાશે જાજે.                                     ઝવેરચંદ મેઘાણી.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત.                                      ખબરદાર

 તુજને ગોદ લઈ સૂનારા,
મેં દીઠા ટાબરિયાં,
તારા ગીત તણી મસ્તીમાં,
ભૂખ તરસ વિસરિયાં
ઝંડા કામણ શા કરિયાં,
ફિદા થઈ તુજ પાછળ ફરિયાં…                              ઝવેરચંદ મેઘાણી.


એકવાર સત્યના ચરખાને કાંતી
,
અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
સાબરનો આરો ને તાપી કિનારો,
ગુજરાતની ગરિમાને ગાઇ તો જો.                          દેવિકા ધ્રુવ

 

ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું,
પણ ઝૂક્યું ના કોઇ દી’ ગુજરાત.
હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત.                        મનીષ ભટ્ટ

તું પ્રેમ-દીપ બાળવા વદન વદનથી વાત કર.
તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
તું વિશ્વ-ગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર .          રસિક મેઘાણી.

રક્ત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી આવે,
કેસરવર્ણી સમરસેવિકા, કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે.      ઝવેરચંદ મેઘાણી.

વિશ્વને રોશન કરી ગઈ, દીપિકા ગુજરાતની ,
સૂર્ય પણ જોતો રહ્યો, જ્યોતિકલા ગુજરાતની.         શૂન્ય પાલનપૂરી.

નથી રમી શમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યાયે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની માંહ્ય
લીધાં વ્રત જાણે હજીય પળાય;
ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જર-દેશ.                                    કવિ ન્હાનાલાલ

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે, જો ગોદ ‘મા’ ગુજરાતની.
         શૂન્ય પાલનપુરી

નાટકનો લ્હેકો ને રંગીલો છણકો,
ભીતરમાં આરપાર ઊતારી તો જો.
રોશન કરી ગઈ છે જગને જે દીપિકા,
બની ગુજરાતી પ્રસરાવી તો જો.                                   દેવિકા ધ્રુવ

જય જય ગરવી ગુજરાત,દીપે અરુણુ પરભાત  ,
ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત.                નર્મદ

 તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
ગુણવંતી ગુજરાત,મારી ગુણવંતી ગુજરાત.
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત.       ખબરદાર.

 

 

 

Advertisements

4 thoughts on “વિશ્વગુજરાતી દિન- અંતાક્ષરી સંકલન.

 1. વાહ વાહ, આટલું મોટું અને સરસ સંકલન !! ખુબ સરસ. ગુજરાતી હોવાનું મને ગૌરવ છે અને તમારા જેવાના મૈત્રીનો લાભ મળ્યો તે પણ અભિમાનની વાત છે

  Like

 2. અભિનંદન દેવિકબેન. .વાહ વાહ, આટલું મોટું અને સરસ સંકલન ..

  ગુજરાતની ગરીમા દર્શાવતું કાવ્ય

  ભલે છીએ વતનથી દુર
  ભીતરમાં છે વસે છે ગુજરાત
  કર્મ,વાણી, મન ડોલરિયા
  હ્રદય માં હ્સે છે ગુજરાત
  હાય ,બાય ને વાય કહુ ભલે
  જયશ્રી કૃષ્ણ નો નાદ ગુજરાત
  માગી નુડેલ પીઝા ખાતો ભલે
  રોતેલા ખાધી નો સ્વાદ ગુજરાત
  મોંઘા ઘરને મકાનો ભલે.
  શેરી પોળ તણી યાદ ગુજરાત
  ફરું છું મોટી ને મોઘી મોટરમાં
  સ્કુટર રીક્ષા તનો આવાજ ગુજરાત
  મંદિરોમાં હું પ્રભુ શોધતો ફરું
  ડાકોર દ્વ્ર્કા માં ભાળું જય ગુજરાત
  નવરાત્રી માં ભલે ફરતો ગરબા
  અંબેમાના ધામ ગુજરાત
  સંતાનો ભલે ભણે અહીં
  ગગા ને પરણાવું ગુજરાત
  સ્વાદ નથી અહીં ભોજનમાં
  ઘરી પોંક સુરતમાં ગુજરાત
  વસીએ ભલે આ મોઘેરા દેશમાં
  હેંડો સાથે જઈએ ગજરાત
  વાતોમાં જાંય રાતોની રાત
  નથી ભુલાતું અમારું ગુજરાત
  કેમ ભૂલાય આપણું ગુજરાત
  ..હેમંત ઉપાધ્યાય..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s