વાર્તાની કવિતા!

સાહિત્ય-જગતના યુવાન કવિ શ્રી અનિલ ચાવડાની કલમ  હંમેશા કશીક નવીનતા લઈને આવે છે. કવિતા હોય કે ગઝલ, વાર્તા હોય કે ચિંતનલેખ,  એ એક નવા જ નક્શીકામ સાથે આવે છે. તાજેતરમાં તેમની એક સુંદર,નોખી ‘વાર્તાની વાર્તા’ વાંચવા મળી. તે જ ભાવને અહીં અછાંદસ રચનારૂપે આપની સમક્ષ…

વાર્તાની કવિતા

અછાંદસ..

કૂણી કૂણી કોઈ કૂંપળ જેવી
એક વાર્તા ..
જાણે કાચી કુંવારી અબૂધ કન્યા..
એને તો બસ ધૂન ચડી..
‘મારે સર્જાવું છે.’
મચી પડી ઘટનાની શોધમાં.
પહોંચી શબ્દકોષ પાસે..
શબ્દકોષે કહ્યું, અરે પગલી,
વાણી વગર હું કેમ વહુ?
એણે બિચારીએ પોકાર કર્યો,
“વાણી,તું ક્યાં છે વાણી? આવ ને,
મારે સર્જાવું છે.”
જવાબઃ ‘ હું તો માણસ પાસે છું !’
ઘેલી ઘેલી એ માણસ પાસે ગઈ.
માણસના મીઠા મ્હોરે કહ્યું;
હા, હું જરૂર મદદ કરીશ.
પણ કહે ને અલી, મને કંઈ ફાયદો?!!
“મને ખબર નથી” એણે કહ્યું.
માણસ ગુસ્સે ભરાયો.
વાર્તાએ ખુબ આજીજી, કાકલૂદી કરી.
‘મદદ કરો ને ભાઈ;
મારે સર્જાવું છે.’

માણસે એને હડધૂત કરી.
જોરથી ઢસડીને, બહાર ફેંકી…

ઓહ..આ શું  થયું?
ઘટના ? પોતે સર્જાઈ ગઈ?…
આઘાત કે આનંદ !!!

10 thoughts on “વાર્તાની કવિતા!

  1. really nice idea, saras

     

    Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde

    Like

  2. તમારે હવે કઈ દિશામાં પગ મુકવો બાકી છે એ કહેવું નહીં પડે!!!!!!
    “ચમન”

    Like

  3. દેવિકાબેન, હવે તમારી દરેક કૃતિ માટે પ્રતિભાવ આપવાના શબ્દો પણ અમારે તો શોધવા જવા પડે છે. આપ એટલું સરસ લખો છો કે માત્ર ‘વાહ..વાહ..’, ‘સરસ’ થી વધુ શું લખીએ ?
    નવીન બેન્કર

    Like

  4. આભાર દેવિકાબહેન,

    આપે મારી વાર્તાને કવિતાનું રૃપ આપ્યું અને આપના મિત્રો સુધી તેને પહોંચતી કરી આપી.

    Like

  5. માણસને ખબર ના પડી માનસ નું જીવનજ એક ઘટના છે ,માનસ ,માનસ ના બની શક્યો!!!….વાર્તા વાર્તા બનીને ચર્ચાઈ ગઈ…… .

    Like

  6. મેં નદી પાસેથી માગી હતી નિર્મળતા મળી,
    ફૂલ પાસેથી મેં ચાહી હતી કોમળતા મળી;
    માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે,
    શું એ કહેવાની જરૂર છે કે નિષ્ફળતા મળી
    ‘યુસુફ’ બુકવાલા

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s